રમતના આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. એથી મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે અને એથી પણ વધુ મુશ્કેલ, ત્યાંથી વિદાય લેવાનું હોય છે. વિવિધ રમતોના મહારથીઓએ તેમની નિવૃત્તિ સમયે અનુભવેલી લાગણી…
૨૪ વર્ષમાં ૨૨ યાર્ડ વચ્ચેની મારી જિંદગી, આખરે એનો અંત આવે છે એ માનવું મુશ્કેલ છે.
– સચીન તેંડુલકર
હું ઝીરોમાં આઉટ થયો એનું મને ઘણું દુ:ખ છે. ફક્ત ચાર રન હું કરી શક્યો હોત તો મારી ૧૦૦ની એવરેજ થઈ જાય. મને ત્યારે એ વાતની ખબર નહોતી અને મને લાગે છે કે ઇંગ્લિશમેનને પણ તેની ખબર નહીં હોય. જો તેમને ખબર હોય તો તેમણે મને ચાર રન લેવા દેવાની ઉદારતા બતાવી હોત.
– ડોન બ્રેડમેન
હું ઘણી વાર નિષ્ફળ ગયો છું, પણ ક્યારેય પ્રયત્નો છોડ્યા નથી. એટલે જ આજે હું દુ:ખ સાથે, છતાં ગૌરવ સાથે વિદાય લઉં છું.
– રાહુલ દ્રવિડ
તમે કોઈ સાચા ખેલાડીને વોલન્ટરી રીટાયર્મેન્ટ જેવી ઓફર કરી શકો નહીં. કુંબલે, દ્રવિડ, લક્ષ્મણ, હું, સચીન કે કોઈ ખેલાડી સાથે તમે એવું કરી શકો નહીં.
– સૌરવ ગાંગૂલી
મારું ફોર્મ અને ફીટનેસ તો કહે છે કે હું હજી રમી શકું, પણ દરેક સારી વાતનો અંત તો અનિવાર્ય છે.
– સ્ટીવ વો
મને લાગે છે કે આ જ સાચો સમય છે. મારી કારકિર્દીમાં હું મેળવી શકું એટલું મેં મેળવી લીધું. હું ચેમ્પિયન તરીકે જવા માગતો હતો.
– ડેવિડ બેકહેમ
હું હજી પણ શ્રેષ્ઠ ડ્રાઇવર્સ સાથે સ્પર્ધા કરી શકાવા જેટલો સક્ષમ છું, પણ કોઈ તબક્કે ગુડબાય કહેવું જરુરી છે – અને એ જ હું આ સીઝનમાં કરવાનો છું. આ વખતે હું કદાચ કાયમ માટે ગુડ બાય કહીશ.
– માઇકલ શુમાકર
સ્કોરબોર્ડ કહે છે કે હું આજે હારી ગયો, પણ મને જે મળ્યું છે એ આ સ્કોરબોર્ડ કહેતું નથી. છેલ્લાં ૨૧ વર્ષમાં મને લોકોનો પ્રેમ મળ્યો છે અને પ્રેરણા મળ્યાં છે, જેના જોરે હું મારી સૌથી નબળી ક્ષણોમાં પણ હું ક્યારેક સફળ થયો છું.
– આંદ્રે અગાસી
મને મારા નિર્ણયનો એકદમ સંતોષ રહેશે અને મને ક્યારેય એનો અફસોસ નહીં થાય. મારી વિદાયમાં પણ મારી અંગત જરૂરિયાતો કરતાં દેશને આગળ રાખવાના મારા આદર્શોને હું અનુસરીશ.
– વીવીએસ લક્ષ્મણ
Source: sports.in.msn.com


