(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હાલની એઆઇ ટેક્નોલોજી ઊર્જાની દૃષ્ટિએ કેટલી ખર્ચાળ છે?

ઓપન એઆઇ કંપનીની ચેટજીપીટી, માઇક્રોસોફ્ટની બિંગ ચેટ, ગૂગલની જેમિનિ, એપલની એપલ ઇન્ટેલિજન્સ, મેટાની મેટા એઆઇ, ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલ કૃત્રિમ, હનુમાન… આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સર્વિસિસની યાદી સતત લંબાતી જાય છે! અહીં લખ્યાં તે બધાં નામ આપણે માટે જાણીતી કંપનીઓએ વિકસાવેલ એઆઇ છે, એ સિવાય એ જ બધા પર આધારિત એઆઇ ટૂલ્સનો પણ રીતસર વિસ્ફોટ થયો છે.

એ ધ્યાનમાં રાખીને હવે આગલું વાક્ય ધ્યાનથી વાંચજો – જ્યારે આપણે ગૂગલ સર્ચ પર જૂની અને જાણીતી રીતે કંઈક સર્ચ કરીએ ત્યારે ૦.૩ વોટ અવર્સ જેટલી ઇલેક્ટ્રિસિટી ખર્ચ થાય છે. તેની સરખામણીમાં ચેટજીપીટીને કંઈક પૂછીએ અને એ તેનો જવાબ આપે એટલામાં ૨.૯ વોટ અવર્સ ઇલેક્ટ્રિસિટી વપરાઈ જાય છે (વોટ અવર એટલે એક કલાક માટે એક વોટ પાવર જાળવવા માટે ખર્ચાતી ઇલેક્ટ્રિસિટી).

આગલું વાક્ય હજુ ધ્યાનથી વાંચો – ગૂગલ પર રોજેરોજ ઓછામાં ઓછી ૯ અબજ વાર સર્ચ થાય છે. જો એ બધી સર્ચ માટે ચેટજીપીટી જેવી એઆઇ સર્વિસનો ઉપયોગ થવા લાગે તો ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કેટલે પહોંચે?

આ સવાલનો જવાબ મેળવવા આપણે કોઈ અંદાજ બાંધવાની જરૂર નથી. સમગ્ર વિશ્વમાં ઊર્જાને સંબંધિત બાબતો પર ધ્યાન આપતી વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એ બાબતે આપણી મદદ કરે છે. આ સંસ્થાએ હમણાં આવતાં બે વર્ષ માટે વિશ્વનો ઊર્જા વપરાશ કેટલો વધશે તેની આગાહી કરી છે. તેમાં પહેલી વાર ઇન્ટરનેટનાં ડેટા સેન્ટર, ક્રિપ્ટોકરન્સી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વપરાતી ઇલેક્ટ્રિસિટીને પણ આવરી લેવામાં આવી છે.

આ સંસ્થાના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૨માં વિશ્વમાં જેટલી ઊર્જાનો વપરાશ થયો તેમાંથી લગભગ બે ટકા ઊર્જા આ બધી બાબતો માટે ખર્ચાઈ હતી. આવતા બે જ વર્ષમાં આ ઉપયોગ બમણો થઈ જવાની સંભાવના છે. એ સમયે જાપાન જેવડા આખેઆખા દેશને જેટલી ઇલેક્ટ્રિસિટી જોઇએ એટલી ફક્ત એઆઇ માટે ખર્ચાવા લાગશે.

ઇન્ટરનેટ અને એઆઇ જેવી બાબતોને વિકસાવવા તથા ચલાવવા ઇલેક્ટ્રિસિટી ઉપરાંત પ્લાસ્ટિક, મેટલ, વાયર્સ, પાણી વગેરે કેટલાંય સંસાધનો ખર્ચાય છે. આ બધી બાબતો આખરે પૃથ્વીનાં મર્યાદિત સંસાધનો પર દબાણ વધારે છે.

હવે પછી કોઈ પણ એઆઇ ચેટબોટ સાથે ચેટિંગ કરો ત્યારે પૃથ્વી અને પર્યાવરણ માટે એ ગપસપ કેટલી મોંઘી પડશે એ પણ થોડું વિચારી લેજો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!