(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોકસ માટે જરૂરી છે નોટિફિકેશનનું કસ્ટમાઇઝેશન

ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે.

આવી સ્થિતિમાં બે શક્યતા રહે – પહેલી શક્યતા, એ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય. બીજી શક્યતા, લાંબા સમયથી તમે ફોનમાં જે ગેમ રમ્યા ન હો એ  ગેમ તરફથી ગેમની યાદ અપાવતું નોટિફિકેશન મોકલવામાં આવ્યું હોય – તમને ફરી ગેમ એપ ખોલવા લલચાવવા માટે.

મહત્ત્વના ઇમેઇલનું નોટિફિકેશન તમારા કામમાં ખલેલ પહોંચાડે તો ચાલી શકે, પરંતુ પેલી ગેમના નોટિફિકેશન જોવામાં આપણો સમય બગડે એ ન જ ચાલે.

સારી વાત એ છે કે તમે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી એપ્સનાં નોટિફિકેશન તમે ઓન કે ઓફ રાખી શકો, એટલું જ નહીં દરેક એપના નોટિફિકેશનને વધુ કસ્ટમાઇઝ કરવાની સગવડ પણ મળે છે. જેમ કે ફોનમાંની ઇમેઇલ એપના નોટિફિકેશન સેટિંગમાં જશો તો ક્યા પ્રકારના કોન્ટેક્ટ્સના ઇમેઇલના નોટિફિકેશન મળે એ તમે નક્કી કરી શકો છો. મતલબ કે મહત્ત્વના ઇમેઇલ્સના નોટિફિકેશન મળે પરંતુ બિનજરૂરી ઇમેઇલ્સનું નોટિફિકેશન ન મળે એવું સેટિંગ કરી શકાય.

ક્યારેક ફૂરસદે ફોનમાંની એપ્સનાં નોટિફિકેશન્સને કસ્ટમાઇઝ કરી લેશો તો લાઇફ ઇઝી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!