(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે આવે છે નોકિયા ટેબલેટ

શીર્ષક વાંચીને ગૂંચવાયા? બજારમાં તો અત્યારે જ નોકિયા લુમિયા નામનાં ટેબલેટ મળે છે, તો શીર્ષકમાં ‘આવે છે’ કેમ લખ્યું? જવાબ એ છે કે અત્યારે બજારમાં વેચાતાં નોકિયા ટેબલેટ ટેકનિકલી માઇક્રોસોફ્ટ કંપનીનાં છે કેમ કે મૂળ ફિનલેન્ડની કંપની નોકિયાએ માંડ સાત મહિના પહેલાં પોતાનો મોબાઇલ હેન્ડસેટ્સનો બિઝનેસ માઇક્રોસોફ્ટ કંપનીને ૭.૨ અબજ ડોલરમાં વેચી નાખ્યો છે. બંને કંપની વચ્ચેના કરાર મુજબ નોકિયા કંપની ૨૦૧૬ના અંત સુધી નોકિયા બ્રાન્ડનો સ્માર્ટફોન વેચી નહીં શકે અને આવતાં ૧૦ વર્ષ સુધી ફીચર ફોન વેચી શકે તેમ નથી.


એટલે હવે  આ મૂળ નોકિયા કંપનીએ ફરી મોબાઇલ ડિવાઇસીઝ બિઝનેસમાં ઝુકાવ્યું છે, પોતાના મૂળ બ્રાન્ડનેમ સાથે! કંપની તેને પહેલું નોકિયા-બ્રાન્ડેડ એન્ડ્રોઇડ ટેબલેટ ગણાવી રહી છે.

એક સમયે મોબાઇલ માર્કેટમાં ૪૦ ટકા જેટલો હિસ્સા સાથે રાજ કરતી નોકિયા કંપની સ્માર્ટફોનની રેસમાં પાછળ રહી ગઈ અને તેણે પોતાનો બિઝનેસ માઇક્રોસોફ્ટ કંપનીને વેચી નાખ્યો, પરંતુ છેક ૧૮૬૫માં મૂળિયાં ધરાવતી આ કંપની નેટવર્ક ઇક્વિપમેન્ટ અને મેપિંગ સર્વિસીઝના બિઝનેસ સાથે હજી પણ ટેલિકોમ બિઝનેસમાં મોટું નામ છે જ.

હવે આ નોકિયા અદ્દલ આઇપેડ જેવું જ એન્ડ્રોઇડ ટેબલેટ લોન્ચ કરી રહી છે. ચીનમાં ૨૦૧૫ના પહેલા ત્રણ મહિનામાં આ ટેબલેટ સૌથી પહેલાં લોન્ચ થશે, પછી તરત દુનિયાભરમાં લોન્ચ થશે. નોકિયા એનવન નામના આ ટેબલેટમાં એન્ડ્રોઇડ ૫.૦ લોલિપોપ સિસ્ટમ, ૬૪ બીટ, ૨.૩ ગીગાહર્ટ્ઝ એટમ ફોર ક્વોર પ્રોસેસર, ૨જીબી રેમ અને ૩૨ જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ રહેેશે. ૭.૯ ઇંચનું આ ટેબલેટ ૨૦૪૮ x ૧૫૩૬ પિક્સેલનો આઇપીએસ એલઇડી ડિસ્પ્લે અને ગોરિલા ગ્લાસ ૩ પ્રોટેક્ટેડ સ્ક્રીન ધરાવ છે. તેની કિંમત લગભગ રુ. ૧૫૦૦૦ આસપાસ રહેશે. ટેબલેટ લેવાનું વિચારતા હો તો થોડી રાહ જોઈ લેવા જેવી ખરી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!