(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મુંબઈના એક વાચકમિત્ર શ્રી રાજેશભાઈ શાહે વોટ્સએપમાં આ મેસેજ ફોરવર્ડ કર્યો છે, જે શાંતિથી વાંચવા જેવો છે :

“હમણાં મારે મારા એક વડીલ કાકા સાથે બેન્કમાં જવાનું થયું. એમણે કોઈને રૂપિયા મોકલવાના હતા. અમે એક નાનકડા ગામમાં બેન્કની નાની એવી શાખામાં લગભગ એક કલાક સુધી આ માટે મથામણ કરી.

મારાથી રહેવાયું નહીં એટલે મેં કાકાને કહ્યું, “કાકા, તમે ઇન્ટરનેટ બેન્કિંગ કેમ એક્ટિવેટ કરાવી લેતા નથી?

વડીલે સામો સવાલ કર્યો, “એનાથી શું થશે?

મેં કહ્યું, “કેમ, તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી નજીવી વાત માટે બેન્કમાં કલાક વેડફવો નહીં પડે. તમે ઓનલાઇન શોપિંગ પણ કરી શકશો, બધું બહુ સહેલું થઈ જશે!

કાકાએ કહ્યું, ‘પછી મારે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નહીં પડે? બેન્કે પણ આવવું નહીં પડે?

ઉત્સાહમાં આવીને મેં કહ્યું, “બિલકુલ! મેં એમને સમજાવ્યું કે હવે તો કરિયાણું પણ ઓનલાઇન ઓર્ડર કરીને ઘેરબેઠાં મેળવી શકાય છે.

પછી કાકાએ મને જે જવાબ આપ્યો એનાથી હું આભો બની ગયો. મને લાગે છે કે આપણા વડીલો દરેક વાતનું ગજબ સંતુલન જાળવી શકે છે. એ લોકો, આપણે વોટ્સએપ પર મોકલેલા ફોટોગ્રાફ જોઈને ખુશ થાય છે, આપણા આગ્રહથી એમણે નવી ટેક્નોલોજી અપનાવી છે, પણ પોતાના માનવીય સંબંધ ભૂલ્યા નથી.

એમણે મને કહ્યું, “આજે હું આ બેન્કમાં દાખલ થયો પછી મારા ચાર મિત્રોને મળ્યો છું. આ સ્ટાફના લોકો પણ હવે મને બરાબર ઓળખે છે એટલે એમની સાથે પણ વાતો કરી. મારાં સંતાનો મારાથી દૂર રહે છે અને વારતહેવારે મળવા આવે છે, પણ મારી કંપની આ લોકો જ છે.

મને સવારમાં તૈયાર થઈને બેન્કે કે બજારમાં નીકળવું ગમે છે. મારી પાસે પૂરતો સમય છે અને હું સતત લોકોનો જીવંત સાથ ઝંખું છું. બે વર્ષ પહેલાં હું માંદો પડ્યો. બહુ માંદો. હું જેની પાસેથી હંમેશા ફળ ખરીદું છું એ લારીવાળો મને મળવા આવ્યો અને મારી પથારી પાસે બેસીને રડી પડ્યો. એક માણસ દર મહિને મારી પાસે આવીને મારે ભરવાનાં થતાં બિલ અને રકમ લઈ જાય છે અને નજીવો ચાર્જ લઈને બધાં બિલ પોતે ભરી આવે છે. એના માટે આવકનો એ જ એક રસ્તો છે અને નિવૃત્તિમાં એ જ રીતે એ પ્રવૃત્ત રહે છે. થોડા દિવસ પહેલાં, મારી પત્ની સવારે ચાલવા જતી વખતે પડી ગઈ. મારા કરિયાણાવાળાએ એને જોઈ, એ તરત મદદે દોડ્યો અને રીક્ષામાં મારા ઘરે મૂકી ગયો, કારણ કે એને હું ક્યાં રહું છું એ ખબર હતી. હું જો બધું ઓનલાઇન કરવા લાગીશ, તો આ જીવંત ને માનવીય સંપર્ક રહેશે ખરો? મારે શા માટે ફક્ત કમ્પ્યુટરના ટચમાં રહેવું? હું જે લોકોના સંપર્કમાં છું અને જેમની પાસેથી ખરીદી કરું છું એ બધા ફક્ત વસ્તુ વેચતા નથી, મારી સાથે સંબંધ બાંધે છે. બધું ઓનલાઇન કરવામાં આવો સંબંધ મને મળશે?


વાત તો આપણે સૌએ વિચારવા જેવી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!