(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં ફરી પોકિંગ!

તમે ફેસબુકના જૂના ફેન હશો તો તમને યાદ હશે કે તેમાં મિત્રોને ‘પોક’ કરવાની એક સગવડ હતી. આ ‘પોક’નો શબ્દશઃ અર્થ થાય કોઈને આંગળીથી ઘોંચપરોણા કરવા કે ગોદા મારવા! એ સગવડ આમ તો હજી પણ છે, પરંતુ મોટા ભાગના લોકોને લગભગ ભૂલાઈ ગઈ છે.

વર્ષ ૨૦૦૪માં ફેસબુકની સ્થાપના થઈ લગભગ એ સમયથી તેમાં પોકિંગની સગવડ હતી. આ ફીચર એક્ઝેક્ટલી શું છે અને તેનો હેતુ શો છે એ વિશે ફેસબુકે ક્યારેય ફોડ પાડ્યો નહોતો. પરંતુ યૂઝર તરીકે આપણે ફેસબુક પરના અન્ય યૂઝર એવા આપણા ફ્રેન્ડઝને પોક કરી શકતા હતા. મતલબ કે એમનું ધ્યાન આપણી તરફ દોરી શકતા હતા.

ફેસબુક પર આપણે કોઈની સાથે ફ્રેન્ડ હોઇએ પરંતુ લાંબા સમયથી આપણે તેમની સાથે ફેસબુક કે અન્ય રીતે વાત ન થઈ હોય તો આપણે તેમને હળવેકથી ‘પોક’ કરી શકીએ. ઘણા લોકોને ફેસબુક પર આવું પોકિંગ અકળામણભર્યું લાગતું અને કેટલાક લોકોને એ જ કારણે બીજા લોકોને પોક કરવામાં મજા આવતી! જોકે વખત જતાં આ ફીચરની પોપ્યુલારિટી ઘટતી ગઈ.

હવે સમાચાર છે કે ફેસબુક તેની સ્થાપનાને ૨૦ વર્ષ થઈ ગયાં છે ત્યારે આ ફીચરને ફરી ઉપર લાવવા માગે છે. એક રીતે જુઓ તો ફેસબુક પર કોઈ મિત્રને ‘હાઇ’ કહેવા માટેના એક વધુ સહેલા રસ્તા તરીકે ફેસબુક પોકિંગ ફીચરને ફરી પોપ્યુલર બનાવવાની મથામણમાં છે.

હમણાં ફેસબુકે જાહેરાત કરી કે તેણે ક્યા લોકોને પોક કરવું એ માટેની ફેસબુકની સજેશન વ્યવસ્થાને સુધારી છે. એ જ રીતે સર્ચ મારફત પોકિંગ પેજ પર પહોંચવાનું પણ સહેલું બનાવવામાં આવ્યું છે. આપણે ફેસબુક પર કોઈ મિત્રને સર્ચ કરીએ ત્યાંથી જ તેમને પોક કરવાની સગવડ પણ ઉમેરવામાં આવી છે.ફેસબુકના કહેવા મુજબ આ ફેરફારોને કારણે પાછલા એક જ મહિનામાં ફેસબુક પરની પોકિંગ એક્ટિવિટીમાં ૧૩ ગણો ઉછાળો આવ્યો છે! ફેસબુકના હાલના ઘણા યૂઝર્સ એટલા યંગ હશે કે તેમને પોકિંગનો ખાસ અનુભવ પણ નહીં હોય. પરંતુ એવા યંગ યૂઝરમાં પણ પોકિંગ ફરી પોપ્યુલર થવા લાગ્યું છે. ફેસબુકના આંકડા કહે છે કે હાલમાં જે લોકો પોકિંગ કરી રહ્યા છે તેમાંથી અડધોઅડધ ૧૮ થી ૨૯ વર્ષના છે.

મતલબ કે હવે તમે પણ ફેસબુક પર અન્ય ફ્રેન્ડ્ઝને પોક કરવા કે તેમના પોકિંગનો સામનો કરવા તૈયાર થઈ જાઓ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!