(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • બાળકોમાં સોશિયલ મીડિયાનું વ્યસન અટકાવવાની મથામણ
  • બીએસએનએલ લાવે છે ‘સર્વત્ર’ વાઇ-ફાઇ
  • યુટ્યૂબમાં આપી રહી છે પોઝ એડ્સ
  • ક્રેડિટ કાર્ડમાં પણ બાયોમેટ્રિક્સ

બાળકો કે ટીનેજર્સ સતત સોશિયલ મીડિયામાં ખૂંપેલાં રહે છે એની સામે હમણાં સમગ્ર વિશ્વમાં ચિંતા વધી છે. ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નાના યૂઝર્સ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ તોળાઈ રહ્યો છે.

એ પહેલાં અમેરિકાના એક સ્ટેટે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને મર્યાદિત કરતો કાયદો લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અદાલતે તેના પર રોક લગાવી દીધી. મિસિસિપી સ્ટેટમાં એવો ખરડો રજૂ થયો હતો, જે પસાર થાય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યૂઝર્સે જે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં પહેલાં પોતાની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવાની ખરાઈ કરવી પડે અને જો ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો તેણે માતાપિતાની સહમતી દર્શાવવી પડે. જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીર વયની વ્યક્તિ માતાપિતાની સંમતિ દર્શાવી ન શકે તો તે સોશિયલ મીડિયામાં આગળ વધી શકે નહીં.

જોકે આ પ્રસ્તાવિત કાયદા સામે ‘નેટચોઇસ’ નામના એક ટેક ઇન્ડસ્ટ્રી ટ્રેડ ગ્રૂપે અદાલતમાં ધા નાખી અને કહ્યું કે આ કાયદો અમેરિકાના બંધારણમાં પહેલા સુધારાથી લોકોને આપવામાં આવેલા ફ્રી સ્પીચ રાઇટ્સનું ઉલ્લંઘન કરશે!

અત્યારે અમેરિકામાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગની બાળકો પર થતી અસર ગંભીર ચર્ચાનો વિષય બની છે. જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ટોપ મેનેજમેન્ટે અમેરિકાની સંસદ સમક્ષ રજૂ થઈને આ વિશે ખુલાસા પણ કરવા પડ્યા છે.

આ ચર્ચાઓના એક પરિણામ રૂપે  મિસિસિપી સ્ટેટના લોમેકર્સ ૧૮ વર્ષથી નાની ઉંમરના લોકોને સોશિયલ મીડિયાની અસરોથી દૂર રાખવા માટે આ કાયદો લાવવાના પ્રયાસમાં હતા. જોકે અદાલતે આવા કાયદાથી અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન થશે એવી દલીલ સ્વીકારી અને આ નવો કાયદો અમલમાં આવતા અટકી ગયો.

જો મિસિસિપી સ્ટેટમાં પ્રયાસો સફળ રહ્યા હોત તો અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ આવો કાયદો લાવવા માટેનો માર્ગ મોકળો થયો હોત. 

ફાઇવજીના જમાનામાં જૂની બીએસએનએલ કંપની ખાસ્સી પાછળ રહી ગઈ છે. ગયા ફક્ત એક જ વર્ષમાં એક કરોડ એંસી લાખ કસ્ટમર્સે બીએસએનએલ સાથે છેડો ફાડ્યો હોવાનો અંદાજ છે. પરંતુ હવે કંપની આ વર્ષે લગભગ રૂ. ૬૦૦૦ કરોડના ખર્ચે સમગ્ર દેશમાં એક લાખ નવા ટાવર ઊભા કરવા આગળ વધી રહી છે. આ ફોર-જી ટાવર ઝડપથી ૫-જી કનેકશન પણ સપોર્ટ કરશે.

એ સાથે  ‘સર્વત્ર’ નામે એક નવો કન્સેપ્ટ લોન્ચ થવામાં છે. અત્યારે આપણે પોતાના ઘરમાં વાઇ-ફાઇ કનેકશન મેળવ્યું હોય તો તેનો લાભ ફક્ત પોતાના ઘરમાં, મર્યાદિત વિસ્તારમાં જ મળી શકે. પરંતુ સર્વત્ર પ્રોજેક્ટ હેઠળ એ જ ઘરના વાઇ-ફાઇ કનેકશનનો સમગ્ર દેશમાં ઉપયોગ કરી શકાશે. આ સર્વિસ ટૂંક સમયમાં મુંબઈ, દિલ્હી અને કેરળમાં લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.

તમે જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર આ વાતનો અનુભવ કર્યો હશે – પ્લે થતા વીડિયોને આપણે પોઝ કરીએ કે ફાસ્ટ ફોરવર્ડ કરીએ કે બેકવર્ડ લઇ જઇએ એ સા,થે વીડિયો ફરી પ્લે થવાનું શરૂ થાય તે પહેલાં આપણે ધરાર જાહેરાતનો સામનો કરવો પડે. મતલબ કે વીડિયો નોર્મલ રીતે પ્લે થતો હોય તે દરમિયાન જાહેરાતો અવરોધરૂપ ન બને, પણ જેવા આપણે વીડિયોના પ્લેમાં કંઈક એકશન લઇએ એ સાથે જાહેરાત ટપકી પડે.


હવે કંઈક આ જ પ્રકારે યુટ્યૂબમાં પણ આપણે જાહેરાતનો સામનો કરવો પડશે. યુટ્યૂબ આ ‘ફીચર’ને ‘પોઝ એડ’ કહે છે. આ કારણે યુટ્યૂબ પર પ્લે થતા વીડિયોને આપણે કોઈ પણ કારણસર થોડી વાર માટે પોઝ કરીએ અને પછી ફરી પ્લે કરીએ તેની વચ્ચે જાહેરાત જોવી પડશે.

યુટ્યૂબ કંપનીએ વર્ષ ૨૦૨૩માં આ પ્રકારે જાહેરાત બતાવવાનો પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એડવર્ટાઇઝિંગ કંપનીઓ તરફથી તેને બહોળો પ્રતિસાદ મળતાં કંપનીએ હવે સમગ્ર વિશ્વમાં આ પ્રકારે પોઝ એડ બતાવવાનો નિર્ણય કર્યો છે.

યુટ્યૂબનો દાવો છે કે આ પ્રકારે વીડિયો પોઝ થાય ત્યારે જાહેરાતો બતાવવામાં આવે તેની સામે યૂઝર્સને પણ ખાસ વાંધો નથી – આ કંપનીનું કહેવું છે!

ભારતમાં યુપીઆઇથી ઓનલાઇન પેમેન્ટ સહેલું બન્યા પછી તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તેની અસર ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વર્તાઈ રહી છે. આ સ્થિતિમાં ક્રેડિટ કાર્ડની ઉપયોગિતા અને લોકપ્રિયતા બંને જાળવી રાખવા માટે વિવિધ કંપની અવનવા ઉપાયો અજમાવી રહી છે. હમણાં બહાર આવેલા અહેવાલો અનુસાર માસ્ટર કાર્ડ નેટવર્ક, ઓનલાઇન શોપિંગ કર્યા પછી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતી વખતે કાર્ડનો નંબર આપવો ન પડે એવી વ્યવસ્થા તથા ટ્રાન્ઝેકશનને મંજૂરી આપવા માટે પાસકોડ આપવા ન પડે એ માટે ફિંગરપ્રિન્ટ કે ફેસ આઇડી જેવા બાયોમેટ્રિકનો ઉપયોગ કરવાની શક્યતા પર કામ કરી રહ્યું છે.

લગભગ એકાદ દાયકા પહેલાં માસ્ટરકાર્ડ અને વિસા કાર્ડ નેટવર્કે ક્રેડિટ કાર્ડના નંબર્સ જેવો સંવેદનશીલ ડેટા જોખમાય નહીં એ માટે કાર્ડના ટોકનાઇઝેશનની ટેકનોલોજી રજૂ કરી. તેનો હવે ભારતમાં પણ વ્યાપક રીતે ઉપયોગ શરૂ થઈ ગયો છે. હવે માસ્ટર કાર્ડ સમગ્ર વિશ્વની વિવિધ બેંક તથા પેમેન્ટ પ્રોવાઇડર્સ સાથે મળીને ઓટીપીને સ્થાને બાયોમેટ્રિક ઇન્ફર્મેશનનો ઉપયોગ શરૂ કરશે.

એ ખાસ નોંધવા જેવું છે કે ટૂંક સમયમાં યુપીઆઇમાં પણ આ જ પ્રકારનો ફેરફાર આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!