(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા

જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું – આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય શરત છે.

આઇડિયાઝ વર્થ સ્પ્રેડિંગ – અચૂક વિસ્તારવા જેવા વિચારો – બસ, આટલા વિચારના પાયા પર, ૧૯૮૪માં ટેડ નામની એક નોનપ્રોફિટ કંપનીની રચના થઈ.  ટેડ શબ્દ બન્યો ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ અને ડિઝાઇનના ત્રણ પહેલા અક્ષરથી.

ટેડ સંસ્થાએ દર વર્ષે એક કોન્ફરન્સના આયોજનથી શરૂઆત કરી. ધીમે ધીમે તેનો પણ વિસ્તાર થયો. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી, અલગ અલગ ક્ષેત્રના, ખરા અર્થના મહારથીઓને આમંત્રણ આપવામાં આવે છે. આ મહાનુભાવો સામે, તેમને માટે અતિ મહત્ત્વના વિષય પર તેમના જીવનની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી ફક્ત ૧૮ મિનિટની સ્પીચ આપવાનો પડકાર હોય છે.

સાઇટ પર અત્યાર સુધીની કોન્ફરન્સીઝમાં અપાયેલાં શ્રેષ્ઠ પ્રવચનોના ૧૫૦૦ જેટલા વીડિયોેઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સ્ટેજ પર રહેલી વ્યક્તિ અને સામે ઓડિયન્સમાં બેઠેલી તમામ વ્યક્તિઓ લગભગ એક જ સ્તરની હોય એવાં આ અદભુત પ્રવચનોનો લાભ આપણે બિલકુલ મફતમાં લઈ શકીએ છીએ.

www.ted.com સાઇટ પર તમે ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ, ડિઝાઇન, બિઝનેસ, સાયન્સ, કલ્ચર, આર્ટ્સ, ગ્લોબલ ઇસ્યૂઝ વગેરે થીમ પરનાં પ્રવચનો જોઈ-સાંભળી શકો છો. જોકે આ બધું તો અમેરિક્ન્સ માટેનું, અમેરિકન ઈંગ્લિશમાં હોવાનું એવો અફસોસ નહીં કરતા. અહીં ઇન્ફોસિસ અને યુનિક આઇડી ફેમ નંદન નિલેકની ઇન્ડિયન ઇંગ્લિશમાં ભારતના ભાવિ વિશે વાત કરે છે, તો હર્ષ ભોગલે ધ રાઇઝ ઓફ ક્રિકેટની વાત માંડે છે. આપણા ગુજરાતી પ્રણવ મિસ્ત્રી એમનો સિક્સ્થ સેન્સનો અદભુત વિચાર સમજાવતા અહીં હાજર છે. તો અનુપમ મિશ્ર જળવારસાની વાત કરે છે. મલ્લિકા સારાભાઈ અને પ્રો. અનિલ ગુપ્તા પણ અહીં છે. આમાંનાં ઘણાં ખરાં પ્રવચન ૨૦૦૯માં મૈસૂરમાં યોજાયેલી કોન્ફરન્સમાં અપાયેલાં હતાં.

હજી પણ, છેવટે તો બધું ઈંગ્લિશમાં જ ને? એવો નિસાસો નાખતા હો તો સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! ઘણાં પ્રવચનોનો હિન્દી, ગુજરાતી સહિત ૧૦૦થી વધુ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. સાઇટનું નેવિગેશન અને પ્રેઝન્ટેશન સરસ છે, પ્રવચનો જે વાતાવરણમાં, જે રીતે અપાય છે એ પણ ઘણું શીખવે એમ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!