(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટુ-સ્ટેપ-વેરિફિકેશનની વિવિધ પદ્ધતિ જાણો

ઓનલાઇન એકાઉન્ટ્સને વધુ સલામત બનાવવા માટે શક્ય હોય ત્યાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આમાં એક મુશ્કેલી છે. 

જો આ પદ્ધતિ ઓન કરતી વખતે આપણે માત્ર એક રીતે વેરિફિકેશન કોડ મેળવવાનું સેટિંગ રાખ્યું હોય અને કોઈ કારણસર એ રીતે વેરિફિકેશન કોડ મેળવી ન શકીએ તો આપણા જ એકાઉન્ટમાં એન્ટર થવું મુશ્કેલ થઈ જાય.

કોઈ વ્યક્તિએ ફેસબુક એકાઉન્ટમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઓન કરી, એસએમએસથી કોડ મેળવવાની પદ્ધતિ સિલેક્ટ કરી હોય, એ પછી તેઓ પરદેશ જાય અને ત્યાં ભારતીય સીમકાર્ડનો ઉપયોગ ન કરતા હોય તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય.

આથી, ટુ-સ્ટેપ-વેરિફિકેશનની સગવડ આપતી દરેક સર્વિસ જુદી જુદી ઘણી રીતે વેરિફિકેશન કોડ મેળવવાના વિકલ્પો આપે છે. જેમ કે ગૂગલમાં એસએમએસ ઉપરાંત, વોઈસ કોલ દ્વારા, ઓથેન્ટિકેશન એપ દ્વારા, આપણા મોબાઇલ નંબર પર પ્રોમ્પ્ટ મેળવીને કે બીજો કોઈ વૈકલ્પિક મોબાઇલ નંબર આપીને તેના પર વેરિફિકેશન કોડ મેળવી શકાય છે. જો આપણે આપેલી પદ્ધતિ કામ ન કરતી હોય (જેમ કે મોબાઇલમાં પ્રોમ્પ્ટ મેળવવાનું સેટિંગ રાખ્યું હોય પરંતુ મોબાઇલમાં ઇન્ટરનેટ કનેકશન ન હોય તો પ્રોમ્પ્ટ આવતો નથી) તો ગૂગલ અન્ય રીતે વેરિફિકેશન કરવાના વિકલ્પો આપે છે. 

આથી દરેક ઓનલાઇન એકાઉન્ટમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઓન કરતી વખતે શક્ય એટલા વધુ વિકલ્પો પસંદ કરવા બહુ જરૂરી છે. દરેક સર્વિસ ઇમરજન્સીમાં કામ લાગે અને ફક્ત એક વાર ઉપયોગમાં લઈ શકાય તેવા દસ કોડ પ્રિન્ટ કરી આપવાની સગવડ આપે છે, તેનો પણ અચૂક લાભ લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!