[vc_row][vc_column][vc_column_text]સ્માર્ટફોનમાં આપણું ધ્યાન હવે જુદી જુદી એપ વચ્ચે વહેંચાઈ જતું હોવાથી, ગૂગલ કંપની આપણને ફરી તેના સર્ચ એન્જિન તરફ વાળવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.
આ પ્રયાસો આગળ ધપાવતાં હમણાં ગૂગલે તેની એન્ડ્રોઇડની ગૂગલ એપ અને એન્ડ્રોઇડના ક્રોમ બ્રાઉઝરમાં, આપણે કંઈ પણ સર્ચ કરીએ ત્યારે તેના વીડિયો રિઝલ્ટ્સમાં, જુદા જુદા વીડિયોની ૬ સેકન્ડની ક્લિપ્સ બતાવવાનું શરૂ કર્યું છે.
વીડિયોનું ફક્ત શીર્ષક વાંચીને એ આપણને ઉપયોગી થશે કે નહીં તે આપણે નક્કી ન કરી શકીએ તો આ રીતે ૬ સેકન્ડની નાની ક્લિપ કદાચ મદદરૂપ થઈ શકે. ગૂગલ આખા વીડિયોમાંથી કઈ ૬ સેકન્ડ બતાવશે તે વિશે હજી ખાસ સ્પષ્ટતા નથી.
એ રીતે, સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચ એપમાં ગૂગલના લોગો પર ક્લિક કરશો તો નાનાં નાનાં ઘણાં ટૂલ જોવા મળશે, જે તમને જોઈતી માહિતી શોધવામાં મદદરૂપ થઈ શકે છે. ગૂગલ એકાઉન્ટમાંની તમારી પોતાની વિગતો પણ અહીં સહેલાઈથી મળશે.[/vc_column_text][/vc_column][/vc_row]
