(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે ફાયરફોક્સના એન્ડ્રોઇડ બ્રાઉઝરમાં પણ એડઓન્સ

સ્માર્ટફોનને જે રીતે વિવિધ એપ્સ વધુ સ્માર્ટ બનાવે છે તેમ બ્રાઉઝરમાં પમ ‘એડઓન્સ’ ઉમેરી શકાય છે. હવે એન્ડ્રોઇડમાં પણ એ શક્ય છે.

આપણો સ્માર્ટફોન સ્માર્ટ કેવી રીતે બને છે? સાદો જવાબ આટલો જ – તેમાં ઉમેરી શકાતી સ્માર્ટ એપ્સથી.

આપણે નવો નક્કોર સ્માર્ટફોન ખરીદીએ ત્યારે તેમાં ઓપરેટિંગ સિસ્ટમની સાથોસાથ અમુક એપ પ્રિ-ઇન્સ્ટોલ્ડ આવે. જો એન્ડ્રોઇડનું ટોપ વર્ઝન ધરાવતો સ્માર્ટફોન ખરીદ્યો હોય તો તેમાં ગૂગલની કેટલીક નિશ્ચિત એપ્સ સિવાય લગભગ બીજી કોઈ એપ સામેલ ન હોય.

સામે પક્ષે એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમમાં પોતપોતાની રીતે સુધારા વધારા કરતી કંપનીનો સ્માર્ટફોન આપણે ખરીદ્યો હોય તો તેમાં જરા જુદા પ્રકારના  યૂઝર ઇન્ટરફેસ ઉપરાંત સંખ્યાબંધ એપ્સ પણ પ્રિ-ઇન્સ્ટોલ્ડ મળે. મૂળ મુદ્દો એટલો કે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ તથા બેઝિક એપ્સ ઉપરાંત આપણે ધારીએ તેવી એપ્સ ફોનમાં ઉમેરી શકીએ અને એ રીતે ફોનની ઉપયોગિતા વધારી શકીએ.

બરાબર આ જ કન્સેપ્ટ ઇન્ટરનેટ જેના થકી બ્રાઉઝ કરીએ છીએ એ બ્રાઉઝરને પણ લાગુ પડે છે. જેમ સ્માર્ટફોનમાં વધારાની એપ્સ ઉમેરી શકાય તેમ બ્રાઉઝમાં વધારાના એક્સટેન્શન કે એડોન્સ ઉમેરી શકાય.

પીસીના બ્રાઉઝરમાં એડઓન્સને કારણે ફાયરફોક્સ બ્રાઉઝર ખાસ્સું લોકપ્રિય બન્યું. પછી બધાં બ્રાઉઝરમાં આ સગવડ મળી.

અલબત્ત અત્યાર સુધી – અમુક અપવાદોને બાદ કરતાં – માત્ર ડેસ્કટોપ માટેના બ્રાઉઝરમાં એડોન્સ કે એક્સટેન્શન ઉમેરવાની સુવિધા મળતી હતી.

ડેસ્કટોપ માટેના બ્રાઉઝરમાં શરૂઆતના સમયમાં મોઝિલા ફાયરફોક્સની લોકપ્રિયતા જબરી વધી તેનું કારણ એ જ હતું કે તેમાં આપણે જાતભાતના એક્સટેન્શન ઉમેરી શકતા હતા. એ પછી ગૂગલનું ક્રોમ બ્રાઉઝર આવ્યું અને તેમાં પણ એક્સટેન્શન ઉમેરવાની સુવિધા મળી.

એડોન કે એક્સટેન્શનનો મૂળ કન્સેપ્ટ એ છે કે બ્રાઉઝર કે કોઈ પણ બ્રાઉઝરનો કરોડો લોકો ઉપયોગ કરતા હોય ત્યારે દરેકની જરૂરિયાત સંતોષાય તેવાં બધાં ફીચર બ્રાઉઝરમાં પહેલેથી સામેલ કરી શકાય નહીં (સ્માર્ટફોનની જેમ જ). આથી મૂળ બ્રાઉઝરમાં અમુક પાયાનાં ફીચર્સ ઉમેરવામાં આવે અને પછી લોકો તેમની જરૂરિયાત મુજબ થર્ડ પાર્ટી એપ્સ જેવાં એક્સટેન્શન ઉમેરી શકે તેવું મોડેલ અપનાવવામાં આવે.

આ બધું અત્યાર સુધી ડેસ્કટોપ માટેના બ્રાઉઝરને લાગુ થતું  હતું. સ્માર્ટફોનમાં જુદી જુદી એપ ઉમેરી શકાય પરંતુ ફોનના બ્રાઉઝરમાં વધારાના એક્સટેન્શન ઉમેરવાની સગવડ મળતી નહોતી.

ફાયરફોક્સે તેમાં પણ નવો ચીલો ચાતર્યો. કંપનીએ એન્ડ્રોઇડ માટેના ફાયરફોક્સ બ્રાઉઝરમાં એક્સટેન્શન ઉમેરવાની સગવડ આપવાનું શરૂ કર્યું. જોકે અત્યાર સુધી કંપનીએ ફક્ત ખરેખર મોબાઇલ ફ્રેન્ડલી હોય માત્ર તેવાં અમુક એક્સટેન્શન એન્ડ્રોઇડ માટેના ફાયરફોક્સ બ્રાઉઝરમાં ઉમેરવાની સગવડ આપી હતી.

હવે વાત બદલાઈ રહી છે.


આખરે ફાયરફોક્સે તેના એન્ડ્રોઇડ બ્રાઉઝરમાં થર્ડ પાર્ટી એક્સટેન્શનને સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. અત્યારે આપણે આવા ૪૫૦ જેટલા એક્સટેન્શનમાંથી ઇચ્છીએ તે એન્ડ્રોઇડના ફાયરફોક્સ બ્રાઉઝરમાં ઉમેરી શકીએ છીએ. આ સંખ્યા હજી વધવાની શક્યતા છે.

જોકે તમને જાણીને નવાઈ લાગશે કે બ્રાઉઝર વોરમાં ગૂગલ ક્રોમે ફાયરફોક્સને સાવ ચિત કરી દીધેલ છે. નવેમ્બર ૨૦૨૩ના આંકડા મુજબ ગ્લોબલ મોબાઇલ બ્રાઉઝર માર્કેટમાં લગભગ ૬૫ ટકા લોકો ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. જ્યારે ફાયરફોક્સનો ઉપયોગ માંડ ૦.૫૧ ટકા લોકો કરે છે. 

હવે એન્ડ્રોઇડ માટેના બ્રાઉઝરમાં પણ ફાયરફોક્સે એડઓન્સ આપવાની શરૂઆત કરી છે. જોકે ક્રોમની હરીફાઇ તીવ્ર છે.

બીજી તરફ અત્યારે ગૂગલ ક્રોમના એન્ડ્રોઇડ બ્રાઉઝરમાં એડોન ઉમેરવાની સુવિધા નથી. જો તમે થોડા ટેકસેવી હો તો તમે જાણતા જ હશો કે આપણે બ્રાઉઝરમાં એડ બ્લોકિંગ એડોન ઉમેરીને વિવિધ વેબસાઇટ્સ પર જોવા મળતી વધુ પડતી જાહેરાતોને બ્લોક કરી શકીએ છીએ. એડ બ્લોકિંગ એડોન ગૂગલની જાહેરાતની આવક પર સીધેસીધી કાતર ફેરવે છે. આ કારણે ગૂગલ તેના મોબાઇલ માટેના બ્રાઉઝરમાં એડોન્સને સપોર્ટ કરતાં ખચકાય છે. ફાયરફોક્સ કંપની આ જ વાતનો લાભ લઇને મોબાઇલ માટેના બ્રાઉઝરમાં પોતાનો શેર વધારવાની કોશિશ કરી રહી છે.

 તમે લેમર બ્રાઉઝર કે કિવી બ્રાઉઝરનાં નામ સાંભળ્યાં નહીં હોય પરંતુ આ બંને બ્રાઉઝર તેના મોબાઇલ વર્ઝનમાં એડોન ઉમેરવાની સગવડ આપે છે. જાણીતી કંપનીની વાત કરીએ તો સેમસંગ તેના મોબાઇલ માટેના ઇન્ટરનેટ બ્રાઉઝરમાં એક્સટેન્શન સપોર્ટ કરે છે પરંતુ તેની સંખ્યા બહુ મર્યાદિત છે.

થર્ડ પાર્ટી એક્સટેન્શન્સથી પીસી માટેના ફાયરફોક્સ બ્રાઉઝરની લોકપ્રિયતા બહુ વધી હતી. એ જ વાતનું પુનરાવર્તન મોબાઇલ માટેના બ્રાઉઝરમાં થશે કે કેમ એ જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!