(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોઝ એપમાં વીડિયો એડિટિંગ હવે સહેલું બનશે પ્રી-સેટ ઓપ્શન્સથી

વિવિધ એપ્સ અને સર્વિસની જેમ, ફોટોઝ એપમાં પણ ફેમિલી વીડિયોનું એડિટિંગ એઆઇથી સહેલું બનશે.

જો તમે તમારા ફોટો અને વીડિયો સ્ટોર કરવા માટે ગૂગલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારે માટે આ જાણવા જેવી વાત છે. આ મજાની સર્વિસમાં ટૂંક સમયમાં આપણા વીડિયો એડિટ કરવા માટે એક નવી સગવડ મળશે.

તમે જાણતા જ હશો કે ફોટોઝ એપ એકદમ યૂઝર ફ્રેન્ડલી છે. તેમાં આપણે પોતાના ફોટોગ્રાફ જાતે અપલોડ કરવા સિવાય કશું કરવાનું હોતું નથી. ફોનના કેમેરાથી લીધેલા ફોટોગ્રાફ સીધા જ આ એપમાં અને ત્યાંથી આપણા ગૂગલ એકાઉન્ટમાં પહોંચે છે. આપણે ફોટોગ્રાફને તારીખ-મહિના કે વર્ષ મુજબ જાતે ગોઠવવા પડતા નથી. ફોટોગ્રાફમાં કઈ વ્યક્તિ કે અન્ય બાબતો છે એવી કોઈ માહિતી એપને આપવી પડતી નથી. તેમ છતાં આપણે ધારીએ એ મુજબ એપમાં સર્ચ કરી શકીએ છીએ.

આ એપમાં વખતોવખત નવાં ફીચર ઉમેરાતાં રહે છે. એપ ફોટો અને વીડિયો સ્ટોર કરવા તથા શેર કરવા માટે જેટલી ઉપયોગી છે એટલી જ ઉપયોગી ફોટો અને વીડિયોના એડિટિંગ માટે પણ છે. તેનાં વિવિધ ટૂલ્સની મદદથી આપણે ફોટો અને વીડિયોમાં સંખ્યાબંધ પ્રકારના ફેરફાર કરી શકીએ છીએ (હજી હમણાં આપણે ‘સાયબરસફર’માં જાણ્યું તેમ આ  એપમાં ફોટો-વીડિયો એડિટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેિજન્સ (એઆઇ)નો ઉપયોગ પણ બેહદ વધી રહ્યો છે).

હવે ફોટોઝ એપમાં વીડિયોનું એડિટિંગ વધુ સહેલું બનશે. તેમાં વીડિયોને ફટાફટ એડિટ કરવા પ્રી-સેટ ઓપ્શન્સ ઉમેરાય તેવી શક્યતા છે. એટલે કે વીડિયોમાં જોઇતા ફેરફાર કરવા માટે આપણે ફક્ત જે તે પ્રી-સેટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એ ફેરફારો માટે જરૂરી બધાં સેટિંગ એપ આપોઆપ કરી લેશે. 

આ નવા ફેરફાર મુજબ ફોટઝ એપમાં વીડિયો એડિટિંગ માટે નીચેના ચાર પ્રી-સેટ ઓપ્શન મળે તેવી શક્યતા છે

(૧) બેઝિક કટઃ આ પ્રી-ઓપ્શન સિલેક્ટ કરીને આપણે વીડિયોમાંની સૌથી મહત્ત્વની મોમેન્ટ આપોઆપ ટ્રીમ કરી શકીશું, તેમ જ વીડિયોમાંના કલરની ક્લેરિટી પણ વધારી શકીશું.

(૨) સ્લોમોઃ નામ મુજબ આ પ્રી-સેટ ઓપ્શન પસંદ કરતાં વીડિયોમાંની આપણે પસંદ કરેલી ફ્રેમ્સમાં સ્લો મોશન ઇફેક્ટ્સ ઉમેરી શકાશે.

(૩) ઝૂમઃ આ પ્રી-સેટ ઓપ્શન પણ તેના નામ મુજબ વીડિયોમાં આપણે પસંદ કરેલા ભાગને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરશે અને એ ચોક્કસ ભાગને હાઇ-લાઇટ કરશે.

(૪) ટ્રેકઃ આ પ્રી-સેટ ઓપ્શનની મદદથી આપણે વીડિયોમાંના મુખ્ય સબ્જેક્ટને સિલેક્ટ કરીને તેના પર ફોકસ રહે અને તે ઝૂમ ઇન થાય એવું સેટિંગ કરી શકીશું.

દેખીતું છે કે આ ફીચર્સમાં એઆઇની ભૂમિકા રહેશે. જોકે આ ફેરફારો ગૂગલ ફોટોઝની એપમાં ઉમેરાવાય લાગ્યા છે. તેમનો લાભ આપણા સુધી પહોંચતાં થોડી વાર લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!