(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે કેબ-એપમાં પણ ભાવતાલની રકઝકની મજા!

ભારતનાં શહેરોમાં કેબનાં ભાડાં વધી રહ્યાં છે ત્યારે ઉબરમાં એક નવા પ્રકારનું ફીચર આવી રહ્યું છે - બાર્ગેનિંગ કરો!

અમદાવાદનું લો ગાર્ડન માર્કેટ બાર્ગેનિંગ માટે બહુ જાણીતું છે. આ માર્કેટમાં તમે ખરીદી કરવા નીકળો અને અહીંની રીતરસમથી વાકેફ હો તો વેપારી તમને પહેલે ધડાકે કોઈ વસ્તુની જે કિંમત કહે તેના કરતાં ૪૦-૫૦ ટકા જેટલા ઓછા ભાવે તમે એ જ વસ્તુ ખરીદી શકો!

લો ગાર્ડન માર્કેટનું તો ફક્ત એક ઉદાહરણ આપ્યું. આપણે ભારતીયોની માનસિકતા જાણતા બધાં ઓનલાઇન કે ઓફલાઇન માર્કેટમાં પહેલાં વસ્તુની ઊંચી કિંમત કહીને પછી ઓછી કિંમતે એ જ વસ્તુ આપવાનું વ્યાપક ચલણ છે. જો ગ્રાહક પહેલાં કહેલી ઊંચી કિંમતે કોઈ રકઝક વિના વસ્તુ ખરીદી લે તો વેપારીનો ફાયદો અને રકઝક પછી વસ્તુ વેપારીની ધારેલી કિંમતે વેચાય તો વેપારીને પણ ફાયદો અને ગ્રાહકને ઓછી કિંમત ચૂકવ્યાનો સંતોષ મળે!

એપમાં મોટા ભાગે ડાયનેમિક પ્રાઇસ હોય છે. કોઈ રુટ પર કેબની ડિમાન્ડ જેમ વધુ તેમ તેનાં ભાડાં પણ વધતાં જાય, જોકે હવે વાત બદલાશે.

આવું જ કંઈક હવે ઓનલાઇન કેબ એપ્સમાં બની રહ્યું છે. અત્યાર સુધી આવી એપમાં ડાયનેમિક પ્રાઇસનું ચલણ રહ્યું છે. એટલે કે આપણે કોઈ એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે એપ પર કેબ બુક કરવાનો પ્રયાસ કરીએ ત્યારે એ રૂટ પર જવા માટે કેટલા લોકો કેબ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેની સામે કેટલી કેબ ઉપલબ્ધ છે એ બંને વાતનો તાળો મેળવીને એપ ભાવમાં વધઘટ કરે છે.

આ કારણે જાણીતા રૂટ પર મોટા ભાગે આપણે ઊંચી કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડે.

હવે આમાં એક ફેરફાર આવી રહ્યો છે. ઉબર કંપની ભારતનાં કેટલાંક શહેરોમાં ‘ઉબર ફ્લેક્સ’ નામે એક ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરની મદદથી આપણે કેબ બુક કરતી વખતે આપણી પસંદગી અનુસારનો ફેર નક્કી કરી શકીશું.

બેઝિકલી આપણે જ્યારે કોઈ ચોક્કસ રૂટ પર કેબ બુક કરવાનો પ્રયાસ કરીશું ત્યારે હાલના ડાયનેમિક પ્રાઇસિંગને બદલે એપમાં આપણને નવ અલગ અલગ પ્રકારના પ્રાઇસિંગ ઓપ્શન જોવા મળશે.

તેમાંથી કોઈ એક ડિફોલ્ટ કે ઇનિશિયલ પ્રાઇસિંગ તરીકે સેટ થયેલ હશે. આપણે ભાડાના ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરી શકીશું.

આપણે પસંદ કરેલો ઓપ્શન આપણી નજીકના કેબ ડ્રાઇવર્સને શેર કરવામાં આવશે. આ બધા ડ્રાઇવર્સમાંથી કોઈ ડ્રાઇવર ઇચ્છે તો આપણે ઓફર કરેલી પ્રાઇસ સ્વીકારી શકે છે અથવા નકારી પણ શકે છે.

જો કોઈ ડ્રાઇવર આપણે ઓફર કરેલી પ્રાઇસ સ્વીકારવા તૈયાર ન હોય તો પછી આપણે પ્રાઇસનો વિકલ્પ બદલીને ઊંચી પ્રાઇસનો વિકલ્પ પસંદ કરવો પડશે. આપણે કેશ અથવા ડિજિટલ પેમેન્ટ બંને માટે કોઈ પણ રીતે રાઇડ માટે પેમેન્ટ કરી શકીશું.

હાલમાં ભારતના ઔરંગાબાદ, અજમેર, દહેરાદૃૂન, ગ્વાલિયર, ઇન્દોર, જોધપુર તથા સુરતમાં ઉબર ફ્લેક્સ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં કંપની દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરમાં પણ તેનુ ટેસ્ટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.


જોકે ભારત માટે એપ કેબમાં ફ્લેક્સિબલ પ્રાઇસિંગ એ સાવ નવી વાત નથી. ‘ઇનડ્રાઇવ’ નામની એક અમેરિકન કંપની ભારતનાં ઘણાં બધાં શહેરોમાં એપ કેબ ઓફર કરે છે અને તે આ જ પ્રકારે યૂઝરને પોતાની પસંદગીનું ફેર નક્કી કરવાની તક આપે છે. ઇનડ્રાઇવ એપનો ઉપયોગ કરતા લોકોનો અનુભવ છે કે આ સર્વિસ ભારતની અન્ય એપ કેબ સર્વિસની સરખામણીમાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ ટકા જેટલી સસ્તી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!