(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ મેપ્સમાં બિઝી એરિયા પણ જોઈ શકાય છે

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી નવનિર્મિત મંદિરમાં રામલલ્લાના દર્શન માટે ભક્તો અભૂતપૂર્વ ધસારો કરી રહ્યા છે એ તો આપણે જાણીએ છીએ. મતલબ કે જો તમે ભીડમાં જવાનું ટાળવા માગતા હો તો તરતના દિવસોમાં અયોધ્યા જવાનું વિચારો નહીં.

પરંતુ આપણે પોતાના જ શહેરમાં અથવા તો કોઈ પ્રમાણમાં અજાણ્યા શહેરમાં ફરવા ગયા હોઇએ અને ત્યાં કોઈ ચોક્કસ રેસ્ટોરન્ટમાં જમવા જવા માગતા હોઇએ તો ત્યાં જે તે સમયે કેટલી ભીડ છે એ આપણે ગૂગલ મેપ્સમાં જાણી શકીએ છીએ. આ ફીચર પ્રમાણમાં જૂનું છે અને એ વિશે આપણે અગાઉ ‘સાયબરસફર’’માં વાત કરી ગયા છીએ. છતાં અહીં થોડું પુનરાવર્તન કરી લઇએ.

ધારો કે તમે ઉદેપુર જઈ રહ્યા છો. ઉદેપુરના પ્રવાસે જતા મોટા ભાગના ગુજરાતીઓ ઉદેપુરમાં દાખલ થઈ નટરાજ ડાઇનિંગ હોલમાં ગુજરાતી થાળી જમીને આગળ વધતા હોય છે. તમે ઉદેપુર પહોંચવામાં હો ત્યારે અહીં કેટલી ભીડ છે એ જાણવું હોય તો મેપમાં એ ડાઇનિંગ હોલ સર્ચ કરતાં મેપમાં તેના પર એક રેડ પ્લેસમાર્ક જોવા મળશે. એ સાથે સ્ક્રીનમાં નીચેની તરફ ઓવરવ્યૂ સેકશનમાં પોપ્યુલર ટાઇમ્સ વિભાગમાં આપણે જાણી શકીએ કે જે તે સમયે અને પછીના એક-બે કલાકમાં ડાઇનિંગ હોલમાં કેટલીક ભીડ હશે. લોકો એ જગ્યાએ કેટલોક સમય પસાર કરે છે એ પણ આપણે જાણી શકીએ.

પોપ્યુલર ટાઇમ્સ જાણવાની આ સગવડ જે તે ચોક્કસ જગ્યા જેમ કે ડાઇનિંગ હોલ, રેસ્ટોરાં, શોપ, મ્યુઝિયમ વગેરેને લાગુ પડે છે. પરંતુ શહેરના કોઈ આખેઆખા વિસ્તારમાં જે તે સમયે કેટલીક ભીડ હશે એ પણ હવે જાણી શકાય છે.

ઉદયપુરની ટૂરનું ઉદાહરણ આગળ ધપાવીએ તો માની લો કે ઉદયપુર પહોંચ્યા પછી તમે સાંજના સમયે જગદીશ મંદિર જવા માગો છો. પીછોલા લેકના કિનારે આવેલા આ મંદિરમાં સામાન્ય રીતે કાયમ ભીડ રહેતી હોય છે. પણ તમારે ખાતરી કરવી હોય તો ફરી ગૂગલ મેપ્સ ઓપન કરો અને તેમાં ‘જગદીશ ટેમ્પલ ઉદયપુર’ સર્ચ કરો. જો ગૂગલમાં એ જગ્યાએ હાલમાં ભીડ હોવાની માહિતી હશે તો ગૂગલ એ સમગ્ર વિસ્તાર પર ‘બિઝી એરિયા’ એવું લેબલ લગાવશે. આવું લેબલ જોવા માટે આપણે એ વિસ્તારને થોડો વધુ ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવો પડે એવું બની શકે.

એ પછી પેલા ડાઇનિંગ હોલની જેમ જ બિઝી એરિયાના લેબલ પર ક્લિક કરી સ્ક્રીન પર નીચેની તરફ સ્વાઇપ કરતાં આપણને તેના પોપ્યુલર ટાઇમ્સ સંબંધિત માહિતી ઉપલબ્ધ હશે તો તે જોવા મળશે.

સામાન્ય રીતે કોઈ વિસ્તાર સરેરાશ કરતા વધુ ભીડભાડ ર્યો બન્યો હોય ત્યારે ગૂગલ મેપમાં બિઝી એરિયાનું લેબલ જોવા મળે છે. મજાની વાત એ છે કે ગૂગલ એ સમયે જે તે વિસ્તારમાં હરતા ફરતા લોકોના એન્ડ્રોઇડ ફોનમાંથી લોકેશનની જે માહિતી મળે તેને આધારે જે તે વિસ્તાર સામાન્ય કરતા વધુ બિઝી છે કે નહીં તે નક્કી કરે છે, એ સમયે એ વિસ્તારમાં પોતાના ઘરમાં રહેતા લોકોના લોકેશનને ધ્યાનમાં લેવામાં આવતું નથી!

દેખીતું છે કે ગૂગલ આ બધી માહિતી જે લોકોએ પોતાના ફોનમાં લોકેશન હિસ્ટ્રી ઓન રાખી હોય તેમના ફોનમાંથી મળતી માહિતીને આધારે નક્કી કરે છે. ગૂગલ આપણને ધરપત આપે છે કે જે તે વિસ્તારમાં ફરતા લોકોની ચોક્કસ ઓળખ કે તેમનું એક્ઝેટ લોકેશન ક્યારેય કોઈને જાણવા મળતું નથી એ જ રીતે જે તે બિઝી વિસ્તારમાં ચોક્કસ કેટલી સંખ્યામાં લોકો છે એ પણ બતાવવામાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!