(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન ઓર્ડરની એ જ દિવસે ડિલિવરી શરૂ થશે

જો તમે વિવિધ ચીજવસ્તુઓની નિયમિત રીતે ઓનલાઇન ખરીદી કરતા હો તો તમારે માટે ખુશીના સમાચાર છે. એ જ રીતે, તમે વિવિધ ચીજવસ્તુઓની નાની-મોટી દુકાન ધરાવતા હો તો તમારા પેટમાં ફાળ પડે એવી આ વાત છે. ફ્લિપકાર્ટ કંપનીએ હમણાં ‘સેમ ડે ડિલિવરી’ શરૂ કરવાની જાહેરાત કરી છે.

અત્યારે મોટા ભાગે કરિયાણું કે શાકભાજી જેવી ચીજવસ્તુઓની ઓનલાઇન ખરીદી માટેની એપ્સ સેમ ડે ડિલિવરી આપતી હોય છે (હવે આવી એપ્સ કોસ્મેટિક્સની પણ સેમ ડે ડિલિવરી ઓફર કરી રહી છે – દેખીતી રીતે મહિલાઓને આકર્ષવા માટે!). આ પ્રકારની ઘણી ચીજવસ્તુઓ ફક્ત એ જ દિવસે નહીં, ગણતરીની મિનિટોમાં આપણા સુધી પહોંચાડવાની પણ આ એપ્સમાં હરીફાઈ શરૂ થઈ છે.

એમેઝોન જેવી સર્વિસ છેક ૨૦૧૭થી સેમ ડે ડિલિવરી ઓફર કરે છે પરંતુ મોટા ભાગે તે તેની પેઇડ ‘પ્રાઇમ’ સર્વિસ મેળવનારા યૂઝર્સને જ ઉપલબ્ધ હોય છે.

તેની પણ પહેલાં, ફ્લિપકાર્ટે ૨૦૧૪માં સેમ ડે ડિલિવરી શરૂ કરી હતી. ત્યારે એ માટે યૂઝર પાસેથી રૂ. ૨૦૦ જેટલો વધારાનો ડિલિવરી ચાર્જ લેવામાં આવતો હતો. પછી કંપનીએ એ સર્વિસ બંધ કરી હતી.

હવે ફરી રજૂ થયેલી સેમ ડે ડિલિવરીનો ફ્લિપકાર્ટના માત્ર ‘વીઆઇપી’ પેઇડ કસ્ટમર્સને  મળશે કે સૌને મળશે તે વિશે હજી કંપનીએ ફોડ પાડ્યો નથી.

નોંધપાત્ર વાત એ છે કે ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પરથી આપણે મોબાઇલ, ફેશન, બ્યુટીપ્રોડક્ટસ, લાઇફ સ્ટાઇલ, બુક્સ, હોમ એપ્લાયન્સિસ તથા ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય કેટેગરીમાંની પ્રોડક્ટસ ખરીદીશું તો તેને માટે સેમ ડે ડિલિવરીનો લાભ મેળવી શકાશે. શરત માત્ર એટલી કે જે તે દેશે બપોરના ૧ વાગ્યા પહેલાં ઓર્ડર કરેલી ચીજવસ્તુની એ જ દિવસે ડિલિવરી મળી શકશે.

હાલમાં કંપનીએ દેશના માત્ર ૨૦ શહેરમાં સેમ ડે ડિલિવરી સર્વિસ શરૂ કરી છે. તેમાં ગુજરાતમાંથી અમદાવાદ સામેલ છે. નજીકના મહિનાઓમાં આ સર્વિસ અન્ય શહેરોમાં પણ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!