એમેઝોન એલેક્ઝા, એપલ સિરી, ગૂગલ આસિસ્ટન્ટ અને માઇક્રોસોફ્ટ કોર્ટના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ (વીએ) તરીકે આપણું કામ સરળ બનાવે છે. જો તમે આવા વીએ ધરાવતા ડિવાઇસનો ઉપયોગ કરતા હો તો વીએને વિવિધ પ્રકારના વોઇસ કમાન્ડ આપીને તેની પાસે જાત ભાતના કામ કરાવી શકો.
અત્યાર સુધી આ બાબતે ખરા ઉપયોગ કરતાં ચર્ચા વધુ હતી, પણ ધીમે ધીમે દરેક કંપની પોતાના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સેવાઓ વિસ્તારતી જાય છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ ભલે અન્ય ઘણા ખરા દેશો કરતાં વધુ હોય, રિલાયન્સ જિઓના મુકેશ અંબાણી જેને નવા અર્થતંત્રનું ઓઇલ ગણાવે છે તે ડેટા આપણા દેશમાં સૌથી સસ્તો છે! ઉપરનો નકશો હાઉમચડોટનેટ નામની વેબસાઇટે તૈયાર કર્યો છે.
ભારત અને તેના જેવો જ રંગ ધરાવતા અન્ય દેશોમાં એક જીબી ડેટાની સરેરાશ કિંમત એક ડોલર કરતાં ઓછી છે. પાકિસ્તાન અને તેના જેવો રંગ ધરાવતા દેશોમાં એકથી ૯.૯૯ ડોલર જેટલી છે. અને યુએસ, કેનેડા વગેરે દેશોમાં ૩૦થી ૪૯.૯૯ ડોલર જેટલી ઊંચી કિંમત એક જીબી ડેટા માટે ચૂકવવી પડે છે. સૌથી ઘેરો રંગ ધરાવતા આફ્રિકાના એક દેશમાં આ કિંમત ૫૦ ડોલર કરતા વધુ છે!
