(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમને ઓછું સંભળાય છે?

જે વ્યક્તિને ઓછું સંભળાતું હોય એ ધીમે ધીમે પોતાના પરિવારથી પણ દૂર થતી જાય છે. સાઉન્ડ એમ્પ્લિફાયર નામની એક એપ તેમની મદદે આવી શકે છે.

તમને પોતાને કે તમારા કોઈ સ્વજનને ઓછું સંભળાય છે? તો આ લેખ જરા વધુ ધ્યાનથી વાંચજો. આ લેખ તમને કોઈ મોટી આશા આપવા માટે નથી, પણ આશાનું કિરણ ચોક્કસ મળશે!

જે વ્યક્તિને ઓછું સંભળાતું હોય એની આસપાસના લોકોને વાતવાતમાં રમૂજનાં ઘણાં કારણો મળે, પણ ઓછું સાંભળતી વ્યક્તિનું જીવન ધીમે ધીમે મુશ્કેલ બનતું જતું હોય.

ઓછું સંભળાતું હોય એટલે ભર્યા પરિવાર વચ્ચે હોય તો પણ ધીમે ધીમે વધુ ને વધુ એકલવાયાપણું લાગે. સૌની વાતચીત પૂરી સંભળાય નહીં એટલે મન હોય તો પણ વાતમાં રસ લઈ શકે નહીં. ટીવીનું વોલ્યુમ વધારવા જતાં બીજાને તકલીફ થાય એટલે મન પરોવવાની એ દિશા પણ ધીમે ધીમે બંધ થાય.

ઓછું સાંભળવામાં મદદરૂપ થતાં હીયરિંગ એઇડ્સ, બસો-પાંચસો રૂપિયા (ચાઇનીઝ માર્કેટમાં)થી માંડીને લાખોની પ્રાઇસ રેન્જમાં મળે છે. એમાં તકલીફ એ કે કિંમત ઓછી હોય તો ક્વોલિટી ખરાબ હોય અને સારી ક્વોલિટી દરેકને પરવડે તેમ ન હોય! મોંઘાં હીયરિંગ એઇડ લીધા પછી પણ ફાવે નહીં એવું બની શકે છે.

ગૂગલ કહે છે કે અત્યારે દુનિયામાં ૪૬.૬ કરોડ જેટલા લોકોને સાંભળવાની તકલીફ છે અને આ સંખ્યા ખાસ્સી ઝડપથી વધી રહી છે.

આ આખી વાતમાં, નવી ટેક્નોલોજી આશાનું કંઈક કિરણ જેવું આપે છે.

ગૂગલે ‘સાઉન્ડ એમ્પ્લિફાયર’ નામની એક એપ વિક્સાવી છે. આ એપ, ઓછું સાંભળી શકતી વ્યક્તિને આસપાસના ઘોંઘાટ વચ્ચે, તેમણે જે સાંભળવું છે તે પ્રમાણમાં વધુ સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરી શકે છે.

સામાન્ય રીતે વોઇસ સંબંધિત બધી એપ, સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી ફોનમાંની ફાઇલ્સ કે એપ્સ-સાઇટમાંના વોઇસ સાંભળવામાં ઉપયોગી થાય, પણ આ એપ આસપાસના વાસ્તવિક જગતના અવાજને વધુ સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદરૂપ થાય છે. તે ઘોંઘાટભર્યા વાતાવરણમાં, સામેની વ્યક્તિનો અવાજ વધુ સારી રીતે સાંભળવામાં મદદ કરી શકે છે.

ગૂગલે આ એપ ગયા વર્ષે લોન્ચ કરી હતી, ત્યારે તે માત્ર એન્ડ્રોઇડ ૯ વર્ઝનમાં જ ચાલતી હતી. આ વર્ષે તે એન્ડ્રોઇડ ૬ અને ત્યાર પછીનાં વર્ઝન માટે પણ ઉપલબ્ધ થઈ છે.


આ એપ અજમાવી જોવા માટે, ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ (Sound Amplifier, Google LLC) ઇન્સ્ટોલ કરો. એ પછી, ફોનનાં સેટિંગ્સમાં ‘એક્સેસિબિલિટીઝ’ મેનૂ સર્ચ કરો. તેમાં ‘સાઉન્ડ એમ્પ્લિફાયર’ શોધીને તેને ઓન કરો.

એપનો લાભ લેવા માટે તમારે ફોનમાં વાયર્ડ હેડફોન લગાવવા પડશે. એટલું ખાસ યાદ રાખશો કે તમને બરાબર સંભળાતું હોય તો આ એપની અજમાયશ કરશો નહીં, કાનમાં ધાક પડી શકે છે (જાતઅનુભવ છે!).

આ એપ મશીન લર્નિંગની મદદથી, બેકગ્રાઉન્ડ નોઇસ ઘડાટીને, આપણે જે સાંભળવો હોય તે જ અવાજ એમ્પ્લિફાય એટલે કે મોટો કરી આપે છે.

એપ ઓપન કર્યા પછી, તેમાં પ્લે બટન ક્લિક કરો. એપમાં તમે તમારી રીતે સાઉન્ડ, નોઇસ (આજુબાજુનો અવાજ) અને અવાજના સોર્સમાં તમારી રીતે ફેરફાર કરી શકો છો. તમે બંને કાન માટે અલગ અલગ સેટિંગ પણ કરી શકો છો.
તમને કેવું સેટિંગ માફક આવશે એ તમારે જાતે જ થોડા અખતરા કરીને નક્કી કરવું પડશે. સેટિંગ્સ બહુ ઝાઝાં નથી, સરળ છે, પણ દરેક વ્યક્તિ માટે તેની પોતાની અનુકૂળતા મુજબ સેટિંગ જરૂરી છે.

મને પોતાને સાંભળવાની તકલીફ નથી કે હું આ વિષયનો નિષ્ણાત પણ નથી, એટલે એપ ખરેખર ઉપયોગી થશે કે નહીં એ વિશે ખાતરીબદ્ધ રીતે કહી શકું તેમ નથી. તમને ઓછું સંભળાતું હોય છતાં આ એપ ઉપયોગી ન થાય એવું પણ બની શકે.

એપલ અને ગૂગલના પ્લે સ્ટોરમાં આ પ્રકારની બીજી એપ્સ પણ ઉપલબ્ધ છે, પણ ગૂગલ પાસે જે પ્રકારની ટેક્નોલોજી અને ડેટા છે તે જોતાં, આ એપ આશાનું કિરણ ચોક્કસ બની શકે તેમ છે.

વાયર્ડ હેડફોન ફોનમાં કનેક્ટ કરી, એપ ઓપન કરો અને સોર્સમાં ‘વાયર્ડ હેડફોન્સ’નો વિકલ્પ પસંદ કરો.

હવે ‘સાઉન્ડ’ ટેબમાં તમને અનુકૂળ લાગે એ રીતે બૂસ્ટ અને ફાઇન ટ્યુનિંગના વિકલ્પો એડજસ્ટ કરો.

વધારાના અવાજ-નોઇસનું પ્રમાણ કેટલી માત્રમાં ઓછું થાય તેનું સેટિંગ પણ કરી શકાય છે.


 

One Response

  1. Dear Himanshubhai, Dharamshibhai,
    Mazama??
    Zakkash. GOOD application. I have strike in Kanpur.Now happy to hear tv and other dilogs in home.
    Daddu…. Chicago

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!