માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ પ્રકારનું લખાણ – પછી તે નાનો પત્ર હોય કે લાંબો રીપોર્ટ – તૈયાર કરતી વખતે વારંવાર એવું તો બનવાનું જ કે આપણે લખાણમાંના કોઈ શબ્દ ડિલીટ કરવાના થાય.
તમે જાણતા જ હશો કે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપણે ટાઇપ કરેલું કંઈ પણ ડિલીટ કરવા માટે બે બટન ઉપયોગી છે – એક બેકસ્પેસ અને બીજું ડિલીટ. બેકસ્પેસથી કર્સરની ડાબી તરફનાં કેરેક્ટર્સ ડિલીટ થાય અને ડિલીટથી કર્સરના જમણી તરફના.
વર્ડમાંના શબ્દો ડિલીટ કરવા માટે જુદા જુદા લોકો જુદી જુદી રીત અપનાવતા હોય છે. કાં તો તમે જે શબ્દ દૂર કરવાનો હોય તેને માઉસ કે એરો કી અને શિફ્ટ કીના કોમ્બિનેશનથી સિલેક્ટ કરીને પછી ડિલીટ કે બેકસ્પેસ બટન પ્રેસ કરતા હો. અથવા, જે તે શબ્દની આગળ કે પાછળ કર્સર મૂકી, વારંવાર ડિલીટ કે બેકસ્પેસ કી પ્રેસ કરવાી કસરત કરવામાં આવે.


જો તમે વર્ડ ડોક્યુમેન્ટે એડિટ કરતી વખતે ફટાફટ શબ્દો ડિલી કરવા માગતા હો તો તેો સહેલો ઉપાય આપે છે કંટ્રોલ કી. કોઈ પણ શબ્દ ડિલીટ કરવા માટે કંટ્રોલ કી બે રીતે ઉપયોગી થાય છે :
- Ctrl+Delete જે શબ્દ ડિલીટ કરવો હોય તેની આગળ કર્સર મૂકીને Ctrl+Delete પ્રેસ કરશો તો તરત જ આખો શબ્દ ડિલીટ થશે.
- Ctrl+Backspace જે શબ્દ ડિલીટ કરવો હોય તેની પાછળ કર્સર મૂકીને Ctrl+Backspace પ્રેસ કરશો તો તરત જ આખો શબ્દ ડિલીટ થશે.
અને હા, આ સુવિધા શબ્દના અમુક ભાગને સુધારવામાં પણ કામ લાગે છે. જેમ કે, તમારે લખવાનું હોય backword પણ તમે ભૂલથી લખ્યું હોય afterword તો આ ભૂલ ઝડપથી સુધારી લેવા માટે પણ આ ફીચર કામ લાગે છે. સાદી રીતે, આપણે afterword શબ્દની વચ્ચે, એટલે કે after પછી કર્સર મૂકી, પાંચ વાર બેકસ્પેસ ક્લિક કરીને after ડિલીટ કરવું પડે. તેના બદલે, Back મૂકી, Ctrl+Backspace પ્રેસ કરતાં તરત after શબ્દ ડિલીટ થશે અને તમે તેને બદલે Back ટાઈપ કરી શકશો.
બીજી એક ખાસ વાત, આપણે આ વાત વર્ડના સંદર્ભમાં લખી છે, પણ તે પાવરપોઇન્ટમાં પણ કામ લાગે છે. એક્સેલમાં, Ctrl+Delete થતું હોવાથી એ ટ્રીક અહીં કામ લાગતી નથી. આ બંને શોર્ટકટ ઇન્ટરનેટ સર્ફિંગ કરતી વખતે બ્રાઉઝરમાં પણ કામ લાગશે!
પહેલી નજરે વાત નાની લાગશે, પણ ફટાફટ કામ કરવામાં આવી નાની નાની સુવિધાઓ જ મોટો ફેર પાડી શકે છે.

