(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં વોટ્સએપનો ઉપયોગ જબરજસ્ત છે એ કોઈ નવી વાત નથી. વોટ્સએપ પર સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને વડીલો પણ બહુ એક્ટિવ છે, જેમને વોટ્સએપ કે ઇન્ટરનેટ પર સલામતીને સંબંધિત બાબતોની આંટીઘૂંટીઓ ખાસ સમજાતી હોતી નથી. એ કારણે વોટ્સએપ પર લોકોને સાણસામાં લઇને કોઈ ને કોઈ રીતે રૂપિયા પડાવવાના ગોરખધંધા પણ બહુ ફુલ્યા ફાલ્યા છે.

સારી વાત એ છે કે વોટ્સએપ પર ટાઇમપાસ કરવા ઉપરાંત અવનવી રીતે તેનો સદુપયોગ કરવાના પણ પ્રયાસો થતા રહે છે.

કોઈ વાંચનપ્રેમી વ્યક્તિ વધુને વધુ લોકોમાં વાંચનરસ જાગે એ માટે વોટ્સએપ પર ગ્રૂપ ક્રિએટ કરીને સારું વાંચન પીરસતા રહે છે. એ જ રીતે સંગીત કે કલાની અન્ય પ્રવૃત્તિઓના પ્રસાર માટે પણ વોટ્સએપ હવે એક હાથવગું સાધન બન્યું છે.

આ બધા વચ્ચે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં વોટ્સએપના એક નવા ઉપયોગની વાત બહાર આવી છે. 

ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા જેસલમેર જિલ્લામાં વર્ષોથી પાણીની મુશ્કેલી છે. એમાં આ વર્ષે હીટવેવને પ્રતાપે લોકોની હાલાકી વધી. ઉનાળો આકરે પાણીએ હતો ત્યારે જેસલમેર જિલ્લાના બડૌદા નામના એક ગામના યુવાનોએ પાણીની મુશ્કેલી હળવા કરવાના ઉપાયો તરફ નજર દોડાવી.

ગામની નજીક લગભગ ૩૫૦ વર્ષ જૂનું એક તળાવ હતું. પરંતુ સમયાંતરે એ તદ્દન સુકાઈ ગયું હતું. તળાવમાં કાંપ, કચરો જમા થવાને કારણે હવે પાણી ભરાતું નહોતું. યુવાનોએ આ તળાવને ઊંડું કરીને ફરી ઉપયોગી બનાવવાનું વિચાર્યું.

આ વિચારને વિસ્તારવા માટે વોટ્સએપ પર એક ગ્રૂપ બનાવવામાં આવ્યું. આસપાસના લોકોને તેમાં જોડવામાં આવ્યા.

સરકાર પર આધાર રાખીને બેસી રહેવાને બદલે સૌ લોકોએ તળાવને સજીવન કરવાનું કામ જાતે જ ઉપાડી લેવાનું નક્કી કર્યું. વોટ્સએપ પર ચાલેલી લાંબી ચર્ચાને પ્રતાપે આસપાસના ગામોમાંથી રૂપિયા અને સાધનોની સહાય વહેવા લાગી.

અમુક લોકોએ તળાવ ખોદવા માટે જેસીબી મશીનોની સહાય આપી તો કોઈ માટી ઉપાડવા ટ્રેકટરો લાવ્યા.  ખોદાયેલી માટી ટ્રેકટરમાં ભરવાનું કામ ગામલોકોએ જાતે જ ઉપાડી લીધું. રોજે રોજના કામકાજની પ્રગતિ વોટ્સએપ પર શેર થતી રહી. લોકોનો ઉત્સાહ વધતો ગયો.

આજે એ સ્થિતિ છે કે એક મહિનાની મહેનત અને ગામલોકોએ જાતે એકઠા કરેલા પચાસેક લાખ રૂપિયાની મદદથી તળાવનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે. હવે લોકો વરસાદ આવે અને તળાવ પાણીથી ભરાય એની રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ આવશે તો બડૌદા ગામ ઉપરાંત આસપાસનાં ૧૫ જેટલાં ગામોમાં પાણીની મુશ્કેલી હળવી થઈ જશે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!