(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટો-વીડિયોનો ગૂગલ ફોટોઝમાં ઓટોમેટિક બેકઅપ – પીસીમાં પણ

તમે દિવાળીની રજાઓમાં ટુર પર ગયા હો, ફોનના કેમેરાથી ઢગલા મોઢે ફોટોઝ લીધા હોય અને ઘરે આવ્યા પછી ખબર પડે કે ફોનમાં કંઈક ગરબડ થઈ, ગેલેરીમાં ટુરના કોઈ ફોટા સેવ થયા જ નથી કે ડિલીટ થઈ ગયા છે, તો? જો તમે ગૂગલ ફોટોઝ કે તેના જેવી ક્લાઉડ બેકઅપ સર્વિસનો લાભ ન લેતા હો કે ટુર પર નીકળતાં પહેલાં તેનું ઓટો બેકઅપનું ફીચર ડબલ-ચેક કર્યું ન હોય, તો ભૂલે ચૂકે ટુર દરમિયાન ફોન ખોવાય-ચોરાય કે કંઈક ટેકનિકલ ખામી આવે તો ટુર દરમિયાન તમે લીધેલા બધા ફોટોગ્રાફ-વીડિયો ગુમાવવાનો વારો આવી શકે છે.

હવે લગભગ બધા એન્ડ્રોઇડ ફોનમાં ફોટો ગેલેરી તરીકે ગૂગલ ફોટોઝ એપ હોય છે. તેની મદદથી, આપણા ફોનના કેમેરાથી લીધેલા બધા ફોટો-વીડિયોનો આપણે પોતાના ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લઈ શકીએ છીએ, આપોઆપ.

તેનું સેટિંગ બરાબર ચેક કરી લેવા માટે…

  • ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો.
  • ઉપર જમણે ખૂણે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, ‘બેકઅપ’માં જાઓ.
  • તેમાં બેકઅપ ઓન હોવાનું તપાસી લો અને તમારા કયા ગૂગલ એકાઉન્ટમાં ઓટોમેટિક બેકઅપ લેવાય છે, એ પણ તપાસી લો.

હવે પછી, તમે પોતાના ફોનના કેમેરાથી જેટલા ફોટો-વીડિયો લો તે બધા જ, આપોઆપ તમારા ગૂગલ એકાઉન્ટમાં પહોંચી જશે. ફક્ત ફોનમાં વાઇ-ફાઇ કે ડેટા પ્લાનથી ઇન્ટરનેટ કનેક્શન મળવું જોઈએ.

આ જ વાતને સંબંધિત બીજી વાત પણ જાણી લો.

ફોટોગ્રાફના ઓટોમેટિક બેકઅપની સુવિધા હવે કમ્પ્યૂટરમાં પણ, ગૂગલ ફોટોઝના વેબ વર્ઝનમાં મળશે.

આપણે જ્યારે ડેસ્કટોપ પર, આ સર્વિસના વેબવર્ઝનનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે, કમ્પ્યૂટરમાંના ફોટો-વીડિયો ગૂગલ ફોટોઝમાં અપલોડ  કરવાનું કામ મેન્યુઅલી કરવું પડતું હતું. હવે આપણે આ સર્વિસને કમ્પ્યૂટરમાંનાં અમુક ફોલ્ડર્સ બતાવી શકીશું. એ પછી એ ફોલ્ડરમાં જે કોઈ ફોટો-વીડિયો ઉમેરાય તે આપોઆપ ફોટોઝમાં આપણા  એકાઉન્ટ્સમાં બેકઅપ થતા જશે.

આ નવી સુવિધાનો લાભ લેવા માટે…

  • કમ્પ્યૂટરમાં બ્રાઉઝરમાં photos.google.com પર જાઓ.
  • તેમાં જમણી તરફ અપલોડ બટન પર ક્લિક કરતાં સિસ્ટમ કમ્પ્યૂટરમાં ફોલ્ડર પસંદ કરવાનો વિકલ્પ આપશે.

તેની મદદથી ફોલ્ડર પસંદ કર્યા પછી તેમાંના ફોટો વીડિયો આપોઆપ અપલોડ થશે. એ બરાબર યાદ રાખશો કે ગૂગલ ફોટોઝમાં હવે અનલિમિટેડ ફોટો મફતમાં સ્ટોર કરી શકાતા નથી.

ટુરના સંદર્ભે વાત કરીએ તો ટુર દરમિયાન હોટેલના ફ્રી વાઇ-ફાઇને બદલે આપણા પોતાના ડેટા પ્લાનનો ઉપયોગ કરવો વધુ સલામત છે. ટુર દરમિયાન ફોટો-વીડિયો લેવાનું પ્રમાણ બહુ વધી જાય, એટલે ડેટા ખાસ્સો વપરાશે, પરંતુ મસ્ત ફેમિલી ફોટોઝ સલામત રહેવાની ખાતરી રહેશે.


આ રીતે ટુર દરમિયાન પણ તમાે લીધેલા ફોટોગ્રાફનો સતત ક્લાઉડ એકાઉન્ટમાં બેકઅપ લેવાયો હોય તો ટુર પત્યા પછી, તમે ઇચ્છો ત્યારે ફરી ફોટોઝ એપમાં જઈ, પ્રોફાઇલ ઇમેજ પર ક્લિક કરી, જે પેજ ખુલે, તેમાં ‘ફ્રી અપ સ્પેસ ઓન ધીસ ડિવાઇસ’ ક્લિક કરી, સલામત રીતે ક્લાઉડમાં પહોંચી ગયેલા, પણ ફોનની સ્ટોરેજમાં ખોટી જગ્યા રોકતા ફોટોઝ-વીડિયો ચિંતા વિના ડિલીટ કરી શકાશે (એપલના આઇફોનમાં પણ આઇક્લાઉડમાં ઓટોમેટિક બેકઅપ લેવાની સગવડ છે).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!