(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મારો જીમેઇલનો પાસવર્ડ કેવી રીતે બદલી શકું? જીમેઇલમાંથી એસએમએસ કેવી રીતે થાય?

સવાલ લખી મોકલનારઃ મનહર શુક્લા

જીમેઇલમાં થોડા થોડા સમયે યુઝર ઇન્ટરફએસ બદલાતા હોવાથી પાસવર્ડ ક્યાંથી બદલવો તેની ક્યારેક ગૂંચવણ થય છે.

સામાન્ય રીતે આપણે માનીએ કે સેટિંગ્સમાં જઈને પાસવર્ડ બદલી શકાતો હશે, પણ આપણા જીમેઇલાં યુઝરનેમ અને પાસવર્ડ વાસ્તવમાં આખા ગૂગલમાં આપણા એકાઉન્ટ માટેનાં છે. એટલે જ ગૂગલની  વિવિધ સર્વિસમાં આપણે જીમેઇલના યુઝરનેમ અને પાસવર્ડથી લોગઇન કરી શકીએ છીએ. આથી, જીમેઇલનો પાસવર્ડ બદલવા માટે આપણે ગૂગલમાંના આપણા પ્રોફાઇલમાં જવું પડે.

આ માટે, જીમેઇલમાં લોગઇન થયા પછી ઉપર જમણા ખૂણે દેખાતી તમારી તસવીર (અથવા ચહેરા જેવી આકૃતિ) પર ક્લિક કરી જે બોક્સ ખૂલે તેમાં એકાઉન્ટ પર ક્લિક કરો. હવે જે જે વેબ પેજ ખૂલે તેમાં સિક્યુરિટી પર ક્લિક કરો. હવે જે પેજ ખૂલે તેમાં તમે પાસવર્ડ બદલવાનો વિકલ્પ મળશે.

અહીં જ ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા મળશે. આપણે આ બહુ મહત્ત્વની સુવિધા વિશે ‘સાયબરસફર’ના મે ૨૦૧w૫ના અંક ૧૫માં સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ મેળવી છે.

આ જ પેજ પર આપણે પાસવર્ડ ભૂલી જઈએ તો તેને કેવી રીતે રીકવર કરી શકાય, બીજું કોઈ આપણા એકાઉન્ટ સાથે છેડછાડ કરે તો તેની એલર્ટ કેવી રીતે મેળવી શકાય વગેરેની માહિતી અને તેનાં સેટિંગ પણ આપેલાં છે. તે જરુર તપાસી લેશો. આ પગલાં ન સમજાય તો એફએક્યુ વિભાગ તમારા માટે જ છે!

અને હા, જીમેઇલમાંથી ગૂગલ ચેટ દ્વારા એસએસએમ કરવાની સુવિધા હતી, પણ હવે એ બંધ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!