(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોન-લેપટોપમાં ઓવરચાર્જિંગ કેમ અટકાવી શકાય?

ગરમીના દિવસો નજીક છે. સ્માર્ટફોન અને લેપટોપ બંનેની બેટરીની સંભાળ લેવાનો સમય પણ નજીક છે. બંને ડિવાઇસમાં, બેટરીનો સૌથી મોટો દુશ્મન છે ગરમી. એસી સિવાયની સ્થિતિમાં, બહારની ગરમી પર આપણો કોઈ અંકુશ નથી એટલે ડિવાઇસની અંદરની ગરમી ઘટાડવા પર ધ્યાન આપવું રહ્યું.

તેના જુદા જુદા ઘણા રસ્તા છે, પણ હાલ પૂરતું ફક્ત ચાર્જિંગ પર ધ્યાન આપીએ.

તમે જાણતા જ હશો કે મોબાઇલમાં બેટરીની આવરદા વધારવા માટે તેને વીસેક ટકાથી વધુ ડિસ્ચાર્જ ન થવા દેવી જોઇએ, તેમ ૮૦-૮૫ ટકાથી વધુ ચાર્જ પણ ન કરવી જોઇએ. વધુ પડતા ડિસ્ચાર્જ કે વધુ પડતા રિચાર્જ બંને રીતે બેટરીને નુકસાન થઈ શકે છે.

આ જ કારણે હવે મોટા ભાગના સ્માર્ટફોનમાં આપણે જ્યારે ફોનને ચાર્જિંગમાં મૂકીએ ત્યારે ફોનનું ચાર્જિંગ ૮૫ ટકાના આંકે પહોંચે ત્યારે ચાર્જિંગ આપોઆપ કટ ઓફ થાય તેવું સેટિંગ કરી શકાય છે. તમારા ફોનના સેટિંગ્સમાં ‘બેટરી’ સર્ચ કરીને તેના વિકલ્પો તપાસશો તો તેમાં આ સેટિંગ ઓન કરવાનો ઓપ્શન મળી આવશે.

જે વાત સ્માર્ટફોનની બેટરીને લાગુ પડે છે એ જ લેપટોપની બેટરીની આવદરા વધારવા માટે પણ ઉપયોગી છે. લેપટોપમાં મુશ્કેલી એ હોય છે કે આપણે તેને પાવર કેબલથી પ્લગ્ડઇન કરીને પોતાનું કામ શરૂ કરીએ એ પછી લેપટોપને અનપ્લગ કરવાનું ભૂલી જતા હોઇએ છીએ. પરિણામે લેપટોપની બેટરી સતત ચાર્જ થતો રહે છે.

તમે સારામાં સારા કન્ફિગરેશન સાથેનું લેપટોપ ખરીદ્યું હોય તો પણ તેને સતત ૧૦૦ ટકા ચાર્જિંગ પર રાખો તો બેટરીની આવરદા ઘટી શકે છે. આથી સ્માર્ટફોનની જેમ લેપટોપમાં પણ બેટરીનું ચાર્જિંગ નિશ્ચિત આંકે મર્યાદિત રાખવું જરૂરી છે. કમનસીબે વિન્ડોઝ ૧૦ કે ૧૧ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાર્જિંગની લિમિટ સેટ કરવાની ઇનબિલ્ટ સુવિધા નથી. પરંતુ મોટા ભાગની લેપટોપ મેન્યુફેકચરિંગ કંપની આ માટે તેમનાં પોતાનાં ટૂલ્સ આપે છે.

સ્માર્ટફોનની બાબતે બને છે તેમ, લેપટોપમાં પણ બેટરીના ચાર્જિંગને લિમિટ કરવાનાં ટૂલ અને તેનાં સેટિંગ દરેક કંપની મુજબ અલગ અલગ રહે છે. આપણે થોડાં ખાંખાંખોળાં કરવાં પડે.

તમારું લેપટોપ જે કંપનીનું હશે તે કંપનીના જ નામે કોઈ ને કોઈ એપ ઇન્સ્ટોલ્ડ હશે. સૌથી પહેલાં આ એપ શોધી કાઢો. તેને ઓપન કરીને તેમાં બેટરીની આવરદા વધારે તેવાં સેટિંગ શોધી શકો છો.

મોટા ભાગે બેટરીના ચાર્જિંગ બાબતે કંપની તરફથી ત્રણેક પ્રકારના ચાર્જિંગ મોડ ઓફર કરવામાં આવે છે અને ક્યો મોડ વધુ યોગ્ય રહેશે એની ભલામણ પણ કરવામાં આવે છે. એક વાર થોડો સમય કાઢીને તમારા લેપટોપની બેટરી રેકમેન્ડેડ મોડ પર ચાર્જ થાય તેવું સેટિંગ સુનિશ્ચિત કરી લેશો તો લેપટોપની બેટરી ચોક્કસપણે વધુ ચાલશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!