(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્નિપિંગ ટૂલમાં હવે આવે છે ડેટા ટેબલ કેપ્ચર કરવાની સુવિધા

તમારે કમ્પ્યૂટરના સ્ક્રીન પર દેખાતી વિવિધ બાબતોના સ્ક્રીનશોટ લેવાના થતા હોય તો તમે ‘શેરેક્સ’ (https://getsharex.com/) જેવી ફ્રી અને ઓપનસોર્સ એપ્લિકેશનથી પરિચિત હશો (તેના વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ).

આ ઉપરાંત માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ‘સ્નિપિંગ ટૂલ’ (Snipping tool) નામે એક સુવિધા છે. આ ટૂલની મદદથી પણ આપણે સ્ક્રીનના વિવિધ ભાગ કેપ્ચર કરી શકીએ છીએ. આ ટૂલમાં એક નવી વિશેષતા ઉમેરાઈ રહી છે. ટૂંક સમયમાં આપણે આ ટૂલની મદદથી સ્કીન પર દેખાતા કોઈ ટેબલનો સ્ક્રીનશોટ લઈ શકીશું અને પછી તેને એડિટ થઈ શકે તેવા ટેબલ તરીકે કોપી કરી શકીશું!

મતલબ કે આપણે પીસીમાં બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટ સર્ચ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેજ પરનું કોઈ ડેટા ટેબલ આપણને ઉપયોગી લાગે તો તેને સાચવી લેવા માટે આપણે આટલું જ કરવાનું રહેશે – કમ્પ્યૂટરમાં સ્નિપિંગ ટૂલ ઓપન કરવાનું, તેની મદદથી ટેબલનો સ્ક્રીનશોટ લેવાનો. એ પછી ‘ટેકસ્ટ એકશન’ એવું એક બટન જોવા મળે તેને ક્લિક કરવાનું અને ‘કોપી એઝ ટેબલ’નો વિકલ્પ પસંદ કરવાનો. આટલું કરતાં સ્નિપિંગ ટૂલ સ્ક્રીનશોટમાંના બધા ડેટાને યોગ્ય રીતે કોપી કરશે.

આ ડેટાને આપણે એક્સેલ કે ગૂગલ શીટ જેવા ટેબલ પ્રોસેસ કરી શકે તેવા પ્રોગ્રામમાં પેસ્ટ કરી શકીશું. આથી ઇમેજમાંનો બધો ડેટા એડિટ કરી શકાય તેવા ટેબલમાં ફેરવાઇ જશે. હાલમાં આ ફીચર સ્ક્રીનશોટમાં ફક્ત એક ટેબલ કેપ્ચર થયું હોય ત્યારે યોગ્ય રીતે કામ કરે છે.

અલબત્ત એ ધ્યાનમાં રાખશો કે અત્યારે આ ફીચર હજુ વિન્ડોઝ ઇનસાઇડર પ્રોગ્રામના યૂઝર્સ કે અન્ય ખાસ કેટેગરીના યૂઝર્સ માટે લોન્ચ થયું છે. સરેરાશ યૂઝર્સને તેનો લાભ મળતાં થોડી વાર લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!