(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સતત નોલેજ વધારવા માટે…

ઇન્ટરનેટ પર પોતાની મરજી ચલાવીને, જે ગમે એ જ જોવા-વાંચવાની રીત

સાયબરસફરના લેખક-સંપાદક તરીકે હું ઘણી વાર મિત્રો-વાચકોને કહેતો હોઉં છું કે માત્ર ફોનમાં માત્ર બે જ એપ રાખવાની જગ્યા હોય, તો હું એ બે એપ તરીકે પસંદ કરું ફીડલી (https://feedly.com/) અને પોકેટ (https://getpocket.com/). 

ઓફકોર્સ, બીજી કેટલીય એપ મહત્ત્વની અને બહુ ઉપયોગી હોય, પણ મને લાગે છે કે ખાસ કરીને નવું નવું જાણવા માટે, ‘નોલેજ પાવર’ મેળવવા માટે સ્માર્ટફોન અત્યંત ઉપયોગી છે અને એ કામમાં સૌથી ઉપયોગી થઈ શકે આ બે એપ (અથવા એમના જ કન્સેપ્ટ પર કામ કરતી  બીજી કોઈ  પણ એપ).

તો, આ બંને એપ વિશે તો આપણે ‘સાયબરસફર‘માં ઘણાં વર્ષ પહેલાં કવર સ્ટોરી કરી ચૂક્યા છીએ, પણ એમનું મહત્ત્વ જોતાં, અહીં થોડું પુનરાવર્તન કરીએ.

ખાસ તો, એ બંને એપ કયા કન્સેપ્ટ પર કામ કરે છે, એ સમજીએ.

 ફીડલીનો કન્સેપ્ટ

આ એપનો કન્સેપ્ટ બહુ સાદો છે – ઇન્ટરનેટ પર આપણે શું જોવું છે તે નક્કી કરવામાં અને પછી એ જ જોવામાં આપણને મદદ કરવી.

અત્યારના ઇન્ટરનેટના બે પ્રોબ્લેમ છે. એક, તેના પરઇન્ફર્મેશનનો ઓવરલોડ છે (શું સાચું ને શું ખોટું એ નક્કી કરવું એ પણ મોટો પ્રોબ્લેમ). બીજો પ્રોબ્લેમ એ, કે આપણે શું જોવું જોઈએ, આપણને શું ગમશે એ આપણે નહીં પણ જે તે એપ કે વેબસર્વિસ નક્કી કરે – આપણે નહીં.

તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્સ્ટાગ્રામ પર આપણે પોતાની ફીડમાં જે કંઇ જોઈએ છીએ, તેમાંથી માંડ અડધું કન્ટેન્ટ આપણે જેમને ફોલો કરતા હોઈએ એ એકાઉન્ટ્સ તરફથી આવતું હોય છે. બાકીનું કન્ટેન્ટ સિસ્ટમ પોતાની મરજી પ્રમાણે નક્કી કરે છે, ઇન્સ્ટા આપણે જે જોતા હોઈએ તેના આધારે.

ફીડલી એપમાં આ બંને પ્રોબ્લેમનાં સ્માર્ટ સોલ્યુશન આપે છે. તેમાં એકાઉન્ટ ખોલાવીને આપણે, બિલકુલ પોતાની મરજી ચલાવીને આપણી મનપસંદ સાઇટ્સ, બ્લોગ્સ વગેરેની ફીડ મેળવી શકીએ. આ બધી ફીડ્સને આપણે પોતાના મનપસંદ વિષય મુજબ ગોઠવી શકીએ. 

તમારું સર્ફિંગ જબરજસ્ત હોય તો મનપસંદ સાઇટ્સનું લિસ્ટ લંબાતું જાય. આપણે ધારીએ તો પણ પોતાની રીતે, આવી અલગ અલગ સાઇટ્સ પર રોજેરોજ નજર નાખી શકીએ નહીં.

પરંતુ ફોનમાં ફીડલી એપ હોય, તો એપ ઓપન કરો એટલે તમારી ગમતી બધી વેબસાઇટ્સમાં જે કંઈ નવું કન્ટેન્ટ ઉમેરાયું હોય, એ બધા પર નજર ફેરવી શકો – એક સાથે.


મતલબ કે ફીડલી ફોનમાં આપણે માટે એક એવી લાઇબ્રેરી ઊભી કરે છે, જે રોજેરોજ – પળેપળે અપડેટ થતી રહે છે.

ફીડલીમાં આપણે શું જોવું છે એ આપણે જ નક્કી કરીએ – કોઈ અલ્ગોરિધમ નહીં, એ તેનો બીજો મોટો ફાયદો.

પોકેટનો કન્સેપ્ટ

ફીડલીમાં તમે રોજની સો-બસો વેબસાઇટ્સમાં ઉમેરાયેલા નવા કન્ટેન્ટ પર નિયમિત રીતે નજર ફેરવવા લાગો એટલે તરત સમજાય કે આ પણ ઇન્ફર્મેશનનો ઓવરલોડ છે! એમાંનું બધું આપણે કામનું ન હોય, પણ ઘણું કન્ટેન્ટ એવું મળે, જે ફુરસદે જોવા-વાંચવા-તપાસવા જેવું છે.

એ બધું તમે પોકેટ એપમાં નાખી શકો અને ત્યાં તેને ઓફલાઇ જોઈ શકો કે સાંભળી શકો. ફીડલીની બહાર, ફોનમાં બ્રાઉઝરમાં કોઈ પણ લેખ ગમે તો એને પણ – ભવિખ્યમાં ક્યારેક – વાંચવા માટે પોકેટમાં નાખી શકાય.

તફાવત બરાબર સમજજો – ફીડલીમાં આપણે નક્કી કર્યા મુજબનું, પણ પાર વગરનું કન્ટેન્ટ આપમેળે ઠલવાતું જાય છે. જ્યારે પોકેટમાં, ચાળણી હજી ઝીણી થાય છે. તેમાં આપણે જે નાખીએ એ જ પહોંચે છે.

નોલેજ વધારવા માટે બંને જરૂરી

આ બંને એપ (ફરી, અથવા તેના જેવી બીજી કોઈ પણ એપ) આપણે માટે ઇન્ટરનેટનો – આપણને ગમતો – ખજાનો ખોલી આપે છે અને પછી તેને સતત હાથવગો રાખવામાં મદદ કરે છે.

ઇન્ટરનેટ પર આપણે જોઈએ છીએ તો ઘણું બધું, પણ પછી એમ થાય કે ‘આ જોવા-વાંચવા જેવું લાગે છે પણ અત્યારે ટાઇમ નથી, ફરી ક્યારેક’. આ ‘ફરી ક્યારેક’વાળો સમય લગભગ આવતો જ નથી અને આવે તો પેલી સાઇટ ને વેબપેજ કયું હતું એ ભૂલાઈ ગયું હોય! આ કારણસર ઇન્ટનેટ પર મોટા ભાગે આપણે સૌ બધું જોઈએ જ છીએ, વાંચતા નથી. કમ્પ્યૂટર કે મોબાઇલના સ્ક્રીન પર વાંચવું ફાવતું નથી એ એક મુદ્દો પણ ખરો, પણ ઘણું ખરું તો, જે તે સમયે લાંબું વાંચવા માટે જોઈતા સમયનો અભાવ એ જ મુખ્ય કારણ હોય છે.  વાસ્તવમાં, ઇન્ટરનેટ પર ખરેખર સમય કાઢીને જોવાજ-વાંચવા જેવું ઘણું બધું હોય છે. તમને શું વાંચવું ગમે છે એ તમારે પહેલેથી નક્કી કરી લેવું પડે છે.

આ બંને સર્વિસના બીજા પણ ઘણા ફાયદા છે. જેમ જેમ ઉપયોગ વધારશો તેમ તેમ સમજાશે. મૂળ મુદ્દાની વાત એટલી કે જો તમને નવું વાંચવા-જાણવાનો શોખ કે જરૂર હોય અને ફોનમાં ગણીગાંઠી એપ્સની જ જગ્યા હોય, તો એમાં આ ફીડલી ને પોકેટ હોવી જોઈએ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!