(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વીડિયો કોન્ફરન્સિંગ માટે બહુ પોપ્યુલર ઝૂમ સર્વિસમાં ’બ્રેકઆઉટ’ રૂમ સુવિધા

જો તમારે ઓફિસના કામકાજના ભાગરૂપે કે સ્કૂલ, કોલેજમાં વિવિધ સેમિનાર/વર્કશોપમાં ભાગ લેવાનો થતો હોય તમારો અનુભવ હશે કે તેમાં મોટા ભાગે બે રીતે કામ થતું હોય છે.

પહેલી રીતમાં સૌ પાર્ટિસિપન્ટ્સ એક સાથે જોડાય અને સેમિનારના સંચાલક સૌની સાથે વાતચીત કરે તથા સૌ એકમેક સાથે ઇન્ટરેકશન કરે. બીજી રીતમાં સેમિનારના હોસ્ટ પાર્ટિસિપન્ટ્સને વિવિધ ગ્રૂપ્સમાં વહેંચી નાખે, જે સૌ પોતપોતાના ગ્રૂપમાં ચર્ચા વિચારણા કરીને તેમને સોંપવામાં આવેલું કામ કરે. દરમિયાન હોસ્ટ કે ટ્રેઇનર બધાં ગ્રૂપ્સમાં ફરતા રહે અને તેમને જરૂરી માર્ગદર્શન આપતા જાય. આવાં ગ્રૂપ સેશનનો સમય પૂરો થાય તે પછી જે તે ગ્રૂપના લીડર સેન્ટરમાં આવીને પોતાના ગ્રૂપ વતી પ્રેઝન્ટેશન કરે.

નવા સમયમાં વ્યાપક પ્રમાણમાં સેમિનાર, વર્કશોપ કે મીટિંગ્સ ઓનલાઇન યોજાવા લાગ્યાં છે ત્યારે પાર્ટિસિપન્ટ્સ એકમેક સાથે, એક સાથે સહેલાઈથી ઇન્ટરેકશન કરી શકે છે. તેની સાથોસાથ આગળ વાત કરી તેવાં ગ્રૂપ સેશન્સ પણ ઓનલાઇન સેશનમાં થઈ શકે છે.

વીડિયો કોન્ફરન્સિંગ માટે બહુ પોપ્યુલર ઝૂમ સર્વિસમાં આ માટે ‘બ્રેકઆઉટ’ રૂમ નામની એક સુવિધા છે. મીટિંગના હોસ્ટ બ્રેકઆઉટ રૂમ્સ બનાવી, તેમાં મેન્યુઅલી અથવા ઓટોમેટિકલી પાર્ટિસિપન્ટ્સ એસાઇન કરી શકે છે. અથવા તેઓ ઇચ્છે તો પાર્ટિસિપન્ટ્સને તેમની મરજી મુજબ પોતાનો રૂમ પસંદ કરવાની તક આપી શકે છે. તે પછી દરેક બ્રેકઆઉટ રૂમમાં સામેલ લોકો મેઇન મીટિંગની જેમ ઓડિયો-વીડિયો અને સ્ક્રીન શેરિંગ તેમજ વ્હાઇટ બોર્ડ અને ચેટની સુવિધા સાથે પોતાની અંદરોઅંદરની ચર્ચા કરી શકે છે.

એક બ્રેકઆઉટ રૂમમાં રહેલા પાર્ટિસિપન્ટ બીજા રૂમ કે મેઇન મીટિંગનો ઓડિયો સાંભળી શકતા નથી. હોસ્ટ જ્યારે ઇચ્છે ત્યારે જુદા જુદા બ્રેકઆઉટ રૂમમાં જોડાઈ શકે છે. બ્રેકઆઉટ રૂમના પાર્ટિસિપન્ટ્સ પણ જરૂર મુજબ હોસ્ટની મદદ લઈ શકે છે. રૂમના દરેક ફ્રી અને પેઇડ બધા પ્રકારના વર્ઝનમાં બ્રેકઆઉટ રૂમની સુવિધા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!