માઇક્રોસોફ્ટ કંપનીને આપણે તેના વિન્ડોઝ કે ઓફિસ પ્રોગ્રામથી જ ઓળખીએ છીએ પણ આ કંપની વિવિધ પ્રકારના કી-બોર્ડ અને અન્ય કમ્પ્યુટર એક્સેસરીઝ પણ બનાવે છે છે. માઇક્રોસોફ્ટે હમણાં યુએસબી કેબલથી પીસી સાથે કનેક્ટ થતા અને વાયરલેસ કી-બોર્ડની નવી રેન્જ લોન્ચ કરી છે.
જેમ કી-બોર્ડમાં વિન્ડોઝ કી પાસેથી ઘણાં કામ લઈ શકાય છે, તેમ નવા કી-બોર્ડમાં જમણી તરફની વિન્ડોઝ કીને સ્થાને ઓફિસ કી મૂકવામાં આવી છે. આ કી અને વિવિધ અન્ય કીના કોમ્બિનેશનમાં પ્રેસ કરીને ઓફિસ પ્રોગ્રામ્સ ઓપન કરી શકાય છે. આ કી-બોર્ડમાં ઇમોજી માટે પણ એક અલગ કી આપવામાં આવી છે.
માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ કી-બોર્ડ કમ્પ્યુટરથી ૩૩ ફૂટ જેટલા અંતર સુધીની મર્યાદામાં ઓપરેટ કરી શકાય છે અને તે ૩ વર્ષ સુધીની બેટરી લાઇફ ધરાવે છે! જોકે આપણે બહુ રાજી થવા જેવું નથી આ નવા કી-બોર્ડની કિંમત રૂપિયા ૫ થી ૬ હજારથી તો શરૂ થાય છે!

