(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હથેળીમાં તારા બતાવતી એપ!

આગામી કયા દિવસે, કેટલા વાગ્યે અને આકાશમાં કઈ દિશામાં સ્પેસ સ્ટેશન કે સેટેલાઇટ જોવા મળશે એ એકદમ સચોટ રીતે જાણવું હોય તો ઉપયોગી થશે આ એપ : આઇએએસ ડીટેક્ટર

આગળ શું વાંચશો?

  • એપનો મેઈન સ્ક્રીન સમજીએ
  • એપનો રડાર સ્ક્રીન સમજીએ
  • એપનો ડીટેઈલ્સ સ્ક્રીન સમજીએ
  • આ એપના ડેવલપર

ગૂગલ પ્લે સ્ટોરમાં એપ્સની સંખ્યા ૧૪-૧૫ લાખે પહોંચી છે. આટલી બધી એપ હોવા છતાં (કદાચ એટલે જ!) તેમાંથી ખરેખર સારી એપ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું જ છે. પરંતુ સારી એપ કેવી હોઈ શકે અને આજના સમયની જુદી જુદી ટેક્નોલોજીની મદદથી, કોઈ ચોક્કસ બાબતમાં આપણી કેટલી મદદ કરી શકે એ સમજવું હોય તો આ એપ તમારા ટેબલેટ કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવા જેવી છે :

એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ… વગેરે બધા પ્રકારના સ્માર્ટફોન માટે સ્પેસ સ્ટેશન ટ્રેક કરી આપતી આ પ્રકારની સંખ્યાબંધ એપ મળી શકે છે. જેમ કે એન્ડ્રોઇડ પર ‘આઇએસએસ ડિટેક્ટર’ નામની, ફક્ત ચાર એમબીની ફ્રી એપ શોધીને ઇન્સ્ટોલ કરશો તો આ એપ સૌથી પહેલાં આપણું લોકેશન પૂછે છે. એ જણાવતાં, એ હાલમાં સ્પેસ સ્ટેશન ક્યાં છે તે નક્શા પર બતાવે છે અને થોડો સમય લીધા પછી, આપણા સ્થળ મુજબ, નજીકના સમયમાં ક્યારે, કેટલા વાગ્યે સ્પેસ સ્ટેશન દેખાશે એ પણ જણાવે છે.

આ એપમાં કમ્પાસ પણ ઇનબિલ્ટ હોવાથી આપણે અગાશીએ ચઢ્યા પછી દિશા શોધવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી! ટૂંકમાં આ એપ આપણને યોગ્ય સમયે જાણ કરે છે અને સાચી દિશામાં આપણું ધ્યાન દોરે છે.

આ કામ આ એપ કેવી અફલાતૂન રીતે કરે છે એ સમજવા જેવું છે. એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતાં થોડી વાર પછી સ્ક્રીન પર એટલી બધી વિગતો આવશે કે ઘડી ભર તો કશું સમજાશે જ નહીં. એટલે જ આપણે આ એપનાં દરેક પાસાં વિગતવાર સમજીએ.

મેઇન સ્ક્રીન


તમે એપ ડાઉનલોડ કરશો એટલે જો ફોનમાં લોકેશન સેટિંગ્સ ઇનેબલ્ડ નહીં હોય સૌથી પહેલાં આપણું લોકેશન પૂછવામાં આવશે. જો એપને આપણું લોકેશન પહેલેથી ખબર હશે તો Next: 8h 33m 37s એવો કંઇક સમય, આપણું લોકેશન અને તેની નીચે લાંબું લિસ્ટ જોવા મળશે. આ આપણી એપનો મેઇન સ્ક્રીન છે. સમય હવે પછી કેટલા કલાકમાં આપણે અવકાશી ઘટના જોવા મળશે તે દશર્વિે છે.

આપણે તો સ્પેસસ્ટેશન ટ્રેક કરવા માટે આ એપ ડાઉનલોડ કરી છે, પણ તેમાં ઇરિડિયમ નામના સેટેલાઇટ્સ ટ્રેક કરવાની પણ સગવડ છે અને વાત એટલે જ વધુ રસપ્રદ બને છે.

પૃથ્વી પર સેટેલાઇટ ફોન અને અન્ય સાધનોને વોઇસ અને ડેટા કવરેજ આપવા માટે ઇરિડિયમ  કમ્યુનિકેશન્સ નામની એક કંપનીએ પૃથ્વીથી ૭૮૦ કિલોમીટરની ઊંચાઈએ અવકાશમાં ૬૬ સેટેલાટ્સ તરતા મૂક્યા છે. એકબીજા સાથે ક્રોસલિન્ક ધરાવતા આ દરેક સેટેલાઇટ૩ ફ્લેટ એન્ટેના ધરાવતા હોય છે, જેના પરથી પૃથ્વીનાં કિરણો પરાવર્તિત થતાં, તેને પૃથ્વી પરથી આપણે જોઈ શકીએ છીએ!

આપણી એપના મેઇન સ્ક્રીન પર જુદી જુદી પટ્ટી માં હવે પછી નજીકના સમયમાં આપણે ક્યારે ઇરિડિયમ સેટેલાઇટ કે સ્પેસ સ્ટેશન જોઈ શકીશું તે જાણવા મળે છે. આવી દરેક પટ્ટીમાં જોવા મળતી માહિતી સમજીએ.

ઉપરના સ્ક્રીનશોટ મુજબ, બુધવાર, ૨૫ ફેબ્રુઆરીએ (આ લેખ રવિવાર, ૨૧ ફેબ્રુઆરીએ લખાઈ રહ્યો છે). અમદાવાદના આકાશમાંથી આઇએસએસ (સ્પેસ સ્ટેશન) જોઈ શકાશે. જમણી તરફ  બતાવ્યું છે કે સાંજે ૧૯:૦૨:૩૦ વાગ્યાથી ૧૯:૦૭:૫૨ સુધી એટલે કે પાંચેક મિનિટ સુધી સ્પેસ સ્ટેશન દેખાશે. સમયની જમણે સ્પેસ સ્ટેશન ક્ષિતિજથી કેટલા અંશના ખૂણે દેખાશે એ લખેલું છે. તેની બાજુમાંનો વાદળાં વિનાનો ચંદ્ર એ દર્શાવે છે કે એ સમયે હવામાન ચોખ્ખું હશે.


સમય પહેલાંની નાની-મોટી આંખનું ચિહ્ન પણ દૃશ્ય કેટલું સ્પષ્ટ હશે તે બતાવે છે. આઇએસએસ નામની નીચે મેગ -૨.૬ લખ્યું છે તે સ્પેસસ્ટેશનની બ્રાઇટનેસ કેટલી હશે તે દશર્વિે છે. આકાશમાં કોઈ પદાર્થની તેજસ્વીતા કેટલી હશે તે દશર્વિવા માટે મેગ્નિટ્યુડનો ઉપયોગ થાય છે. જેમ મેગ્નિટ્યુડ ઓછા કે વધુ માઇનસમાં તેમ બ્રાઇટનેસ વધુ. સાંજે જે પહેલો તારો દેખાય તેનો મેગ્નિટ્યુડ ૧ જેટલો હોય અને પૂનમની રાતે ચંદ્રનો મેગ્નિટ્યુડ -૧૩ હોય! મતલબ કે -૨.૬ મેગ્નિટ્યુડ સાથે સ્પેસ સ્ટેશન આપણને પ્રમાણમાં સહેલાઈથી દેખાશે.

હવે ઉપલા સ્ક્રીનશોટમાં કદાચ બરાબર નહીં દેખાય, પણ સ્માર્ટફોનના સ્ક્રીન પર સ્પષ્ટ રીતે સૌથી ડાબી તરફ ગ્રીન કે પીળી પટ્ટી જોવા મળશે. ગ્રીનનો અર્થ એ કે આપણને જોવામાં સરળતા રહે તેવી સ્થિતિ હશે. પીળી પટ્ટી બતાવે છે કે વાદળાં કે ઓછી બ્રાઇટનેસને કારણે આપણને કદાચ પૂરી સ્પષ્ટતાથી જોવા ન મળે.

હવે આમાંની કોઈ પણ તારીખ માટે ઇરિડિયમ કે આઇએસએસની પટ્ટી પર ક્લિક કરતાં, આપણે રડાર સ્ક્રીનમાં પહોંચીશું (ટેબલેટમાં મોટો સ્ક્રીન હોવાથી બધું સાથે જોઈ શકાય છે).

રડાર સ્ક્રીન

રડાર સ્ક્રીનમાં એક વર્તુળાકાર બ્લુ રંગની રેખા પર ત્રણ ટપકાં જોવા મળશે. સૌથી તેજસ્વી ટપકું જે તબક્કે સ્પેસ સ્ટેશન પહેલી વાર જોવા મળશે તે બતાવે છે. વચ્ચેનું ટપકું સ્પેસ સ્ટેશન કેટલી ઊંચાઈએ પહોંચશે તે બતાવે છે અને છેલ્લું ઝાંખું ટપકું તે ક્યાં પૃથ્વીના પડછાયામાં કે ક્ષિતિજ પાછળ જશે તે બતાવે છે.

રડારમાં ઉપલા ડાબે ખૂણે સ્પેસ સ્ટેશન દેખાવાને કેટલા દિવસ, કલાક અને મિનિટની વાર છે તે અને જમણા ખૂણે કેટલા સમય માટે જોવા મળશે તે જાણવા મળે છે.

બરાબર એ સમયે ફોનમાં આ એપ ચાલુ કરીને તમે અગાશીએ જશો એટલે રડારમાં જાણે જીવ આવશે! રડારની મધ્યમાંથી નીકળતો કાંટો સ્પેસ સ્ટેશનની દિશામાં નિશાન તાકશે. સ્ટેશન દેખાતું હશે ત્યારે એક પીળું ટપકું બ્લુ રેખા પર ધીમે ધીમે ગતિ કરશે.

રડારની ડાબી તરફ એલિવેશન બતાવતી રેખા છે. તેમાં મોટું ગ્રે ટપકું સ્પેસ સ્ટેશન મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચશે તે બતાવે છે, જ્યારે રંગીન ટપકું આપણા ફોનનું સ્થાન બતાવે છે. તેના પરથી આપણે કેટલા અંશના ખૂણે આકાશમાં જોવાનું છે તેનો અંદાજ મળશે. સ્ટેશન દેખાવાનું શ‚ થશે ત્યારે આ પટ્ટી પર વધુ એક રિંગ જોવા મળશે જે સ્ટેશનનું લોકેશન બતાવશે!

ડીટેઇલ્સ સ્ક્રીન

રડાર પછી ડીટેઇલ્સ સ્ક્રીનમાં જશો તો અહીં નક્શાની ઉપરના ભાગમાં, આપણને જ્યારે સ્પેસ સ્ટેશન જોવા મળશે ત્યારની સ્થિતિ જાણવા મળે છે, જ્યારે નક્શામાં બરાબર આ ક્ષણે સ્પેસ સ્ટેશન પૃથ્વીની ઉપર ક્યાં છે તે જોઈ શકાય છે. નક્શાની નીચે સ્ટેશનના કરન્ટ લોકેશન વિશેની માહિતી છે.

 ‘સાયબરસફર’ ટીમે આ એપ તપાસી ત્યારે ઇરિડિયમ સેટેલાઇટ જોઈ શકાય તેમ હતો. તમે એપના સેટિંગમાં જઈને આપણને નિશ્ર્ચિત સમયે એલર્ટ મળે એવી ગોઠવણ પણ કરી શકાય છે. સેટેલાઇટ ફક્ત ત્રણ સેક્ધડ માટે જોઈ શકાય તેમ હતો, પણ રડાર પર બતાવેલ સ્થળ, ખૂણો અને દિશા મુજબ આકાશમાં નજર માંડી તો ફોનની ઘડિયાળમાં થતું કાઉન્ટ-ડાઉન ઝીરો પર પહોંચ્યું, ફોનમાં એ સૂચવતું બીપ-બીપ થયું (એવું સેટિંગ કરવું પડશે) અને સેટેલાઇટનો ઝબકારો ત્રણેક સેક્ધડ માટે દેખાયો – એ બધું જ બિલકુલ એક સાથે થયું. આકાશમાં કોઈ ઝબકારો ફક્ત ત્રણ સેક્ધડ માટે થવાનો હોય તો એ આવા ફોનમાંના રડાર વિના શોધવો લગભગ અશક્ય છે!

અહીં સુધી આપણે જે વાત કરી એ બધું આ એપમાં બિલકુલ ફ્રી કરી શકાય છે. સો-બસો રુપિયા જેટલી રકમ ખર્ચીને તેમાં વધુ સગવડો ઉમેરી શકાય છે!

આ એપના ડેવલપર

‘સાયબરસફર’એ જ્યારે આ એપના ધ નેધરલેન્ડ્સમાંના ડર્ક રુનાર નામના ડેવલપરનો સંપર્ક કર્યો ત્યારે તેઓ યુરોપની આલ્પ્સ પર્વતમાળામાં સ્કીઇંગ ટ્રીપની મજા માણી રહ્યા હતા. ડર્ક કહે છે કે ચારેક વર્ષ પહેલાં, તેમના એક સાથી કર્મચારીએ એક દિવસ તેમને કહ્યું કે તેમણે નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોયું! ડર્કને પણ સ્ટેશન જોવાની ઇચ્છા થઈ, પણ એમને મદદરુપ થાય એવી કોઈ સારી એપ મળી નહીં.

તેમણે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સ્રોત કામે લગાડીને જાતે જ એક એપ બનાવી અને ત્યારના ગૂગલ માર્કેટમાં અપલોડ કરી. થોડા જ સમયમાં, બીજા પ્રકારના સેટેલાઇટ્સ ટ્રેક કરવામાં મદદરૂપ થાય એવી સુવિધાઓ ઉમેરવાની લોકો વિનંતી કરવા લાગ્યા. ડર્કે આ ચાર વર્ષમાં પોતાની એપની મદદથી જાણીતા સેટેલાઇટ્સ, પ્લેનેટ્સ અને કોમેટ્સ પણ દેખાય એવી વ્યવસ્તા કરી.

ડર્કે આ સિવાય પણ બીજી બે એપ બનાવી છે – બેરિંગ નામની એક એપ એન્ડ્રોઇડ વેરમાં કમ્પાસની સુવિધા આપે છે તો સ્ટારવોચ નામની એપ પણ એન્ડ્રોઇડ વેર માટે છે.

ડર્ક અઠવાડિયામાં ૩ દિવસ બીજાની કંપનીમાં નોકરી કરે છે અને ૩ દિવસ પોતાની કંપની માટે કામ કરે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!