(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે આવે છે ટેલિગ્રામની ક્રિપ્ટોકરન્સી

… જે કદાચ આ મહિને લોન્ચ થઇ જશે!

આપણી દુનિયા ધીમે ધીમે ‘ક્રિપ્ટોકરન્સી’ તરફ વળી રહી છે! 

હજી હમણાં, જુલાઈ 2019ના અંકમાં આપણે વાત કરી હતી કે ફેસબુક તેની નવી ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. ‘લિબ્રા’ નામના આ નવા ચલણ વિશે આપણે વિગતવાર વાત કરી હતી, ત્યાં હવે સમાચાર આવ્યા છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ ક્ષેત્રે ખાસ્સી લોકપ્રિય અને એટલી જ વિવાદાસ્પદ કંપની ટેલિગ્રામ પણ પોતાની ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. 

છેલ્લા ઘણા સમયથી ટેકનોલોજી જગતમાં ઘણો ગાજતો શબ્દ ‘ક્રિપ્ટોકરન્સી’ હવે તો ઘર ઘરમાં જાણીતો થઈ ગયો છે, પણ તે એક્ઝેક્ટલી શું છે એ વિશે હજી ખાસ્સી ગૂંચવણો છે. 

ક્રિપ્ટોકરન્સી શબ્દની સાથે બીજા બે શબ્દો પણ ખાસ્સા ગાજે છે, એ છે બિટકોઇન અને બ્લોકચેઇન. 

આપણે જાણીએ છીએ કે આખા વિશ્વના જુદા જુદા દેશોની સરકારો પોતપોતાના દેશમાં અલગ અલગ પ્રકારનું ચલણ  ધરાવે છે અને નિર્ધારિત નિયમોને આધારે જુદા જુદા દેશના લોકો અન્ય દેશના ચલણ સાથે પોતાના ચલણની લેવડદેવડ કરીને વૈશ્વિક વ્યવહારો કરી શકે છે. અલબત્ત આ પ્રકારના ચલણ સંપૂર્ણપણે જે તે દેશની સરકાર દ્વારા નિયંત્રિત હોય છે.

વિઝા કે માસ્ટરકાર્ડ અને હવે આપણા પોતાના રૂપે જેવા ક્રેડિટ/ડેબિટ કાર્ડ નેટવર્કની મદદથી તેમ જ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ્સથી દુનિયાના જુદા જુદા છેડાના લોકો નાણાંની લેતીદેતી કરે છે, પણ આખરે એ બધું જ વિવિધ દેશની સરકારોના નિયંત્રણોને આધીન છે.

આ નિયંત્રણો ઘણા પ્રકારના લોકોને ગમતાં નથી. 

આ ‘ઘણા પ્રકાર’ના લોકોમાં, આતંકવાદીઓ અને માફિયા, હેકર્સ ગેંગ અને અન્ય ગેરકાનૂની કામ કરતા લોકોથી માંડીને, ખરેખર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયા ન હોય તે મછતાં કોઈ અંતરાય કે અવરોધ વિના નાણાની હેરફેર કરવા ઇચ્છતા લોકો આવી જાય છે.

આથી, જેમ ઇન્ટરનેટને કોઈ સીમાડા લગભગ નડતા નથી એ જ રીતે કેટલાક ભેજાબાજોએ ચલણને નડતા દેશના સીમાડાઓ ટેકનોલોજીથી દૂર કરવાનું બીડું ઝડપ્યું અને તેમાંથી જન્મ થયો ક્રિપ્ટોકરન્સીનો. ક્રિપ્ટોકરન્સીનો બધો વ્યવહાર ડિજિટલ ટેકનોલોજી આધારિત છે. ક્રિપ્ટોકરન્સી અનેક પ્રકારની હોય છે અને તેમાં સૌથી વધુ જાણીતું નામ બિટકોઈન છે. 


ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડમાં બે પાર્ટી વચ્ચે બેન્ક જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી પરંતુ બ્લોકચેઇન નામની નવી ટેકનોલોજીથી લેવડદેવડના વ્યવહાર જાળવવામાં આવે છે. 

બ્લોકચેઇન ટેકનોલોજી ક્રિપ્ટોકરન્સીના રેકોર્ડ જાળવવા પૂરતી મર્યાદિત નથી, તેના એથી પણ ઘણા વધુ વ્યાપક ઉપયોગ છે. 

પણ અત્યારે આપણે જેની વાત કરવી છે તે છે ટેલિગ્રામની નવી કરન્સી ‘ગ્રામ’ની.

ટેલિગ્રામ કંપનીએ પોતે આ વિશે હજી કોઈ જ ફોડ પાડ્યો નથી, પણ આવી રહેલા સમાચાર મુજબ ત્રણ મોટા ઇન્વેસ્ટર્સે આ માટે રોકાણ કર્યું છે અને રોકાણની શરત એવી છે કે ટેલિગ્રામ 31 ઓક્ટોબર, 2019 સુધીમાં તેની કરન્સીનો પહેલો બેચ લોન્ચ નહીં કરે તો તેને આ માટે મળેલું  1.7 અબજ ડોલરનું રોકાણ તેણે જતું કરવું પડશે.

ફેસબુકે તેની ક્રિપ્ટોકરન્સી માટે કાયદા પાલનનો અભિગમ અપનાવ્યો છે, પણ ટેલિગ્રામે તેની ખાસિયત મુજબ, આખા જગતને શક્ય એટલું અંધારામાં રાખ્યું છે.

ફેસબુક અને ટેલિગ્રામ જેવી કંપનીને લાગે છે કે નવી ટેક્નોલોજીના નવા સમયમાં, નાની નાની રકમની આપલે માટે લોકોએ બેન્કિંગ કે તેના જેવી અન્ય કોઈ વ્યવસ્થાની મદદ લેવાની જરૂર પડવી ન જોઈએ.

ઇન્ટરનેટ પર લીક થયેલા એક દસ્તાવેજમાં, ટેલિગ્રામ તરફથી એવો દાવો થયો છે કે તે આખી દુનિયાના સામાન્ય લોકો પોતાની રોજિંદી જિંદગીમાં જેનો ઉપયોગ કરી શકે એવી સ્ટાન્ડર્ડ ક્રિપ્ટોકરન્સી વિક્સાવવા માગે છે. 

અત્યારે એવી શક્યતા જણાઈ રહી છે કે ટેલિગ્રામ ‘ગ્રામ ડિજિટલ વોલેટ’ લોન્ચ કરશે અને આખા જગતમાં ફેલાયેલા તેના ૨૦-૩૦ કરોડ જેટલા યૂઝર્સને તેનો લાભ આપશે.

જોકે જેમ ફેસબુકનું નામ યૂઝર્સના ડેટાની પ્રાઇવસી માટે ખરડાયેલું છે તેમ ટેલિગ્રામનું નામ કન્ટેન્ટની પાયરસી માટે ખરડાયેલું છે. આ મેસેજિંગ એપ પર લોકો ગૂમનામ રહીને જગત આખાના વિવિધ પ્રકારના પ્રોપ્રાયટરી કન્ટેન્ટની બેફામ આપલે કરી શકે છે. આ મુદ્દે ટેલિગ્રામ કંપની સતત જુદા જુદા દેશોની સરકાર સાથે અથડામણમાં ઉતરે છે. 

ફેસબુકે તેની ક્રિપ્ટોકરન્સી લિબ્રા માટે ડગલે ને પગલે વિવિધ કાયદાના પાલનનો અભિગમ અપનાવ્યો છે અને તેણે અન્ય પ્રતિષ્ઠિત કંપનીઓનો પણ સાથ લઇને લિબ્રા વિશે શક્ય તેટલી પારદર્શકતા બતાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ટેલિગ્રામે તેની ખાસિયત મુજબ ગ્રામ ક્રિપ્ટોકરન્સી વિશે જગતને શક્ય તેટલું અંધારામાં રાખ્યું છે!

એટલું નક્કી છે કે આપણે આવનારા સમયમાં ક્રિપ્ટોકરન્સી શક્ય એટલી વધુ સમજવી પડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!