(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોન પાણીથી પલળે તો બચાવ માટે શું કરવું?

આપણો ફોન ફક્ત વરસાદમાં નહીં, રસોડામાં, ડાઇનિંગ ટેબલ કે ઓફિસના ટેબલ પર પણ ભીંજાઈ શકે છે.

લાંબા સમયના હીટવેટથી ત્રાસ્યા પછી આખરે વરસાદના મજાના દિવસો આવી ગયા છે. ગરમીમાં પરસેવે એટલા ન્હાયા છીએ કે વરસાદમાં પલળવાની મજા માણવા માટે આપણને ફોન પલળે તેની પણ પરવા નથી.

જોકે વરસાદ ઉપરાંત, રસોડામાં, ડાઇનિંગ ટેબલ પર કે ઓફિસના ટેબલ પર મોબાઇલ પર પાણી ઢોળાવાની, ગમે તે દિવસોમાં પૂરી શક્યતાઓ છે. એ ધ્યાનમાં રાખીને એપલ કંપનીએ પણ આઇફોન પર પાણી ઢોળાય તો કેવાં પગલાં લેવાં એની એક એડવાઇઝરી (સૂચના-ભલામણો) જારી કરી છે, એટલે તેના પર થોડું ધ્યાન આપવા જેવું છે.

આ પગલાં એન્ડ્રોઇડ ફોનમાં પણ કામ લાગે તેમ છે.

જો તમારી પાસે પ્રમાણમાં નવો આઇફોન હોય તો કદાચ તમે જાણતા હશો કે તેમાં ચાર્જિંગ માટેના લાઇટનિંગ કે યુએસબી-સી કનેક્ટરમાં પાણી ભરાયું હોય તો આઇફોન આપણને ચેતવે છે અને કહે છે કે હમણાં ચાર્જિંગ શક્ય નથી. 

આપણે આવી ચેતવણીને અવગણીને ફોન ચાર્જ કરીએ તો ફોનના ફંકશનિંગમાં કે કનેક્ટિવિટીમાં કાયમી નુકસાન થઈ શકે છે.

ફોન પર પાણી ઢોળાય કે આખેઆખો ફોન પાણીમાં ગરકાવ થાય તો એવી સ્થિતિમાં ફોનને બચાવવાની વિવિધ ટિપ્સ ઇન્ટરનેટ પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફરતી રહેતી હોય છે. ‘પલળેલા ફોનને ચોખા ભરેલી બરણીમાં ચોખા વચ્ચે મૂકી દેવામાં આવે તો ફોનને નુકસાન થતું અટકાવી શકાય’ એવો એક નુસખો બહુ પ્રચલિત છે. પરંતુ એપલ કંપનીએ ફોન ભીંજાયા પછી જે પગલાં લેવાની ભલામણો કરી છે તેમાં ચોખાની બરણીવાળા નુસખાથી વિરુદ્ધની વાત છે!

ફોન પાણીથી ભીંજાય તો કેવાં પગલાં લેવાં એ વિશે એપલે પોતે ભલામણો કરી છે. એન્ડ્રોઇડમાં પણ એ કામ લાગશે.

એપલ કંપની તેની ઓફિશિયલ એડવાઇઝરીમાં નીચેનાં પગલાંની ભલામણ કરે છે (જે એન્ડ્રોઇડ માટે પણ કામે લાગી શકે).

ભીંજાયેલા ફોનના ચાર્જિંગ માટે કેબલ કનેક્ટ કરશો નહીં. કેબલ પહેલેથી કનેક્ટેડ હોય તો દૂર કરશો. ફોન પૂરેપૂરો કોરો થાય નહીં ત્યાં સુધી તેમાં કેબલ કનેક્ટ કરશો નહીં.

ફોનની બેક સાઇડ જાતે ખોલવાનો પણ પ્રયાસ કરશો નહીં. એને બદલે, ફોનમાં ચાર્જિંગ કેબલ કનેક્ટ કરવાનું સોકેટ નીચેની તરફ રહે તેમ રાખીને ફોનને હળવા ઝાટકા આપી સોકેટમાં દાખલ થયેલું પાણી બહાર ખંખેરી નાખવાનો પ્રયાસ કરો.

એ પછી ફોનને હવાવાળી જગ્યાએ ડ્રાય થવા માટે મૂકી દો. ઓછામાં ઓછી ત્રીસેક મિનિટ પછી લાઇટનિંગ કનેક્ટર કે યુએસબી સી કેબલ કનેક્ટ કરીને ફોનને ચાર્જ કરવાનો પ્રયાસ કરો. જો હજી કનેકટરમાં લિક્વિડનો એલર્ટ મળે તો ફરીથી કેબલ દૂર કરીને ફોનને લગભગ આખા દિવસ માટે હવાવાળી જગ્યામાં મૂકી રાખો.


એપલ કંપની ભારપૂર્વક કહે છે કે ભીંજાયેલા આઇફોનને સાદા હવાઉજાસ સિવાય હેરડ્રાયર કે બ્લોઅરની કમ્પ્રેસ્ડ એરથી ડ્રાય કરવાની કોશિશ કરશો નહીં. રિચાર્જિંગ માટેના સ્લોટમાં રૂનું પૂમડું કે પેપર ટોવેલ નાખવાનો પણ પ્રયાસ કરશો નહીં,.

કંપની કહે છે કે આઇફોનને ચોખાની થેલીમાં પણ મૂકશો નહીં. એમ કરવા જતાં ચોખાના નાના ટુકડાથી ફોનને નુકસાન થઈ શકે છે. કંપની કહે છે કે ફોન કે કેબલ જેવી એક્સેસરી ભીની ન હોય તેમ છતાં ચાર્જ કરવાનો પ્રયાસ કરવા જતાં એલર્ટ જોવા મળે તો બની શકે કે કેબલ કે એક્સેસરીને બીજી કોઈ રીતે નુકસાન થયું હોય. આવી સ્થિતિમાં તેને માટે સપોર્ટ સેન્ટરની મદદ લેવી જરૂરી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!