પહેલવહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટર : ૧૨ મે, ૧૯૪૧
બધા શોધકોના ભાગે એકસરખો જશ હોતો નથી. બાકી જર્મન ઇજનેર કોનરાડ ઝુસ પ્રોગ્રામિંગ કરી શકાય એવું પહેલું કમ્પ્યુટર બનાવવા બદલ આઇટીના ઇતિહાસમાં જાણીતો થઈ ગયો હોત. પણ બીજા વિશ્વયુદ્ધનો સમય, તેમાં ઝુસનું નાઝી જર્મનીમાં હોવું, જર્મની પર બ્રિટન સહિતના દેશોના હુમલામાં બીજી ચીજોની સાથે ઝુસના કમ્પ્યુટર તેમ જ તેને લગતી તમામ સામગ્રી-તસવીરોનું નષ્ટ થવું – આ બધાં પરિબળોને કારણે ૧૯૪૪માં અમેરિકાની ટીમે બનાવેલા કમ્પ્યુટરને પહેલા પ્રોગ્રામેબલ કમ્પ્યુટર તરીકેની માન્યતા મળી. વિશ્વયુદ્ધ પછી આશરે ૧૫ વર્ષે ઝુસે પોતાનું ઝેડ૩ નામ ધરાવતું કમ્પ્યુટર ફરી સર્જીને પોતાનો દાવો સાચો પાડી બતાવ્યો.
ઝુસ અને તેમની કામગીરી વિશેનાં અસંખ્ય દસ્તાવેજો-તસવીરો:http://www.zib.de/zuse/home.php
