(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપની નવી હરીફ

વોટ્સએપની નવી હરીફ

એક તરફ ટેલિકોમ કંપનીઓ, ઇન્ટરનેટની મદદથી યુઝર્સને  બિલકુલ મફતમાં મેસેજિંગ અને કોલિંગની સગવડ આપતી વોટ્સએપ અને સ્કાઇપ જેવી ‘ઓવર ધ ટોપ’ સર્વિસીઝથી નારાજ છે, તો બીજી તરફ આ જ કંપનીઓ મોડેમોડેથી પોતે પણ આવી એપ ડેવલપ કરી રહી છે. ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગના ક્ષેત્રે ચાઇનીઝ સહિત વિદેશની કંપનીઓનું રાજ રહ્યું છે, પણ ભારતીય કંપની હાઇક ધીમે ધીમે જોર પકડી રહી છે અને હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે પણ જિયો ચેટ નામે એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોલિંગ એપ લોન્ચ કરી છે.

વોટ્સએપ, લાઇન, હાઇક, વગેરેની વિવિધ સર્વિસના સરવાળા સમી આ એપમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ફ્રી એસએમએસ, વોઇસ અને વીડિયો કોલિંગ, વન-ટુ-વન ચેટ, ગ્રુપ ચેટ વગેરે સગવડ ઉપરાંત, તમારી ફેવરિટ બ્રાન્ડ્સ તરફથી લેટેસ્ટ અપડેટ્સ અને ઓફર્સ મેળવવાની પણ સગવડ છે.

એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેસ એપ વિશે વધુ જાણો અહીંથી : http://www.jiochat.com/

ટેલિકોમ કંપનીઓ વોટ્સએપ જેવી સર્વિસીઝથી શા માટે નારાજ છે અને શા માટે તેના જેવી જ સર્વિસ પોતે લોન્ચ કરી રહી છે, તેનું કારણ સમજવું હોય તો આ ચાર્ટ જુઓ. ઇન્ટરનેટ પર સૌથી વધુ હલચલ મચાવનાર પાંચ સર્વિસ – સ્કાઇપ, ટવીટર, જીમેઇલ, ફેસબુક અને વોટ્સએપ – લોન્ચ થયાના પહેલાં ચાર વર્ષમાં કેટલી ઝડપથી લોકપ્રિય બની એ આ ચાર્ટ દશર્વિે છે. સ્પષ્ટ છે કે વોટ્સએપ સૌથી તેજ ગતિએ આગળ વધીને પહેલાં ચાર વર્ષમાં સૌથી વધુ લોકો સુધી પહોંચી શકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!