(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમમાં ઉમેરાઈ સ્માર્ટ સુવિધાઓ

ક્રોમ બ્રાઉઝરના એડ્રેસબાર તથા બુકમાર્કમાં કેટલીક ખાસ સુવિધાઓ ઉમેરાઈ છે. આ બધી નાની નાની વાત છે, પણ છે પાવરફુલ.

સાયબરસફરના ગયા (ફેબ્રુઆરી ૨૦૨૪) અંકમાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં હિસ્ટ્રી ડિલીટ કરવાના એક નવા, સહેલા રસ્તા વિશે વાત કરી હતી.

તેની સાથોસાથ, ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરાયેલી કેટલીક નવી સુવિધાઓ વિશે પણ જાણીએ…

સ્માર્ટ ઓટો કમ્પ્લીટ

આપણે કોઈ પણ વેબસાઇટ સુધી પહોંચવા માટે ક્રોમ બ્રાઉઝરના એડ્રેસ બારમાં કંઈક ટાઇપ કરીએ એટલે બ્રાઉઝર તેને ઓટો કમ્પ્લીટ કરી આપે છે. હવે આ ફીચર વધુ સ્માર્ટ બની રહ્યું છે. અત્યાર સુધી આપણે વેબસાઇટના યુઆરએલનો પહેલો શબ્દ સાચો લખીએ તો સિસ્ટમ આખું યુઆરએલ લખી આપતી હતી. હવે વાત બદલાઈ રહી છે. હવેથી આપણે કોઈ વેબસાઇટ માટે અગાઉ સર્ચ કરેલો કોઈ પણ શબ્દ ટાઇપ કરીશું તો સિસ્ટમ સમજી જશે કે આપણે કઈ સાઇટ પર પહોંચવા માગીએ છીએ.

આખી વાત ઉદાહરણ સાથે કહીએ તો આપણે “https://www.google.com/travel/flights.” વેબસાઇટ પર જવું હોય તો અગાઉ google લખીએ તો જ બ્રાઉઝરની સિસ્ટમ આપણી હિસ્ટ્રીના આધારે આ આખું એડ્રેસ સૂચવે તેવી શક્યતા હતી.

પરંતુ  શરૂઆતમાં google હોય તેવી તો ઘણી બધી વેબસાઇટ છે અને આપણે એ બધીની વારંવાર મુલાકાત લીધી હોય. આથી ઓટો કમ્પ્લીટ એડ્રેસની સુવિધા અપૂરતી રહેતી હતી. હવે નવી સગવડ અનુસાર આપણે માત્ર flights ટાઇપ કરીશું તો પણ સિસ્ટમ સમજી જશે કે આપણે ગૂગલની ફ્લાઇટ્સ વેબસાઇટ પર પહોંચવા માગીએ છીએ!

બુકમાર્ક ફોલ્ડર્સમાં સર્ચ

ઇન્ટરનેટમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ ત્યારે ઘણા બધાં વેબપેજ એવાં હોય જેને આપણે ભવિષ્યમાં ફરીથી રીફર કરવા માગીએ. આવાં ઉપયોગી લાગતાં વેબપેજ સાચવી લેવાના ઘણા બધા રસ્તા છે. એમાંનો એક એટલે પોકેટ એપ. આ પાવરફૂલ સર્વિસ વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ.

પરંતુ તમારે ઉપયોગી વેબ એડ્રેસીસ સાચવી લેવા કોઈ સિમ્પલ સગવડ જોઇતી હોય તો બ્રાઉઝરના બુકમાર્ક પણ એ કામ કરી આપે. બધાં બ્રાઉઝરની જેમ ગૂગલ ક્રોમમાં પણ બુકમાર્ક્સ સેવ કરવાની સુવિધા છે અને આપણે જરૂરિયાત અનુસાર જુદા જુદા ફોલ્ડરમાં બુકમાર્ક્સ સેવ કરી શકીએ (જુદા જુદા સબ્જેક્ટના ટોપિક્સ સમજવા માટે ઇન્ટરનેટ સર્ફ કરતા સ્ટુડન્ટ્સે બુકમાર્ક્સનો ખાસ લાભ લેવો જોઇએ).

અત્યાર સુધી આપણે બુકમાર્ક કરેલા વેબપેજ સર્ચ કરવાનો કોઈ સહેલો રસ્તો નહોતો. એ માટે આપણે બુકમાર્ક્સની પેનલ ઓપન કરીને તેમાં બનાવેલાં વિવિધ ફોલ્ડર્સ ફંફોસવા જવું પડે અથવા બુકમાર્ક્સ મેનેજર ઓપન કરીએ તો તેમાં સર્ચની સુવિધા મળે.

હવે આ વાત વધુ સહેલી બની ગઈ છે. હવે ડેસ્કટોપ અને મોબાઇલ બંનેમાં આપણે બ્રાઉઝરના એડ્રેસબારમાંથી જ બુકમાર્ક ફોલ્ડર્સમાં રહેલા પેજિસ સર્ચ કરી શકીશું.

અલબત્ત એ માટે આપણે સર્ચ કરતી વખતે બુકમાર્ક ફોલ્ડરનું નામ લખવું પડશે.


ફરી ઉદાહરણ સાથે વાત કરીએ તો કોઈ સ્ટુડન્ટે Physics નામનું બુકમાર્ક ફોલ્ડર બનાવ્યું હોય તો તે તેમાં સેવ કરેલા પેજિસ શોધવા માટે બ્રાઉઝરના એડ્રેસબારમાં જ Physics શબ્દ સાથે કંઈ પણ સર્ચ કરશે તો ઇન્ટરનેટ પરનાં અન્ય વેબપેજિસ ઉપરાંત એ વિદ્યાર્થીએ પહેલેથી બુકમાર્ક તરીકે સેવ કરેલાં પેજિસ પણ જોવા મળશે.

વાત નાની છે પરંતુ વિવિધ વિષય વિશેના આપણા રિસર્ચને આ સગવડ ઘણી વધુ પાવરફુલ બનાવી શકે છે.

પોપ્યુલર સાઇટ્સ માટે ઓટો સજેશન

આપણે ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ સુધી પહોંચવા માટે એડ્રેસબારમાં એ સાઇટનું નામ લખીએ ત્યારે સામાન્ય રીતે બે વાત બનતી હોય છે. એક, આપણે લખેલા શબ્દો પરથી આપણી હિસ્ટ્રી મુજબ તથા અન્ય લોકો સામાન્ય રીતે જે સર્ચ કરતા હોય તે શબ્દો આપણને પણ સૂચવવામાં આવે. તેની સાથોસાથ બ્રાઉઝરમાંની આપણી હિસ્ટ્રી અનુસાર આપણે, જે શબ્દ ટાઇપ કરી રહ્યા હોઇએ તેના પરથી કોઈ વેબસાઇટનું એડ્રેસ હોય તો સીધું તે એડ્રેસ પણ સૂચવવામાં આવે. જોકે આ બધું એટલું બધું ઝડપથી બનતું હોય છે કે આપણે તેના તરફ ખાસ ધ્યાન આપતા હોતા નથી.

હવે આમાં બારીક તફાવત થયો છે. આપણે એડ્રેસબારમાં જે શબ્દો ટાઇપ કરીએ તેના પરથી કોઈ જાણીતી વેબસાઇટ્સનું યુઆરએલ હોય તો તે સીધું આપણને સૂચવવામાં આવશે પછી ભલે આપણે અગાઉ તેને ક્યારેય સર્ચ કે વિઝિટ કર્યું ન હોય. આપણે એડ્રેસ ટાઇપ કરવામાં ભૂલ કરી હોય તો પણ સાચું એડ્રેસ બતાવવામાં આવશે.

ફરી ઉદાહરણ સાથે વાત કરીએ તો માની લો કે તમે બ્રાઉઝરમાં ક્યારેય ગૂગલ અર્થ વેબસાઇટની મુલાકાત લીધી નથી. તમને કોઈ મિત્રએ એ વેબસાઇટ જોવાનું સૂચન કર્યું. આ વેબસાઇટનું યુઆરએલ https://earth.google.com/ છે પરંતુ તમને તેની ખબર નથી. આથી તમે google ear… જેવું કંઈક સર્ચ કરશો આવે સમયે તમારી એ વેબપેજની કોઈ હિસ્ટ્રી નહીં હોય તો પણ બ્રાઉઝરની સિસ્ટમ સાચું યુઆરએલ સજેસ્ટ કરશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!