(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટનો ઉપયોગ થાય?

ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ રાખવાની જરૂર શી? આ સવાલનો જવાબ થોડો વિસ્તૃત રીતે જાણીએ અને ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટનો લાભ કઈ રીતે લઈ શકાય એ વિશે પણ વાત કરીએ.

આખી દુનિયામાં દર મહિને એક અબજથી વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાના દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામની પહોંચ જબરજસ્ત છે. એ જ કારણે પોતાની વાત હજારો-લાખો-કરોડો લોકો સુધી પહોંચાડવા માગતા લોકો માટે પણ ઇન્સ્ટાગ્રામ ‘વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ પ્લેટફોર્મ્સ’ છે!

પરંતુ ઇન્સ્ટાગ્રામના યૂઝર્સની એક ખાસિયત છે. આ પ્લેટફોર્મ પર યૂઝર્સ કોઈ એક ચોક્કસ ટોપિક પર ફોકસ કરતા એકાઉન્ટને ફોલો કરવાનું વધુ પસંદ કરે છે. જેમ કે કોઈ એકાઉન્ટમાં કૂકિંગની રેસિપીઝ શેર થતી હોય અને તેની સાથોસાથ બ્યૂટી ટિપ્સ પણ આપવામાં આવતી હોય તો આવા એકાઉન્ટમાં લોકો ખાસ રસ પડતો નથી.

એ જ રીતે, શેરબજાર-મ્યુચ્યુઅલ ફંડ્સની સાથોસાથ ઇન્સ્યોરન્સ વિશેની વાતો પણ શેર કરતા એકાઉન્ટ્સમાં લોકો બહુ રસ બતાવતા નથી. આખી દુનિયામાં સ્પેશિયલાઇઝેશનનો દબદબો છે તો ઇન્સ્ટાગ્રામ પર કેમ નહીં? આથી ઇન્સ્ટા પર ફક્ત એક જ બાબત પર ધારદાર ફોકસ ધરાવતાં એકાઉન્ટ વધુ ઝડપથી પોપ્યુલર થાય છે.

આ જ કારણે ઇન્સ્ટાગ્રામ કંપની લોકોને તેના પ્લેટફોર્મ પર જુદાં જુદાં પાંચ એકાઉન્ટ બનાવવાની સગવડ આપે છે. સારી વાત એ છે કે આપણે ઇન્સ્ટાની એપમાં એક એકાઉન્ટથી લોગઇન હોઇએ ત્યારે બીજા એકાઉન્ટમાં સ્વિચ થવા માટે પહેલા એકાઉન્ટમાંથી લોગઆઉટ થવાની જરૂર નથી.

આપણે ઝડપથી એકાઉન્ટ સ્વિચ કરી શકીએ છીએ.

ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ પહેલું એકાઉન્ટ ક્રિએટ કરવા જેવી જ છે. એ પછી, ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ કનેક્ટ કરવા માટે ઇન્સ્ટા એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને પ્રોફાઇલ પેજ પર જાઓ.

અહીં સૌથી ઉપર તમારા યૂઝરનેમ પર ક્લિક કરો. તમારું એકથી વધુ એકાઉન્ટ નહીં હોય તો નવું એકાઉન્ટ ક્રિએટ કરવાની તક મળશે. નવું એકાઉન્ટ બનાવ્યા પછી, અહીં જ ‘લોગ ઇન ટુ એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ’ પર ક્લિક કરો. તમે અગાઉ ઉમેરેલાં એકાઉન્ટ્સમાંથી જે નવું એકાઉન્ટ કનેક્ટ માગતા હો તેના યૂઝરનેમ અને પાસવર્ડ આપો અને લોગઇન થાઓ.

ઇન્સ્ટાગ્રામમાં વિવિધ એકાઉન્ટ સ્વિચ કરવા માટે  પછી આ જ વિધિ કરવાની છે. એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને પ્રોફાઇલ પેજ પર જાઓ. અહીં તમારા યૂઝરનેમ પર ક્લિક કરો. હવે તમે જે એકાઉન્ટમાં સ્વિચ કરવા માગતા હો તેને પસંદ કરી લો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!