સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા
વર્ડ ૨૦૦૭ અને ૨૦૧૦માં બે લાઇન વચ્ચે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ હોય છે. આપણે તેને જરુરિયાત મુજબ બદલી શકીએ છીએ, આ રીતે :
- રીબનમાં હોમ ટેબમાં, પેેરેગ્રાફ વિભાગમાં સૌથી નીચે જમણી એરો પર ક્લિક કરી, પેરેગ્રાફનાં સેટિંગ્સનું ડાયલોગ બોક્સ ઓપન કરો.
- અહીં સ્પેસિંગનાં સેટિંગ્સ તપાસો. પેરેગ્રાફની પહેલાં કે પછીની સ્પેસ તેમ જ બે લાઇન વચ્ચેની સ્પેસ અહીંથી સેટ થશે.
- લાઇન સ્પેસિંગમાં ૧.૧૫ જોવા મળે છે તે જરુરિયાત મુજબ બદલો.
- જો નીચે ‘ડિફોલ્ટ’ પર ક્લિક કરશો તો તમામ નવી ફાઇલમાં આ જ પ્રકારનું લાઇન સ્પેસિંગ રહેશે.

