(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇની ઉપયોગ મર્યાદા સતત બદલાઈ રહી છે

યુપીઆઇનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ સરકાર તેના ઉપયોગની મર્યાદાઓ પણ ઘટાડી રહી છે.

તમને બે વાતની શુભેચ્છા આપીને આ લેખની શરૂઆત કરીએ – એક, તમારા બેંક ખાતામાં રૂપિયા પાંચ લાખથી વધુ રકમનું બેલેન્સ જળવાઈ રહે અને બે, તમારે એ રકમ હોસ્પિટલમાં ચુકવવાની ન થાય! આવી શુભેચ્છા આપવાનું કારણ,  યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં આવેલો એક મોટો ફેરફાર છે.

આ ફેરફાર મુજબ હવે આપણે હોસ્પિટલનાં બિલ કે  સ્કૂલ-કોલેજની ફી યુપીઆઇથી ચૂકવવા માગતા હોઇએ તો એ માટેની મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. પાંચ લાખ સુધીની કરી દેવામાં આવી છે. મતલબ કે આપણા યુપીઆઇ કનેક્ટેડ બેંક ખાતામાં રૂ. પાંચ લાખ સુધીની રકમ હોય તો આપણે એક-બે ક્લિકમાં, પલકવારમાં આટલી રકમની ચૂકવણી કરી શકીશું.

તેની સાથોસાથ હમણાં યુપીઆઇ સંબંધિત બીજો પણ એક મોટો ફેરફાર થયો છે. જો તમે યુપીઆઇનો ભરપૂર ઉપયોગ કરતા હો તો આ ફેરફાર જાણવો વધુ જરૂરી છે. જોકે એ પહેલાં, હવે આઇસ્ક્રીમની જેમ, યુપીઆઇની કેટલી ફ્લેવર આવી ગઈ છે તેની વાત કરી લઈએ!

એક છે સાદી યુપીઆઇ વ્યવસ્થા. જેમાં, આપણે રોજબરોજ નાની મોટી રકમની ચૂકવણી માટે યુપીઆઇથી પેમેન્ટ કરીએ ત્યારે યુપીઆઇ પિન આપવો પડે છે. એ રીતે સીધી આપણા બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર થાય.

બીજી ફ્લેવર છે ‘યુપીઆઇ લાઇટ’, જેને આપણી કાયમી યુપીઆઇ એપમાં એક્ટિવેટ કર્યા, આ એક પ્રકારના ‘મોબાઇલ વોલેટ’માં આપણે રૂ. ૨૦૦૦ સુધીની રકમ રાખી શકીએ. એ પછી રૂ. ૫૦૦થી ઓછી રકમના ટ્રાન્ઝેકશન માટે આપણે ઓટીપી આપવાની જરૂર રહેતી નથી.

ત્રીજો પ્રકાર છે ‘યુપીઆઇ લાઇટ એક્સ’. તેની મદદથી આપણે ઓફલાઇન મોડમાં પણ પેમેન્ટ કરી શકીએ છીએ (જોકે એ માટે ફોનમાં ‘નીયર ફીલ્ડ કમ્યુનિકેશન (એનએફસી)’ ફીચર હોવું જરૂરી છે).

નાની નાની રકમની ચૂકવણી માટે યુપીઆઇનો ઉપયોગ જોરદાર ગતિએ વધી રહ્યો છે, પરંતુ તેની સામે મોટી રકમની ચૂકવણી માટે યુપીઆઇનો ઉપયોગ મર્યાદિત રહ્યો છે. સરકાર આવી ચૂકવણી સરળ બનાવવા માગે છે. આથી હવે યુપીઆઇમાં વધુ ને વધુ મોટી રકમની છૂટ અપાઈ રહી છે અને સાથે પિનની ઝંઝટ ઘટાડવામાં આવી રહી છે.

આ બધાં ફીચર આપણા રોજબરોજના, પ્રમાણમાં નાની રકમની ચૂકવણી માટે ઉપયોગી છે. એ ઉપરાંત આપણે મ્યુચ્યુઅલ ફંડનાં સબસ્ક્રીપ્શન, ઇન્સ્યોરન્સ પ્રીમિયમનાં સબસ્ક્રીપ્શન તથા ક્રેડિટ કાર્ડનાં રીપેમેન્ટ્સ માટે પણ યુપીઆઇનો ઉપયોગ કરી શકીએ છીએ.

એ માટે યુપીઆઇની ‘ઓટો પેમેન્ટ’ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે આ પ્રકારના પેમેન્ટ્સ માટે રૂ.૧૫૦૦૦થી વધુ રકમનું પેમેન્ટ થઈ રહ્યું હોય ત્યારે આપણે વન ટાઇમ પાસવર્ડથી પેમેન્ટ આપણે પોતે કરી રહ્યા છીએ તેની ખરાઈ કરવી પડે છે.

હમણાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મર્યાદા ખાસ્સી વધારી દીધી છે. નવી મર્યાદા મુજબ આ પ્રકારનાં એક લાખ રૂપિયા સુધીનાં પેમેન્ટ ઓટીપીથી વધારાના ઓથેન્ટિકેશન વિના થઈ શકશે.

આવી ઉદારતાનું કારણ છે. નાની મોટી રકમના રોજિંદા પેમેન્ટ માટે યુપીઆઇનો ઉપયોગ જબરજસ્ત વધી રહ્યો છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ, વીમા તથા ક્રેડિટ કાર્ડ માટેનાં પેમેન્ટ્સ માટે યુપીઆઇનો ઉપયોગ પ્રમાણમાં મર્યાદિત રહ્યો છે. હાલમાં દેશમાં લગભગ ૮.૫ કરોડ લોકો ઓટો પેમેન્ટ માટે ઇ-મેન્ડેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. યુપીઆઇ વ્યવસ્થા આ પ્રકારે દર મહિને આશરે રૂ. ૨૮૦૦ કરોડની રકમનાં ટ્રાન્ઝેકશન કરે છે. યુપીઆઇના કુલ યૂઝર્સ અને તેની મદદથી થતાં ટ્રાન્ઝેકશનના કુલ આંકડાની સરખામણીમાં આ આંકડા ઘણા ઓછા છે.


આથી ઓટો પેમેન્ટ્સની કેટેગરીમાં પણ યુપીઆઇનો ઉપયોગ વધારવા માટે ઓટીપી વિના ટ્રાન્ઝેકશનની મર્યાદા સીધી એક લાખની કરવામાં આવી છે. યુપીઆઇ દ્વારા ઓટો પેમેન્ટ વ્યવસ્થા બેંકની ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ (ઇસીએસ) જેવી જ છે. તેનો ફાયદો એ છે કે આપણે એક વાર મેન્ડેટ સેટ કરીએ એ પછી નિશ્ચિત રકમનું પેમેન્ટ આપણા બેંક ખાતામાંથી આપોઆપ થતું રહે છે અને આપણે કોઈ લેટ ફી કે પેનલ્ટી સહન કરવાની થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!