(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“ખુદને શોધવાની કોશિશ કરો’’

હર્ષ નિષાર (ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર)

મારી કોલેજના એક સિનિયર વિદ્યાર્થી ગયા વર્ષે જીએસએ હતા અને એમણે મને આ પ્રોગ્રામ વિશે જણાવ્યું. મારા માટે આ પહેલો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતો, જે બહુ સારો અનુભવ રહ્યો. ઇન્ટરવ્યૂ લેનાર લેડી એકદમ ફ્રેન્ડલી હતાં, આપણે કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હોઈએ એમ જ લાગે. એમણે મને વિવિધ કાલ્પનિક સ્થિતિઓ જણાવી અને પછી એના ઉપાય પૂછ્યા. મેં જનરલ પ્રકારના જવાબ દેવાને બદલે, મારી કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એકદમ સ્પેસિફિક જવાબ આપ્યા. દરેક કોલેજમાં જુદું જુદું સ્ટુડન્ટ કલ્ચર હોય છે.

મારી કોલેજમાં બહુ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં મેં સતત ભાગ લીધો એ મને બહુ ઉપયોગી થયું. ક્વિઝીંગ, ડાન્સિંગ, રાઇટિંગ કે ફૂટબોલ – બધામાં હું ભાગ લઉં છું, જેનાથી મારો વિશ્વાસ વધ્યો છે અને મારું નેટવર્ક પણ વિસ્તર્યુંં છે. ફૂટબોલથી તો હું લીડરશીપના ઘણા બધા પાઠ શીખ્યો છું.

હું બીજા દોસ્તોને એ જ કહીશ કે વધુ ને વધુ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લો અને તમારી જાતને શોધવાની કોશિશ કરો. કોલેજમાં જવું એટલે બીબાંઢાળ શિક્ષણ મેળવીને બહાર નીકળવું એવું નથી. બધું જ તપાસી જુઓ. તમે એટલું બધું શીખશો કે એ બધું જ તમને ખબર પણ ન પડે એ રીતે તમને મદદરુપ થશે.

જીએસએ તરીકે હું ઘણા બધા સરખા સ્વભાવના પણ અલગ અલગ સંસ્કૃતિના લોકોને મળીશ. એક ટીમ તરીકે કેમ કામ કરવું અને ઇવેન્ટ્સ મેનેજ કરવી એ હું શીખીશ. હું આ અનુભવને, મારા સીવીમાં એક સારો મુદ્દો ઉમેરાશે એ રીતે જોતો નથી. મારા માટે, ગૂગલના લોકો સાથે કામ કરવાનો આ એક લર્નિંગ એક્સપીરિયન્સ બનશે.

જેમ કે અમે – આખા દેશના ૨૭૦ જીએસએ – ગોવામાં ચાર દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે એકઠા થવાના છીએ. અમે સૌ એ ચાર દિવસ દરમિયાન, રાત્રે યોજાતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એકબીજા સાથે સંકલન કરીને કામ કરી રહ્યા છીએ. અમે ગુજરાતી જીએસએ ગુજરાતના કલ્ચર વિશે એક પ્રેઝન્ટેશન કરવાના છીએ, જેમાં ગરબા પણ કરીશું!

આની તૈયારી માટે બધી ચર્ચા અમે ઓનલાઇન કરીએ છીએ, અંતરનો કોઈ સવાલ રહ્યો નથી. અમારે કોઈ સ્થાનિક એનજીઓ કે ઉદ્યોગ સાહસિક માટે વેબસાઇટ બનાવવાની છે, એક વડીલને ઇન્ટરનેટ વિશે સમજાવીને તેમનું ઇમેઇલ એકાઉન્ટ ક્રિયેટ કરવાનું છે, દાદા-દાદી કે અન્ય કોઈ વડીલની વાતો વીડિયોમાં કેપ્ચર કરીને યુટ્યૂબ પર મૂકવાની છે. આ બધું જ અમારે ગોવામાં પહેલી ઓગસ્ટે મળતાં પહેલાં કરવાનું છે અને એ પણ અમારી સ્થાનિક ભાષામાં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!