(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે ગૂગલ મેપ્સ એપ્સમાં મળશે વધુ કંટ્રોલ

તમે ગૂગલ મેપ્સનો તો ઉપયોગ કરતા હશો પરંતુ ક્યારેય તેના સેટિંગ્સમાં ‘યોર ટાઇમલાઇન’ ફીચર તપાસ્યું છે? જો તપાસ્યું હશે તો તમને હળવો આંચકો લાગ્યો હશે.

ગૂગલ મેપ્સ આપણે જે કોઈ રૂટ પર મુસાફરી કરી હોય તેનો ઝીણવટભર્યો રેકોર્ડ જાળવે છે. આપણે ગૂગલ મેપ્સમાં લોકેશન હિસ્ટ્રી ઓન રાખીને ગૂગલ એકાઉન્ટથી લોગઇન હોઇએ તો આવું શક્ય બને છે (જોકે બાય ડિફોલ્ટ લોકેશન હિસ્ટ્રી ઓફ હોય છે, પરંતુ મોટા ભાગના યૂઝરની જેમ તમે તેને ક્યારેક ને ક્યારેક ઓન કરી દીધી હશે).

આ કારણે ગૂગલ આપણી તમામ મૂવમેન્ટની હિસ્ટ્રી ક્લાઉડમાં જાળવી રાખે છે. અલબત્ત કંપની કહે છે કે આપણો આ ડેટા એનક્રિપ્ટેડ હોય છે અને આપણા સિવાય અન્ય કોઈ જોઈ શકતું નથી.

હવે ગૂગલે આ બાબતે આપણને હજી વધુ કંટ્રોલ આપવાની શરૂઆત કરી છે. એ પછી આપણે ઇચ્છીએ તો પોતાની ટાઇમલાઇન ક્લાઉડને બદલે પોતાના જ ડિવાઇસમાં સેવ કરી શકીશું. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો ટાઇમલાઇનની તમામ અથવા અમુક ઇન્ફર્મેશન ડિલીટ કરી શકીશું અને લોકેશન હિસ્ટ્રીની ટાઇમલાઇન જાળવવાનુંં સંપૂર્ણપણે બંધ પણ કરી શકીશું.

હજી વધુ એક ફેરફાર પણ આવી રહ્યો છે. અગાઉ આપણે મેપ્સમાં એવું સેટિંગ કરી શકતા હતા કે અમુક નિશ્ચિત સમય પછી આપણી લોકેશન હિસ્ટ્રી આપોઆપ ડિલીટ થાય. અગાઉ આ સમય મર્યાદા ૧૮ મહિનાની હતી. મતલબ કે ૧૮ મહિના સુધીનો ડેટા ટાઇમલાઇનમાં જળવાઈ રહેતો હતો. હવે તેને ઘટાડીને ત્રણ મહિનાનો કરવામાં આવી રહ્યો છે.

તેની સાથોસાથ કોઈ ચોક્કસ લોકેશનની આપણી બધી એક્ટિવિટી આપણે ડિલીટ કરવા માગતા હોઇએ તો એમ પણ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!