(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે ફોન સાથે વાત કરો છો?

ઇન્ટરનેટ પર શરુ થઈ રહ્યો છે એક નવો યુગ!

‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, “કોલ હોમ, “શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, “ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, “વ્હેર ઇઝ માય હોટેલ?, “હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, “પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ…
કિન્ડર
ગાર્ડનનાં બાળકોની પેલી ફેવરિટ ગેમ ‘ફાઇન્ડ ધ ઓડ વન આઉટ’ની જેમ, ઉપલાં બધાં વાક્યોમાંથી કયું વાક્ય અલગ તરી આવે છે? જરા ધ્યાનથી વાંચો!

પહેલી નજરે તો, કોઈ બોસ પોતાની સેક્રેટરીને અલગ અલગ સૂચનાઓ આપતા હોય એવું લાગે, પણ એમાં ઓબામા અને એમનાં પત્નીમાં મોટું કોણ છે એવો સવાલ કંઈ બંધબેસતો લાગતો નથી. આવો સવાલ સેક્રેટરીને કદાચ પૂછી તો શકાય પણ એ એની બધી એફિશિયન્સી કામે લગાડે તોય આ ગૂગલી સવાલનો સાચો જવાબ કદાચ આપી ન શકે.

વાસ્તવમાં, આ વાક્ય પણ આજના જમાનામાં ‘ઓડ વન’ – બંસબેસતું ન હોય એવું વાક્ય નથી. ઓફિસના કામકાજને લગતી જુદી જુદી સૂચનાની સાથે આ અને આવા બીજા અનેક સવાલો લોકો હવે પોતાના પર્સનલ આસિસ્ટન્ટને પૂછે છે અને તેના તેમને પરફેક્ટ જવાબ પણ મળે છે – ત્યાં સુધી કે બોસ ઓફિસેથી પરત ફરતા હોય ત્યારે પર્સનલ આસિસ્ટન્ટને પૂછી શકે છે કે ઘરે પહોંચતાં કેટલી વાર લાગશે અને કયા રસ્તે ટ્રાફિક જામ નડશે નહીં?

આ વાતનો જવાબ પણ પર્સનલ આસિસ્ટન્ટ આપશે કેમ કે આજના જમાનામાં ધીમે ધીમે સેક્રેટરીનું સ્થાન વર્ચ્યુઅલ પર્સનલ આસિટન્ટ લઈ રહ્યા છે! વિવિધ કંપનીઓ આપણી રોજબરોજની કેટકેટલીય જરૂરિયાતો માત્ર કહેવાથી સમજી જાય એવા સ્માર્ટ વર્ચ્યુઅલ પર્સનલ આસિટન્ટ ડેવલપ કરી રહી છે.

એપલે કરી શરૂઆત

આ ટ્રેન્ડની શરૂઆત એપલે કરી. આઇફોનમાં સિરી નામની એક એપ સાથે તમે વાત કરી શકો અને એ પણ સામા જવાબ આપે. વાસ્તવમાં આપણે સૌ, થેન્ક્સ ટુ લેટેસ્ટ ડેવલપમેન્ટ્સ ઇન ઇન્ફર્મેશન ટેક્નોલોજી, જેમાં અવાજનો દબદબો છે એવા એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ.

વર્ષો પહેલાં, જ્યારે દૂર-દેશાવરની માહિતી અને મનોરંજન મેળવવા માટેનું એક માત્ર માધ્યમ રેડિયો હતું ત્યારે રેડિયો સિલોન પરથી પ્રસારિત થતો એક કાર્યક્રમ અત્યંત લોકપ્રિય થયો હતો – રેડિયો આર્ટિસ્ટ, એનાઉન્સર અને પ્રોડ્યુસર ગોપાલ શમર્નિો કાર્યક્રમ ‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં!’. ગોપાલ શર્માના અવાજમાં અને એમના કાર્યક્રમમાં પીરસાતી માહિતી અને મનોરંજનનું એવું ખેંચાણ હતું કે લોકો પોતાના કાન દઈને એ કાર્યક્રમ સાંભળતા.

કંઈક એવો જ જમાનો હવે પાછો ફરી રહ્યો છે, પણ હવે વાતમાં રસપ્રદ વળાંક એ છે કે આપણે પોતે નિર્જીવ સ્માર્ટફોન કે કમ્પ્યુટર સાથે વાત કરી શકીએ છીએ અને એ આપણી વાત કે પૂછેલા પ્રશ્ર્નનો પ્રતિસાદ આપી શકે છે, લખીને કે બોલીને!

એપલે આ પ્રકારની સવલત આપતી સિરીની લોકોને ભેટ આપી, પણ શરુઆતમાં એન્ડ્રોઇડમાં આવી કોઈ ધરખમ સવલત નહોતી. પરિણામે, સિરી જેવી સગવડ આપતા ઘણા બધા વિકલ્પો અલગ અલગ કંપનીઓએ વિકસાવ્યા અને એન્ડ્રોઇડ પર એ થર્ડ પાર્ટી એપ તરીકે ઉપલબ્ધ થયા. અલબત્ત દરેકની ક્વોલિટી અલગ અલગ સ્તરની છે.

ફોનમાં આવી કોઈ એક સર્વિસ ડાઉનલોડ કરી લીધા પછી, સામાન્ય રીતે તમે એ એપને સૂચના આપીને ટેક્સ્ટ મેસેજ મોકલી શકો કે આપેલા મેસેજ એપ પાસે વંચાવી શકો છો, તમારા ફોનમાંના કોન્ટેક્ટને ફોન જોડી આપવા સૂચના આપી શકો છો, જે તે સ્થળની ડિરેક્શન પૂછી શકો છો, મ્યુઝિક પ્લે કરાવી શકો, વેધર વિશે જાણી શકો, સોશિયલ મીડિયા પર અપડેટ મૂકવો હોય તો માત્ર બોલીને અપડેટ અપલોડ કરાવી શકો… વગેરે વગેરે.


આ બધામાં આપણી મૌખિક સૂચનાથી સ્માર્ટફોનમાંની એપ કામ કરે છે. પરિણામે આપણી સૂચના સમજવા માટે એ એપ્લિકેશને આપણા ઉચ્ચાર સમજવા જરુ‚રી છે. તકલીફ એ છે કે આ બધી એપ પરદેશમાં ડેવલપ થઈ હોવાથી આપણા ભારતીયોના ઉચ્ચાર અને ભારતીય સ્થળ કે કોન્ટેક્ટમાંની વ્યક્તિનાં નામના ઉચ્ચાર સમજવામાં એપ ગોટાળા કરે છે.

ગૂગલ નાઉની એન્ટ્રી

હવે ગૂગલે પોતે ‘આવાઝ કી બદલતી દુનિયા’ ઝંપલાવ્યું છે અને એ સાથે વર્ચ્યુઅલ પર્સનલ આસિસ્ટન્સનો રણકાર બદલાવા લાગ્યો છે.

ગૂગલે સિરીનો જવાબ વાળવો હોય તેમ ગૂગલ નાઉ સર્વિસ શરૂ કરી. આપણે વારંવાર વાત કરી છે તેમ હવે ગૂગલ આપણા વિશે ઘણું બધું જાણે છે, સ્માર્ટફોનના આવ્યા પછી તો તેમાં ઘણાં નવાં ડાયમેન્શન્સ પણ ઉમેરાયાં છે.

જો તમે ગૂગલની ઘણી ખરી સર્વિસનો ઉપયોગ કરતા હો તો જીમેઇલમાંના આપણા મેઇલ્સ, કેલેન્ડરમાં આપણી ઇવેન્ટ્સ, ગૂગલ પ્લસમાં આપણી પોસ્ટ્સ અને ફોટોઝ, ગૂગલ સર્ચમાં આપણી હિસ્ટ્રી, ગૂગલ વૉલેટમાં આપણી ખરીદીની વિગતો, ગૂગલ મેપ્સ પર આપણું નેવિગેશન વગેરે કેટકેટલું ગૂગલ જાણે જ છે.

આ બધી માહિતીને એકબીજા સાથે સાંકળીને, આપણે જે સમયે અને જે સ્થળે હોઈએ, તેને વત્તા આપણું શેડ્યુઅલ, લોકેશન, વેધર વગેરેનો તાળો મેળવીને ગૂગલ નાઉ આપણને જુદી જુદી માહિતી, અલગ અલગ કાર્ડ સ્વ‚રુપે આપે છે. પરિણામે, જો તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ નાઉ સર્વિસ ઇન્સ્ટોલ કરી હોય તો વખતોવખત ગૂગલ તરફથી તમને ઉપયોગી વિવિધ માહિતી મળતી રહે છે – આ માહિતી ખાસ તમારા માટે ટેઇલર મેઇડ હોય છે!

આખી વાતમાં જબ્બર વળાંક એ છે કે અત્યાર સુધી ગૂગલ મહાભારતના સહદેવની જેમ વર્તતું હતું, આપણે જે પૂછીએ એનો એ જવાબ આપે. ગૂગલ નાઉમાં, આપણે પૂછીએ એનો તો એ જવાબ આપે જ છે, સાથોસાથ આપણા પૂછ્યા પહેલાં, આપણે જે જાણવું જરૂરી હોય એ બધું ગૂગલ નાઉ આપણને સામેથી કહે છે!

‘પોપ્યુલર સાયન્સ’ મેગેઝિને જેને ‘ઇનોવેશન ઓફ ધ યર’ ગણાવી છે એ ગૂગલ નાઉ સર્વિસ એક આખી અલગ કવરસ્ટોરીનો વિષય છે, પણ અત્યારે આપણે સ્માર્ટફોન કે કમ્પ્યુટર સાથે કેવી રીતે વાત કરી શકીએ છીએ એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તો સ્વાગત છે આપનું, અવાજની રોમાંચક દુનિયામાં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!