(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • જુદી જુદી બાબતોની આંતરિક રચના સમજાવતા વીડિયો
  • ફિઝિક્સના કન્સેપ્ટ રસપ્રદ રીતે સમજાવતી ચેનલ
  • રોજબરોજના સાદા સવાલોના સહેલા જવાબ આપતી ચેનલ
  • જુદા જુદા વિષય ટુડી એનિમેશનથી શીખવતી ચેનલ

તમને એનિમેશન જોવાં ગમે? કે પછી, એનિમેશન સર્જવામાં તમને વધુ રસ છે? હજી ત્રીજા પ્રકારનો રસ પણ હોઈ શકે – એનિમેશનની મદદથી, જાતભાતની બાબતો વિશે વધુ જાણવાનો રસ! આ ત્રણેય બાબતમાંથી કોઈ એકમાં પણ તમને રસ હોય તો તમને ગમે એવી એક ચેનલ છે ‘જેર્ડ અવન એનિમેશન્સ’.

જેર્ડ અવન એક અમેરિકન સોફ્ટવેર એન્જિનીયર છે. એન્જિનીયરિંગ એનો રસનો વિષય અને લાઇબ્રેરીમાં જઈને જાતભાતનાં પુસ્તકો ફેંદવાં પણ ગમે. એનિમેશન ક્રિએટ કરવામાં પણ એની માસ્ટરી. પોતાને સતત નવું નવું શીખવામાં રસ તો હતો જ, સાથે એનિમેશનની સ્કિલ પણ હતી, બંનેને સાંકળીને તેણે જુદા જુદા વિષયની બારીક સમજણ આપતા એનિમેશન વીડિયો તૈયાર કરવાનું શરૂ કર્યું.

જેર્ડ કહે છે, “ઘણી બાબતો એવી હોય છે જેને શબ્દોમાં સમજાવવી મુશ્કેલ હોય, તેને ટુડી એનિમેશનમાં પણ સારી રીતે સમજાવી ન શકાય. થ્રીડી એનિમેશનનો ઉપયોગ કરીને સરસ રીતે સમજાવી શકાય.’’ જેમ કે આપણે સૌ જેને હાથમાં મચડી-મચડીને મોટા થયા હોઈશું, એ રુબિક ક્યૂબની અંદર એવી તે કેવી કરામત હશે કે તેના બધા ક્યૂબને આપણે ધારીએ તેમ ફેરવી શકીએ છતાં, અંદરથી એ બધા જોડાયેલા જ રહે? આવી જિજ્ઞાસાથી એકાદો આવો ક્યૂબ તોડીએ તો જ અંદરની કરામત સમજાય!

જેર્ડ આવી અટપટી, આંતરિક રચના પોતાના એનિમેટેડ વીડિયોથી સમજાવે છે. જેર્ડ કમ્પ્યુટર સાયન્સમાં બેચલરની ડિગ્રી ધરાવે છે. થ્રીડી એનિમેશન તૈયાર કરવા માટે એ બ્લેન્ડર (https://www.blender.org) નામના ફ્રી અને ઓપન સોર્સ થ્રીડી ક્રિએશન સ્યૂટનો ઉપયોગ કરે છે. એનિમેશનના વિદ્યાર્થીઓ કે નિષ્ણાતો જાણતા હશે કે એનિમેશન તૈયાર કરવાની પ્રક્રિયામાં મોડેલિંગ, રિગિંગ, એનિમેશન, સિમ્યુલેશન, રેન્ડરિંગ, મોશન ટ્રેકિંગ જેવાં ઘણાં પાસાં સામેલ હોય છે. એમાં વીડિયો એડિટિંગ અને ગેમ ક્રિએશનનો અનુભવ પણ કામે લાગે. જેર્ડ પ્રોગ્રામિંગનો જાણકાર હોવાથી તે પાયથનની મદદથી બ્લેન્ડર સોફ્ટવેર પાસેથી હજી વધુ કામ લે છે.

જેર્ડે નોકરી કરતાં કરતાં પોતાના શોખને આગળ ધપાવ્યો છે.

તેણે વ્હાઇટ હાઉસ કે દુબઈની બુર્જ ખલિફા જેવી ઇમારતો, રુબિક ક્યૂબ કે પૂલ બેક ટોય કાર કે રમકડાંની ગન્સ, મોલમાંના એસ્કેલેટર, ડોર હેન્ડલ્સ વગેરેની અંદરની રચના સમજાવતાં એનિમેશન તૈયાર કર્યાં છે. જેર્ડને જે બાબતમાં રસ જાગે તેના વિશે તે માહિતી એકઠી કરે છે, હાથમાં લઈ શકાય એવી વસ્તુ હોય તો એનો એકેએક ભાગ છૂટો કરીને તેની રચના પહેલાં પોતે સમજે અને પછી એના એનિમેશનની સ્ક્રિપ્ટ તૈયાર કરે છે, એનિમેશન વીડિયો બનાવે છે અને વોઇસ પણ પોતે જ આપે છે!

જેર્ડના વીડિયો જોવા યુટ્યુબ પર સર્ચ કરો : Jared Owen Animation

ફિઝિક્સના જુદા જુદા વિષય તમને બોરિંગ લાગે છે? ‘માઇન્યૂટ ફિઝિક્સ’ નામની એક ચેનલના વીડિયો જોવાનું શરૂ કરશો તો તમારો અભિપ્રાય કદાચ બદલાઈ જશે.

વર્ષ ૨૦૧૧થી શરૂ થયેલી આ ચેનલમાં ફિઝિક્સના વિવિધ કન્સેપ્ટ એકદમ સરળ રીતે, પાંચેક મિનિટમાં, હાથેથી બનાવેલાં ડ્રોઇંગથી સમજાવવામાં આવે છે.


યુટ્યૂબમાં સર્ચ કરો : Minute Physics

તમને ક્યારેય એવો સવાલ થયો છે કે બર્ફીલા પ્રદેશોમાં લોકો બરફથી બચવા ‘ઇગ્લૂ’ તરીકે ઓળખાતા ઘરમાં રહે છે, એ ઘર પોતે બરફનું બનેલું હોવા છતાં ઠંડી સામે રક્ષણ કેવી રીતે આપે છે? આ અને તેના જેવા બીજા કેટલાય સવાલોના જવાબ તમને મળી શકે છે ‘બી સ્માર્ટ’ નામની એક ચેનલમાં. ચેનલની મજા એ છે કે તેમાં સાયન્સના ભારેખમ વિષયોને બદલે એકદમ સાદા સવાલો પર ફોકસ છે.

યુટ્યૂબમાં સર્ચ કરો : Be Smart

હિસ્ટ્રી, બાયોલોજી, કેમિસ્ટ્રી વગેરે વિષયોમાં તમારો રસ ફક્ત પરીક્ષા પાર કરવા પૂરતો હોય તો સ્કૂલની ટેક્સ્ટબુક તમારે માટે પૂરતી છે. એથી આગળ જવું હોય, ખરેખર નોલેજ મેળવવું હોય તો ‘ક્રેશ કોર્સ’ જેવી યુટ્યૂબ ચેનલ તરફ નજર દોડાવવી પડે. આ ચેનલ બે ભાઈએ શરૂ કરી છે, તેમાં જુદા જુદા વિષય ટુડી એનિમેશન સાથે શીખવવામાં આવે છે.

યુટ્યૂબમાં સર્ચ કરો : Crash Course

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!