(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિવિધ સાઇટ પર પ્રસિદ્ધ થતા નવા કન્ટેન્ટને આપણે તે સાઇટની આરએસએસ ફીડની મદદથી એક જ વેબપેજ પર એક સાથે જોઈ શકીએ છીએ, એ તમે જાણતા જ હશો. સાયબરસફરના એપ્રિલ ૨૦૧૨ અંકમાં આરએસએસ ફીડ અને ગૂગલની રીડર સર્વિસની મદદથી આપણે, આપમેળે અપડેટ થતી પોતાની લાઇબ્રેરી કેવી રીતે બનાવી શકીએ એની પણ વિગતવાર વાત કરી હતી.

આગળ શું વાંચશો?

  • આવે છે સેમસંગની સ્માર્ટવોચ
  • ઈમેજ સર્ચમાં સુવિધાઓ ઉમેરાઈ
  • ઈન્ટરનેટના સર્જકોને એન્જિનિયરિંગના નોબેલ સમાન એવોર્ડ

આ રીડર સર્વિસ હવે બંધ થઈ રહી છે. જુલાઈ ૧, ૨૦૧૩ના દિવસે ગૂગલ રીડર રીટાયર થઈ જશે. કારણ આપતાં ગૂગલ તેના બ્લોગ પર લખે છે કે રીડરનો ઉપયોગ હવે ઘટી રહ્યો છે અને ગૂગલ ઓછી પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન આપવા માગે છે.

જો તમે રીડરના રસિયા હો અને એ બંધ થવાના સમાચારથી તમને દુ:ખ થયું હોય તો એક સારા સમાચાર એ છે કે ફીડલી (feedly.com) નામની એક સર્વિસ પર તમે ટ્રાન્સફર થઈ શકો છો.

ફીડલીમાં એકાઉન્ટ ખોલાવીને કોઈ તકલીફ વિના તમે તમારું વેબવાંચન ચાલુ રાખી શકો છો. અત્યારે ગૂગલ રીડરમાંનાં આપણાં સબસ્ક્રિપ્શન્સ ફીડલીમાં આપોઆપ આવી જાય છે. રીડર બિલકુલ બંધ થયા પછી પણ આપણી વાંચનયાત્રા નિર્વિઘ્ને ચાલુ રહેશે એવો ભરોસો આ સાઇટ આપે છે. ગૂગલ રીડર બંધ થયાના સમાચાર વહેતા થયા પછી ફક્ત બે દિવસમાં પાંચ લાખથી વધુ રીડર યુઝર્સ ફીડલીમાં જોડાઈ ગયા છે અને એપલ સ્ટોરમાં ફ્રી એપ્સ કેટેગરીમાં આ સર્વિસની એપ ટોપ પર પહોંચી ગઈ છે!

બીજી તરફ, ટવીટર પર ચચર્તિા હોટ ટોપિક્સની યાદીમાં પણ આ મુદ્દો પહોંચી ગયો છે. જોવાની વાત એ છે ટવીટર જેવી સર્વિસથી અલગ અલગ સાઇટના અપડેટ્સ મેળવવા સહેલા બની ગયા હોવાથી જ ગૂગલની રીડર સર્વિસ ખાસ ઉપયોગી રહી નથી.

આવે છે સેમસંગની સ્માર્ટવોચ

સ્માર્ટવોચની વાતો હવે હકીકત બને એ દિવસો દૂર લાગતા નથી. સોનીએ એક-બે વર્ષ પહેલાં સ્માર્ટવોચનો ક્ધસેપ્ટ વહેતો કરી દીધો હતો, પણ તેની સ્માર્ટવોચ વાસ્તવમાં એન્ડ્રોઇડ ફોન સાથે કનેક્ટ કરી શકાતા બ્લુટૂથ ડિવાઇસ જેવી જ હતી.

જ્યારે હમણાં સેમસંગના એક એક્ઝિક્યુટિવે એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે તેમની કંપની એવી સ્માર્ટવોચ પર કામ કરી રહી છે, જે પોતે જ એક એન્ડ્રોઇડ ડિવાઇસ હશે. ૫૦૦ x ૫૦૦ પિક્સેલનો ટચ સ્ક્રીન ધરાવતી આ વોચ લગભગ સ્માર્ટફોન જેટલી જ સગવડો ધરાવતી હશે.

આ વર્ષ પૂરું થાય તે પહેલાં જ સેમસંગ સ્માર્ટવોચ લોન્ચ થઈ જાય એવી શક્યતા છે.

ઇમેજ સર્ચમાં નવી સુવિધાઓ ઉમેરાઈ

ફેસબુક પર પોતાની પૂંછડી પકડવા મથતી બિલાડીનું (કે એના જેવું બીજું કોઈ) એનિમેનશન જોવાની મજા પડે છે? આ પ્રકારનાં એનિમેશન જિફ (જીઆઇએફ – ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ) કહેવાય છે. ગૂગલ ઇમેજ સર્ચની મદદથી હવે આવી એનિમેટેડ જિફ ફાઇલ સહેલાઈથી સર્ચ કરી શકાય છે. ગૂગલમાં કોઈ પણ ઇમેજ માટે સર્ચ કરો, સર્ચ બોક્સ નીચેના સર્ચ ટૂલ્સ પર ક્લિક કરો પછી, એની ટાઇપમાં જઈને એનિમેટેડનો વિકલ્પ પસંદ કરો. હવે જે સંખ્યાબંધ ઇમેજીસ જોવા મળે તેમાંથી કોઈ પણ પર ક્લિક કરતાં તે મોટા સ્વરુપમાં જોવા મળશે. અહીં સુધી જે તે ઇમેજ સ્થિર, સ્ટેટિક ઇમેજ સ્વરૂપે જ દેખાશે, થોડી રાહ જોશો તો એ ઇમેજ એનિમેશન સ્વરૂપે જોઈ શકાશે!

ઇમેજ સર્ચની વાત નીકળી છે તો એની સાઇઝ, એની કલર, એની ટાઇપ વગેરે વિકલ્પો પણ તપાસી જોજો. એની કલરમાં નવો ઉમેરાયેલો ટ્રાન્સપરન્ટ વિકલ્પ ખાસ કામ લાગી શકે છે. તમે પાવરપોઇન્ટમાં કોઈ ઇમેજ પ્લેસ કરતી વખતે, જો કલર્ડ બેકગ્રાઉન્ડની ઉપર આવી ઇમેજ પ્લેસ કરતા હશો તો આપણી પસંદ કરેલી ઇમેજમાં વ્હાઇટ બ્રેકગ્રાઉન્ડ હોય તો તે બેકગ્રાઉન્ડ ચોરસ કે લંબચોરસ સફેદ ખોખા જેવું જ રહે છે અને નડે છે. તમે ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડવાળી ઇમેજ મૂકવા માગતા હો તો ગૂગલ ઇમેજીસમાં એ પ્રકારની ઇમેજ પણ હવે સહેલાઈથી શોધી શકાય છે.


ઇન્ટરનેટના સર્જકોને એન્જિનિયરિંગના નોબેલ સમાન એવોર્ડ

ઇન્ટરનેટના સર્જનમાં સિંહફાળો આપનારા પાંચ એન્જિનીયર્સ – રોબર્ટ કાહ્ન, વિન્ટન સર્ફ, માર્ક એન્ડ્રીસેન (ત્રણેય અમેરિકન), લુઇસ પોઝીન (ફ્રેન્ચ) અને ટીમ બર્નર્સ-લી (બ્રિટિશ)ને પહેલી વાર અપાતું ક્વિન એલિઝાબેથ પ્રાઇઝ ફોર એન્જિનીયરિંગ માટે પસંદ કરવામાં આવ્યા.

બ્રિટિશ રાણી એલિઝાબેથ-ટુના નામે શરૂ કરવામાં આવેલ આ ઇનામ એન્જિનીયરિંગના ક્ષેત્રે નોબેલ સમાન ગણાશે એવી એના આયોજકોને આશા છે. નોંધપાત્ર વાત એ છે કે પરંપરાગત એન્જિનીયરિંગ સાથે આઇટી એન્જિનીયરિંગને પણ તેમાં ખાસ મહત્ત્વ અપાયું છે. કાહ્ન, સર્ફ અને પોઝીને ઇન્ટરનેટનું પાયાગત માળખું તૈયાર કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. એન્ડ્રીસીને પહેલું, ખાસ્સું લોકપ્રિય બનેલું મોઝેક નામનું વેબ બ્રાઉઝર બનાવ્યું હતું. જ્યારે બર્નર્સ-લીને વર્લ્ડ વાઇડ વેબના સર્જક ગણવામાં આવે છે. એન્જિનીયરિંગ ક્ષેત્રનું, આ સ્તરનું પહેલવહેલું ઇનામ ઇન્ટરનેટના પાયોનિયર્સને મળે એ માટે પ્રયાસ કરનારા લોકોમાં માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પણ અગ્રેસર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!