(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોટો ઈ કે રેડએમઆઈ, કયો સ્માર્ટફોન લેવો?

નવો ફોન ખરીદવા માગતા હો, એ પણ ઓછા બજેટમાં વધુ સુવિધાવાળો – તો તમારા માટે મીઠી મૂંઝવણના દિવસો આવ્યા છે. ભારતમાં ખાસ સફળ રહેલા મોટો ઇના નવા વર્ઝન અને ઝિયોમીના રેડએમઆઇ વચ્ચે મોટી સ્પર્ધા છે.

આગળ શું વાંચશો?

  • કેમેરા
  • ઓપરેટિંગ સિસ્ટમ
  • પ્રોસેસર
  • ૪જી
  • તો સરવાળે ચુકાદો શો છે?

આજકાલ માર્કેટમાં સ્માર્ટફોનની ભરમાર છે. એક ફોન વિશે જાણો, સમજો ત્યાં જ એનું જ અપગ્રેડેડ વર્ઝન પણ બજારમાં આવી જતું હોય છે. વળી ફોન ખરીદવાનો હોય ત્યારે ઓછા ખર્ચે વધુમાં વધુ ફિચસ્ર્િ મેળવવાની લાલસા સ્વાભાવિક રીતે સૌ કોઈને હોય છે. આવા સંંજોગોમાં જ્યારે પ્રમાણમાં ઓછી કિંમતમાં અને ખિસ્સાને પરવડે એવા એક નહીં બે અલગ કંપનીના ફોન માર્કેટમાં મુકાય ત્યારે કયો ફોન લેવો તેેના વિશે નાની-મોટી મૂંઝવણ તો રહેવાની જ.

આવું જ કંઈક બન્યું મોટો ઈ (સેેક્ધડ જનરેશન) તથા રેડએમઆઈ ફોનમાં.

મોટો ઈ (સેક્ન્ડ જન.) અને રેડએમઆઈ, બંનેે ફોન રુ. ૬૯૯૯ની કિંમતમાં માર્કેટમાં ઉપલબ્ધ થયા છે. બે જ દિવસની અંદર લોન્ચ થયેલા આ બંને સ્માર્ટફોનમાંથી કોની પસંદગી કરવી એ તમે વિચારતા હો તો મોટો ઈ (સેકન્ડ જનના.)માં ગ્રાહકે થોડી બાંધછોડ કરવાની રહેશે પરંતુ રેડએમઆઈમાં લગભગ શકય એટલી સ્ાુવિધાઓ ઉમેરી દેવામાં આવી છે (દેખાવ અને અનુભવની રીતે). જોકે બેટરીની લાઈફના મામલે મોટો ઈ (સેક્ન્ડ જન.) જરા આગળ રહે છે.

મોટો ઈ (સેકન્ડ જન.) અને રેડએમઆઈ ૨ સ્માર્ટફોનમાં કેમેરા અને ૪જી સપોેર્ટનો મુદ્દો જાણવા જેવો છે કેમ કે આ બાબતે મોટો ઈ (સેકન્ડ જન.) થોડો પાછળ રહે છે.

અહીં આપણે બંનેની વિશેષતાઓ સરખાવીએ જેના આધારે બંને ફોનમાંથી કોની પસંદગી વધુ સારી એ તમે નક્કી કરી શકશો.

કેમેરા

આજકાલ લોકોને સેલ્ફીનો શોખ બરાબર જાગ્યો છે અને ફોનમાં કેમેરા યોગ્ય ન હોય તોે તેમાં નિરાશા મળે છે. મોટો ઇના અગાઉના અવતારમાં કેમેરા ઘણો સાધારણ હતો. તેમાં સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરા નહોતો અને રીયર ફ્લેશની સગવડ પણ નહોતી. મોટો ઇ જેટલી જ કિંમત ધરાવતા બીજા ફોનમાં આ બંને સગવડ જોવા મળતી હતી.

હવે નવા મોટો ઇમાં ૦.૩ એમપીનો ફ્રન્ટ કેમેંરા તો મળ્યો છે, પણ ફ્લેશની સુવિધા હજી નથી. સામે પક્ષે રેડએમઆઇમાં ૨ એમપીનો ફ્રન્ટ કેમેરા અને ફ્લેશ સાથે, ૮ એમપીનો રીયર કેમેરા છે. અલબત્ત, મોટો ઇમાં એચડીઆર મોડમાં ફ્લેશ વિના પણ પ્રમાણમાં સારું રીઝલ્ટ મળે છે.

ઓપરેટિંગ સિસ્ટમ

મોટો ઈ (સેકન્ડ જન.) ફોનની તાકાત તેેના પ્યોર એન્ડ્રોઇડ લોલીપોપ ૫.૦.૨ ઓએસમાં રહેલી છે. જ્યારે રેડએમઆઈ જે એમઆઈયુઆઈ ૬ના આધારે ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ કરે છે તે વાસ્તવમાં એન્ડ્રોઈડ ૪.૪.૪ કિટકેટ વર્ઝનના પ્રકાર આધારિત છે.

કોણ કેટણા પાણીમાં?


પ્રોસેસર

ફોનની ખરી તાકાત ફક્ત ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝનમાં નહીં પણ પ્રોસેસરમાં હોય છે અને તે બાબતમાં જરા રેડએમઆઈ આગળ નીકળી જાય છે. મોટો ઈ (સેકન્ડ જન.)માં ૧.૨ ગીગાહર્ટ્ઝ કવાડ-કોર કવાલકોમ સ્નેપડ્રેગન ૨૦૦ પ્રોસેસર છે તો રેડએમઆઈમાં ૬૪ બિટનું ૧.૨ ગીગાહર્ટ્ઝ કવાલકોમ સ્નેપડ્રેગન ૪૧૦ સીપીયુ છે. જોકે આ બધું યુઝર માટે કેટલું ઉપયોગી છે તેનો આધાર યુઝરના વપરાશ પર છે. જેમ કે કોઈ માત્ર ઈ-મેઇલ્સ્, ફેસબુક, બ્રાઉઝિંગ, સંગીત અથવા તો સામાન્ય ફોટોગ્રાફીનો હેતુ ધરાવતા હોય તો સ્પેક શીટ સાથે તેમને ખાસ લેવાદેવા રહેતી નથી.

૪જી

રેડએમઆઇ ફોન ડ્યુઅલ ૪જી સિમ સપોર્ટ કરે છે, જ્યારે મોટો જી (સેક્ધડ જન.)માં અત્યારે ૪જી સપોર્ટ નથી. જોકે ભારતમાં અત્યારે આમ પણ ૪જી બધે ઉપલબ્ધ નથી અને એ થશે ત્યાં સુધીમાં તો આપણે ફોન બદલવાનો સમય આવી ગયો હશે.

તો સરવાળે ચુકાદો શો છે?

જવાબનો આધાર તમારા માટે કઈ બાબતો વધુ અગત્યની છે તેના પર છે. સ્પેસિફિકેશન્સની રીતે જોઈએ તો રેડ એમઆઇ ચોક્કસ ચઢિયાતો છે, અલબત્ત, તેમાં બધું જ મોટો ઇ (સેક્ધડ જન.) કરતાં થોડું થોડું વધુ છે, બહુ મોટો તફાવત નથી.

મોટો તફાવત એ વાતનો છે કે મોટો ઇ (સેકન઼્ડ જન.) તમે ધારો ત્યારે ખરીદી શકો છો, જ્યારે રેડ એમઆઇ માટે ફ્લિપકાર્ટ પર રજિસ્ટ્રેશન કરીને પછી નસીબ સાથ આપે તો જ એ ફોન તમને મળી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!