આપણે આગળ વધી શકીએ છીએ, નવા દરવાજા ખોલી શકીએ છીએ અને નવું કરી શકીએ છીએ, કેમ કે આપણામાં જિજ્ઞાસા છે.
– વોલ્ટ ડિઝની
કોઈ પણ રાષ્ટ્રની સાચી સંપત્તિ તેની પાસે રહેલુ સોનું નહીં, પણ તેના લોકોની બુદ્ધિમતા અને શારીરિક શક્તિમાં સમાયેલી છે.
– ડો. સી. વી. રામન
કેટલીક સલાહ આપુ : જિજ્ઞાસા જીવતી રાખો, બોરિંગ એક્ઝામ્સની તૈયારી કરતા હો ત્યારે પણ. આ એ જ કૂવો છે જેમાંથી અમારા જેવા વિજ્ઞાનીઓને પોષણ અને ઊર્જા મળે છે. ગણિત પણ શીખો. ગણિત કુદરતી ભાષા છે, એટલે આપણે આ ભાષા શીખવી જ રહી.
– મિશિયો કાકુ, અમેરિક વિજ્ઞાની
જે વ્યક્તિ ઘોંઘાટ વચ્ચે પણ સંગીત સાંભળી શકે, અને મોટી સિદ્ધિઓ મેળવી શકે.
– ડો. વિક્રમ સારાભાઈ
મારી સફળતા કોઈ અ કે બ વ્યક્તિ મારા માટે શું વિચારે છે એના પર આધારિત નથી. મારી સફળતા મારા કામ પર જ આધાર રાખશે.
– હોમી ભાભા
સાચી પ્રયોગશાળા આણું મગજ છે, જ્યાં જુદા જુદા ભ્રમ પાછળથી આપણે સત્યના નિયમો બહાર લાવીએ છીએ.
– જગદીશ ચંદ્ર બોઝ
જિજ્ઞાસા એટલે શિક્ષણી મીણબત્તીમાંની વાટ.
– વિલિયમ આર્થર વાર્ડ
વિચારશક્તિ એ જ આપણી ખરી મૂડી હોવી જોઈએ, પછી ભલે તમે જિંદગીમાં ગમે તેટલી ઊંચ-નીચનો સામનો કરો.
– એ.પી.જે. અબ્દુલ કલામ

