કમ્પ્યુટર ક્ષેત્રે ‘એપલ’નો દંતકથા જેવો દરજ્જો ‘આઇપેડ’ના ત્રણ દાયકા પહેલાં ઊભો થઈ ચૂક્યો હતો.
તેના માટે મહદંશે કારણભૂત હતું પહેલું પર્સનલ કમ્પ્યુટર ‘એપલ-ટુ’. ‘એપલ’ના પહેલા મોડેલને હાલના પર્સનલ કમ્પ્યુટર વચ્ચે કોઈ વાતે સામ્ય ન લાગે, પણ ‘એપલ-ટુ’ રિશ્તેમેં બધાં પી.સી.નું બાપ હતું.
વધારી શકાય એવી એક્સ્પાન્ડેબલ મેમરી, સાઉન્ડ કાર્ડ, કલર ગ્રાફિક્સની સુવિધા ધરાવતું મોનિટર, કી-બોર્ડ… આ બધાં મૂળભૂત તત્ત્વો, સાડા ત્રણ દાયકા પછીનાં પી.સી.માં પણ (વધેલી ક્ષમતા સાથે) મોજૂદ છે. કમ્પ્યુટરના ઇતિહાસમાં સૌથી સફળ ગણાયેલા ‘એપલ ટુ’નું ઉત્પાદન ૧૬ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી ચાલુ રહ્યું. કમ્પ્યુટર ટેક્નોલોજી વિશ્વભરમાં મધ્યાન્હે પહોંચી ત્યાં સુધીમાં એપલ-ટુનાં ૬૦ લાખ નંગ વેચાયાં હોવાનો અંદાજ છે.
એપલ-ટુની સચિત્ર વિગત: http://oldcomputers.net/appleii.html

