(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જેને જોબ આપી, એ કળા કરી ગયો!

કોરોના મહામારી આવી એ પહેલાંના સમયથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ‘વર્ક-ફ્રોમ-હોમ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. 

દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો બીજા જ કોઈક દેશની કંપની માટે સહેલાઈથી, ગમે ત્યાંથી કામ કરતા હતા. કોરોના સમયે અને ત્યાર પછી એ ટ્રેન્ડને વેગ મળ્યો.

આપણે સૌ હવે કોરોના બિલકુલ ભૂલી ગયા છીએ તેમ છતાં હજી પણ ઘણી કંપનીમાં ઘણા લોકો ‘વર્ક-ફ્રોમ-હોમ’ના ધોરણે કામ કરી રહ્યા છે. અમુક કંપનીઓમાં એમ્પ્લોઇને અઠવાડિયામાં બે-ત્રણ દિવસ કંપનીમાં બોલાવવામાં આવે છે, તો ઘણી કંપનીમાં હજી પણ ઘણા બધા લોકો ઘેર બેઠાં ટી-શર્ટ અને બરમૂડા ચઢાવીને મોજથી કામ કરવાની જાહોજલાલી ભોગવી રહ્યા છે!

જોકે આ ટ્રેન્ડ હમણાં એક કંપનીને બહુ મોંઘો પડ્યો. થયું એવું કે યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલી એક કંપનીએ નવા વર્ક-ફ્રોમ-હોમ વર્કર્સ હાયર કરવાનું શરૂ કર્યું હતું. કંપનીએ સંખ્યાબંધ લોકોને કામ પર લીધા. કામકાજ કંપનીએ ધાર્યા મુજબ ચાલી રહ્યું હતું.

આ દરમિયાન નવા હાયર એક વર્કરનું કામકાજ કંપનીને નબળું લાગ્યું. આથી કંપનીએ તેને છૂટો કર્યો.

હવે પેલા છૂટા કરવામાં આવેલો કર્મચારીએ પોત પ્રકાશ્યું. તેણે કંપનીને ઇમેઇલ્સ મોકલ્યા ને ધમકી આપી કે લાખો ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ચૂકવવામાં નહીં આવે તો તે કંપનીનો ઘણો સિક્રેટ ડેટા ઇન્ટરનેટ પર ખુલ્લો મૂકી દેશે! આ પોકળ ધમકી નથી તેવું સાબિત કરવા માટે, તેણે પોતે કંપનીનો ચોરેલો કેટલોક ડેટા ઇમેઇલમાં એટેચમેન્ટ તરીકે પણ મોકલ્યો.

આ પછી શું થયું, કંપનીએ પેલાની ડિમાન્ડ પૂરી કરી કે નહીં તેની વાતો બહાર આવી નહીં. પરંતુ અન્ય કંપનીઓ આવા છટકામાં ફસાઈ નહીં તે માટે આ ફ્રોડનો ભોગ બનેલી કંપનીએ શું બન્યું હતું તેની કેટલીક વિગતો, કંપનીનું નામ આપ્યા વિના જાહેર કરી.

બન્યું એવું હતું કે કંપનીએ રિમોટ વર્ક માટે જેને હાયર કર્યો હતો એ વાસ્તવમાં ઉત્તર કોરિયાનો સાયબર ક્રિમિનલ હતો! તેણે પોતાની પર્સનલ ડિટેઇલ તથા એમ્પ્લોઇમેન્ટની હિસ્ટ્રી વિશે તદ્દન ખોટી માહિતી આપી હતી. કંપનીનું એચઆર ડિપાર્ટમેન્ટ તેની ખરાઈ કરી શક્યું નહીં અને પેલા ઠગને કંપનીમાં નોકરી મળી ગઈ!

રિમોટ વર્ક માટે તેને કંપનીના કોર્પોરેટ નેટવર્કમાં લોગઇન થવાની છૂટ મળી. તેનો લાભ લઇને તેણે કંપનીનો પાર વગરનો ડેટા સિક્રેટલી ડાઉનલોડ કરી લીધો હતો. એ પછી તેણે પોત પ્રકાશ્યું.

હવે સાયબર સિક્યોરિટી એજન્સીઓ દુનિયાભરની કોર્પોરેટ કંપનીઓને ચેતવી રહી છે કે કોરિયાના સાયબર હેકર્સ આ રીતે એમ્પ્લોઈ તરીકે વિવિધ કંપનીમાં ઘૂસીને તેનો ડેટા ચોરવાનો સહેલો રસ્તો અપનાવી રહ્યા છે – સાચવજો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!