(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તપાસો સમયની સમયસૂચકતા

તમારી ઘડિયાળ સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ સામાન્ય રીતે બહુ મુશ્કેલ ગણાય કેમ કે ઘરમાં પાંચ છ ઘડિયાળ હોય તો કઈ ઘડિયાળને સાચી ગણવી અને આપણી ઘડિયાળને કોની સાથે સરખાવીને નક્કી કરવું તે સમયસર છે કે નહીં?

 આ સવાલનો સાચો જવાબ માત્ર એક જ રીતે મળી શકે – આપણી ઘડિયાળને કોઈ અણુ ઘડિયાળ સાથે સરખાવીને. અણુ ઘડિયાળ વિશ્વમાં સમયનો સૌથી સચોટ સ્રોત ગણાય છે, પરંતુ તો સવાલ એ આવી ઊભો રહે કે આપણે અણુ ઘડિયાળ ક્યાં શોધવા જવું?

આનો એક ઉપાય મળી શકે ઈન્ટરનેટ પર time.is  વેબસાઈટ સ્વરૂપે.

આ અનોખી વેબસાઈટ પર જતાં સાઈટના હોમપેજ પર આપણને લોકેશન અનુસાર અણુઘડિયાળ સાથે સરખાવેલો સચોટ સમય જોવા મળે છે. હોમપેજ પર આપણે ઘડિયાળ અને વાર તથા તારીખ જોઈ શકીએ છીએ અને તેની નીચે આપણું લોકેશન આપેલું હોય છે. આ વેબસાઈટ આપણા આઈપી એડ્રેસ પરથી આપણું લોકેશન નક્કી કરે છે, પરંતુ તે ખોટું પણ હોઈ શકે છે. જો તમારા કિસ્સામાં સાઈટ ખોટું લોકેશન બતાવતી હોય (આ સાઇટની ભૂલ નથી) તો મથાળે આપેલા ‘એન્ટર લોકેશન’ના બોક્સમાં ‘ધોરાજી, ગુજરાત, ઈન્ડિયા’ એ રીતે લોકેશન જણાવીને આપણું લોકેશન સેટ કરી શકાય છે. સાઈટ પર આ રીતે આપણે પૃથ્વી પરનાં કુલ ૭૦ લાખ સ્થળોનો જે તે ક્ષણનો સચોટ સમય જાણી શકીએ છીએ.

એ સાથે જે તે સ્થળે સૂર્યોદય અને સૂયર્સ્તિ ક્યારે થશે, એ સ્થળ કયા ટાઈમ ઝોનમાં આવેલું છે, એ સ્થળ પૃથ્વી પર ક્યા અક્ષાંશ અને રેખાંશ પર આવેલું છે, એ સ્થળની વસતી તથા ગૂગલ મેપ પર એ સ્થળ વગેરે બધી માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ.

હવે જો તમે જરા ધ્યાનથી જોશો તો શક્ય છે કે તમારા કમ્પ્યુટર કે મોબાઈલની ઘડિયાળ અને આ સાઈટ પરની ઘડિયાળના સમયમાં ફેરફાર હોઈ શકે છે. એવું હોય તો સાઈટ પર સૌથી ઉપર જ આપણને જાણ કરવામાં આવે છે કે તમારી ઘડિયાળ સાચા સમય કરતાં ૧.૫ સેક્ન્ડ (કે અન્ય સમય) પાછળ કે આગળ છે. તેનું કારણ એ છે કે સાઈટ પર આપણા કમ્પ્યુટરની ઘડિયાળ મુજબ નહીં, પરંતુ અણુ ઘડિયાળ મુજબ આપણે આપેલા સ્થળ પર જે તે ક્ષણે જે સમય હોવો જોઈએ તે દર્શાવે છે.

આ સાઈટ જે સર્વર પર હોસ્ટ કરવામાં આવી છે તેને અણુ ઘડિયાળના સમય સાથે સિન્ક્રોનાઈઝ્ડ કરવામાં આવ્યું છે. બીજી મજાની વાત એ છે કે આ સાઈટ પર દર સેકન્ડે એક વાર નહીં પણ દરેક સેકન્ક્ડના પ્રારંભે સમય અપડેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગની વેબક્લોક અને કેટલીક ઓપરેટિંગ સિસ્ટમની ક્લોક પણ એક સેક્ધડના સમયગાળા દરમિયાન ગમે ત્યારે સમય અપડેટ કરતી હોય છે અને જ્યારે કમ્પ્યુટર બહુ બીઝી હોય ત્યારે આ ઘડિયાળ સચોટ સમય કરતાં આગળ પાછળ થઈ જતી હોય છે.

આ સાઈટ પર આપણે બે સ્થળ વચ્ચેના સમયનો તફાવત પણ સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!