છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનમાં વિવિધ સર્વિસમાં ડાર્ક મોડનો ઉપયોગ સતત વધતો જાય છે. આ મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી ફોનમાં બેટરીની બચત થતી હોવાનું અને આંખોને ઓછી તાણ પડતી હોવાનું માનવામાં આવે છે, અલબત્ત દરેક વ્યક્તિએ તેનો અનુભવ જુદો જુદો હોઈ શકે છે.
લાંબા સમયથી વોટ્સએપમાં પણ ડાર્ક મોડ આવી રહ્યો હોવાની વાત ચાલતી હતી. આખરે તે આવી ગયો છે. અત્યારે તે બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ તમે આ વાંચતા હો ત્યાં સુધીમાં તમને પણ તે સુવિધા મળી જાય તેવું બની શકે.
આ સુવિધાનો લાભ લેવા માટે…
- ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
- ઉપર જમણી તરફ ડોટ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાઓ.
- અહીં ચેટ્સમાં જાઓ.
- જો તમારા ફોનમાં વોટ્સએપમાં ડાર્ક મોડની સુવિધા આવી ગઈ હશે તો ચેટ્સમાં ડિસ્પ્લે હેઠળ વોલપેપર અને થીમ એમ બે વિકલ્પો દેખાશે. બાકી ફક્ત વોલપેપરનો વિકલ્પ દેખાશે અને તમારે ડાર્ક મોડ માટે રાહ જોવી પડશે!
- જો ડાર્ક મોડનો વિકલ્પ દેખાય તો તેને ક્લિક કરો અને ફોનની સિસ્ટમ મુજબનો મોડ, લાઇટ અથવા ડાર્ક એમ ત્રણ વિકલ્પમાંથી જોઇતો વિકલ્પ પસંદ કરી લો.
તમે ડાર્ક મોડ પસંદ કર્યો હશે તો તમે વોટ્સએપનો ડાર્ક મોડમાં ઉપયોગ શરૂ કરી શકશો. જો આ મોડમાં આંખને ઓછી તાણ પડતી હોય તેવું લાગે તો આ મોડનો ઉપયોગ ચાલુ રાખો!
