(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ગૂગલ વનમાં ખાસ ઓફર
  • એપલ અને એઆઇ
  • મેટાની નવી ‘ઇમેજિન’ સર્વિસ


એપલ કંપની લગભગ એક દાયકાથી પોતાની કાર ડેવલપ કરવા મથી રહી છે. અગાઉ તે ‘ડ્રાઇવરલેસ’ કાર લોન્ચ કરે તેવી સંભાવના હતી. હવે કંપની ૨૦૨૮ સુધીમાં મર્યાદિત સેલ્ફ-ડ્રાઇવિંગ કેપેસિટીવાળી કાર લોન્ચ કરે તેવી શક્યતા છે.

‘સાયબરસફર’માં આપણે વારંવાર ગૂગલ એકાઉન્ટની સ્ટોરેજ લિમિટ્સ વિશે વાત કરી છે. ગૂગલ પર ફ્રી એકાઉન્ટમાં આપણને કુલ ૧૫ જીબી સ્પેસ મળે છે, જે તેના પ્રકારની અન્ય પ્રકારની મોટા ભાગની સર્વિસ કરતાં ઓછામાં ઓછી ત્રણ ગણી વધુ છે. તકલીફ એ છે કે આપણા ગૂગલ એકાઉન્ટમાં સ્ટોર થતા ડેટાનું પ્રમાણ પણ સતત વધતું જાય છે.

વધુ તકલીફ એ વાતની છે કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ એ ત્રણેય સર્વિસમાંનો આપણો ડેટા આ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ લિમિટ માટે કાઉન્ટ થાય છે.

‘સાયબરસફર’માં આપણે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાંથી આપણે માટે બિનજરૂરી બાબતો ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરવાના જુદા જુદા રસ્તાઓની પણ વાત કરી છે.

તેમ છતાં જો તમારા ગૂગલ એકાઉન્ટની સ્ટોરેજ ભરાવા આવી હોય તો વધુ સ્ટોરેજ ખરીદવા સિવાય લગભગ કોઈ રસ્તો રહેતો  નથી. આવી પેઇડ સ્ટોરેજનો પ્રોગ્રામ ‘ગૂગલ વન’ તરીકે ઓળખાય છે. તેમાં બેઝિક પ્લાનમાં હાલના દર મુજબ એક વર્ષના રૂ. ૧૩૦૦ની ફી ચૂકવવાથી કુલ ૧૦૦ જીબી સ્ટોરેજ મળે છે. એ સાથે આપણે આ સ્ટોરેજ અન્ય પાંચ લોકો સાથે શેર કરી શકીએ છીએ તેમજ ગૂગલ ફોટોઝમાં ફોટો એડિટિંગનાં નવા ફીચર મળે છે અને આપણો ડેટા ડાર્ક વેબ્સમાં વેચાઈ રહ્યો છે કે કેમ તે મોનિટર પણ કરી શકાય છે.

બેઝિક પ્લાન ઉપરાંત આપણે ઇચ્છીએ તો ૨૦૦ જીબીથી શરૂ કરીને પાંચ ટીબી સુધીના પ્લાન પણ ખરીદી શકીએ છીએ.

ગૂગલ કંપની આપણને તેના પેઇડ પ્લાન તરફ વાળવા માટે અવારનવાર પ્રમોશનલ ઓફર પણ આપતી હોય છે.

જો તમે હાલમાં ગૂગલ એકાઉન્ટ ભરાઈ જવાને કારણે તેનો બેઝિક પેઇડ પ્લાન ખરીદવાનું વિચારી રહ્યા હો તો હાલમાં એક ઓફર ચાલી રહી છે. તે મુજબ પહેલા બે મહિના માટે આપણે એક મહિનાના રૂ.૧૩૦ને બદલે રૂ. ૩૫ ચૂકવવાના રહે છે. અને ૨૦૦ જીબીના પ્લાન માટે બે મહિના માટે એક મહિનાના રૂ.૨૧૦ને બદલે રૂ.૫૦ ચૂકવવાના રહે છે. જોકે બે મહિના પછી પૂરેપૂરી રકમના ચૂકવણાનું ચક્ર શરૂ થઈ જાય છે, એ યાદ રાખશો!

આ વર્ષે એપલ કંપની નવો આઇફોન ૧૬ લોન્ચ કરે ત્યારે સોફ્ટવેર ઉપરાંત હાર્ડવેરમાં પણ મોટા ફેરફારની શક્યતા છે – ખરા અર્થમાં ‘મોટા’ ફેરફાર.

આઇફોન ૧૬માં વધુ મોટો ડિસ્પ્લે અને વધુ પાવરફૂલ બેટરી મળવાની શક્યતા છે. એ કારણે આપણને ૬.૩ ઇંચ જેટલા મોટા સ્ક્રીનવાળો આઇફોન મળે તેવી શક્યતા છે. આઇફોન ૧૬ પ્રો મેક્સની સ્ક્રીન સાઇઝ ૬.૯ ઇંચ સુધીની મળે તેવી પણ શક્યતા છે.

બીજી તરફ એપલ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઉપયોગમાં પણ આગળ વધે તેવી સંભાવના છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન જેવી કંપની પોતાની અલગ અલગ પ્રોડક્ટ્સમાં મોટા પાયે એઆઇ ઇન્ટિગ્રેટ કરી રહી છે. ત્યારે આ દિશામાં એપલ તરફથી હજી સુધી ખાસ કોઈ મોટા સમાચાર નહોતા. હવે એવી શક્યતા છે કે એપલ તેની વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સર્વિસ સિરીમાં બહુ મોટા પાયે એઆઇ ઇન્ટિગ્રેટ કરી રહી છે. આ ફેરફારો વિશે હાલમાં બહુ વિગતો ઉપલબ્ધ નથી, પણ આગળ જતાં સ્પષ્ટતા થશે.

થોડા સમય પહેલાં, માઇક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ જનરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી અને પછી તે ગૂગલના સર્ચ એન્જિનમાં પણ ઉમેરાઈ. હવે આ ફીલ્ડમાં મેટાએ પણ ઝંપલાવ્યું છે. મેટાએ પોતાના એઆઇ આધારિત ટેકસ્ટ-ટુ-ઇમેજ જનરેશન ફીચરને ‘ઇમેજિન’ નામ આપ્યું છે. 

લોકો ફેસબુક કે મેસેન્જરમાં કંઈ પણ પોસ્ટ કરતી વખતે ફક્ત શાબ્દિક સૂચન આપીને ઇમેજ જનરેટ કરી શકે છે અને પછી તેને પોતાની પોસ્ટમાં ઉમેરી શકે છે.

હવે કંપનીએ આ સર્વિસને સ્ટેન્ડએલોન વેબસાઇટ (https://imagine.meta.com/) તરીકે લોન્ચ કરી છે.

જોકે એક વાત ખાસ જાણવા જેવી છે. જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ હો તો મેટા કંપનીએ પોતાના એઆઇ ઇમેજ જનરેશન મોડેલને ટ્રેઇન કરવા માટે તમારી કોઈ ઇમેજનો ઉપયોગ કર્યો હોય તેવી પૂરી શક્યતા છે.

કંપનીએ એઆઇ મોડેલને ટ્રેઇન કરવા માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પબ્લિકલી અવેલેબલ ૧.૧ અબજ જેટલી ઇમેજિસનો ઉપયોગ કર્યો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!