(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં તમારા સ્વજનોને ભેરવશો નહીં!

વોટ્સએપ હવે આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો છે. એક સમયે એવું કહેવાતું કે મુંબઈની લોકલમાં લોકો અજાણ્યા લોકો સાથે જેટલા ભીંસાતા ઊભા હોય, એટલા નજીક તો જીવનસાથી સાથે પણ ઊભતા નહીં હોય. એવું જ વોટ્સએપનું છે. આપણે આ એપ પર જેટલો સમય પસાર કરીએ છીએ, એટલો કદાચ પરિવારના સભ્યો સાથે વાસ્તવિક જીવનમાં પણ વીતાવતા નહીં હોઈએ.

છતાં આ જ વોટ્સએપ પર આપણા સ્વજનોને જાણે-અજાણે જોખમમાં મૂકીએ છીએ. કઈ રીતે, એ જાણીએ.

તમને વોટ્સએપમાં ક્યારેય કોઈ એવો ટેક્સ્ટ મેસેજ મળ્યો છે, જેમાં લિંક્સ આપી હોય, પણ તે ક્લિકેબલ ન હોય, એટલે કે તમે તેને ક્લિક કરીને એ બ્રાઉઝરમાં એ વેબપેજ સુધી પહોંચી ન શકો?

જો તમને આવો મેસેજ મળ્યો હોય, તો તમે નસીબદાર કેમ કે કે એ લિંક જોખમી હોઈ શકે છે અને તમે તેને ક્લિક ન કરી શકવાને કારણે કોઈ જોખમી સાઇટ પર પહોંચતાં બચી ગયા. હવે આગળની વાત બરાબર સમજજો.

તમે તો નસીબદાર, પણ જો તમે આંખ મીંચીને, એ મેસેજ જોખમી હોવા છતાં, તેમાંની લિંક ક્યાં લઈ જાય છે એ તપાસ્યા વિના એ મેસેજ તમારા મિત્રો-સ્વજનોને વ્યક્તિગત કે ગ્રૂપમાં ફોરવર્ડ કરશો, તો એ લોકો તમારા જેટલા નસીબદાર નહીં રહે.

એ લોકો, તમે મોકલેલા મેસેજમાંની લિંક પર ક્લિક કરીને કોઈ ફ્રોડમાં ફસાઈ શકે છે.

કારણ સમજાયું? તમને અજાણી વ્યક્તિએ મોકલેલા મેસેજમાંની લિંક ક્લિક થઈ શકતી નહોતી, પરંતુ જેવો તમે એ મેસેજ – વિચાર્યા વિના – અન્યોને ફોરવર્ડ કર્યો એટલે એ લિંક ક્લિકેબલ બની ગઈ.

આવું કેમ થાય છે? વોટ્સએપ કંપની દરેક મેસેજમાંની બધી લિંક્સ તપાસી શકતી નથી, પરંતુ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય એવી કોઈ વ્યક્તિ પહેલી વાર આપણને લિંક સાથે કોઈ મેસેજ મોકલે, તો આપણી સલામતી માટે એ લિંક ક્લિકેબલ રાખતી નથી. પરંતુ જ્યારે આપણે એ મેસેજ મિત્રોને ફોરવર્ડ કરીએ ત્યારે એમની સાથે આપણે વોટ્સએપ પર સંપર્કમાં છીએ જ એટલે લિંક ક્લિકેબલ બની જાય છે!

એટલે જ કોઈ મેસેજ, સમજ્યા વિના ફોરવર્ડ કરશો નહીં. ઠગ લોકો પહેલી વાર બેફામ મેસેજિંગ કરે ત્યારે તેમાંની લિંક્સ ક્લિકેબલ હોતી નથી, આપણે તેને ફોરવર્ડ કરીને ક્લિકેબલ બનાવી દઈએ છીએ.  આંગળી ફોરવર્ડ તરફ જાય ત્યારે આટલું વિચારી લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!