(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નોટિફિકેશનનું કસ્ટમાઇઝેશન

ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં જે શક્યતા રહે એ જ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય અથવા પછી લાંબા સમયથી તમે ફોનમાં ગેમ રમ્યા ન હો અને એ  ગેમ તરફથી ગેમની યાદ અપાવતું નોટિફિકેશન મોકલવામાં આવ્યું હોય.

મહત્ત્વના ઇમેઇલનું નોટિફિકેશન તમારા કામમાં ખલેલ પહોંચાડે તો ચાલી શકે પરંતુ પેલી ગેમના નોટિફિકેશન જોવામાં તમારો સમય બગડે એ ન જ ચાલે. સારી વાત એ છે કે તમે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધા પ્રકારની એપ્સનાં નોટિફિકેશન તમે ઓન કે ઓફ રાખી શકો.

એટલું જ નહીં દરેક એપના નોટિફિકેશનને વધુ કસ્ટમાઇઝ કરવાની સગવડ પણ મળે છે. જેમ કે, ફોનમાંની ઇમેઇલ એપના નોટિફિકેશન સેટિંગમાં જશો તો તમને ક્યા પ્રકારના કોન્ટેક્ટ્સના ઇમેઇલના નોટિફિકેશન મળે એ તમે નક્કી કરી શકો છો. મતલબ કે મહત્ત્વના ઇમેઇલ્સનાં નોટિફિકેશન મળે પરંતુ બિનજરૂરી ઇમેઇલ્સનું નોટિફિકેશન ન મળે એવું સેટિંગ કરી શકાય. ક્યારેક ફૂરસદે આ રીતે ફોનમાંની એપ્સના નોટિફિકેશન્સને કસ્ટમાઇઝ કરી લેશો તો તમારી લાઇફ વધુ ઇઝી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!