(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • આર્ક બ્રાઉઝર : વધુ એક બ્રાઉઝરની એન્ટ્રી, જે એડ્સ બ્લોક કરે છે!
  • ડ્યુઓલિંગો : નવી ભાષા શીખવાનું સહેલું બનાવતી એપ
  • જ્યોગ્રાફી ક્વિઝ : બાળકોને વિશ્વનો પરિચય કરાવવાની મજાની રીત

આજકાલ એક નવા બ્રાઉઝરે ખાસ્સી ચર્ચા જગાવી છે – નામ છે આર્ક બ્રાઉઝર (https://arc.net/). મૂળ આ બ્રાઉઝર માત્ર એપલના મેક માટેના બ્રાઉઝર તરીકે લોન્ચ થયું હતું. પછી અલગ અલગ પ્લેટફોર્મ માટે તેના વર્ઝન લોન્ચ થવા લાગ્યા.

હવે આપણે તેનો એન્ડ્રોઇડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ.

એન્ડ્રોઇડમાં દુનિયા આખી લગભગ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. આર્ક બ્રાઉઝર વાસ્તવમાં ક્રોમ જેના પર આધારિત છે તે ક્રોમિયમ પ્લેટફોર્મ પર ડેવલપ થયેલું છે. આજકાલ પરંતુ લોકોને આ નવું બ્રાઉઝર ખાસ્સું ગમવા લાગ્યું છે. આ બ્રાઉઝર ક્રોમ કરતાં પણ વધુ મિનિમલિસ્ટિક છે એટલે કે તેમાં કોઈ પ્રકારનું ક્લટર નથી.

બીજી મોટી વિશેષતા એ છે કે તે અન્ય બ્રાઉઝર કરતાં ઘણું ફાસ્ટ હોવાનો લોકોનો અનુભવ છે.

જોકે એક વિશેષતા તેને અન્ય બ્રાઉઝરથી એકદમ અલગ બનાવે છે. આર્ક બ્રાઉઝર વેબસાઇટમાંની બધી એડ અને ટ્રેકર્સ બ્લોક કરે છે. તમે લાંબા સમયથી ક્રોમનો ઉપયોગ કરતા હો અને તેમાં તમારા પાસવર્ડ સાચવ્યા હોય તો એ પણ આર્ક બ્રાઉઝરમાં લાવી શકાય છે. આ બ્રાઉઝર સર્ચ એન્જિન તરીકે પણ કામ કરે છે. તેની ખાસિયત એ છે કે આપણે તેમાં વિવિધ બાબતો સર્ચ કરીએ ત્યારે તે તેની સમરી પણ તૈયાર કરી આપે છે.

એકના એક બ્રાઉઝરના ઉપયોગથી કંટાળ્યા હો, તો આ નવું બ્રાઉઝર ટ્રાય કરી શકાય.

તમે પરદેશ ભણવા કે સેટલ થવા માટે જવા માગતા હો કે પછી ભારતમાં જ રહેવાના હો તેમ છતાં ઇંગ્લિશ લેંગ્વેજ પરની પકડ વધારવા માગતા હો તો આ એપ તમારે માટે કામની છે -ડ્યુઓલિંગો (https://www.duolingo.com/).

તેને ફોનમાં એપ તરીકે ઇન્સ્ટોલ કરી શકાશે તથા સીધું જ બ્રાઉઝરમાં પણ ઉપયોગ કરી શકાશે.

ડ્યુઓલિંગોની ખાસિયત એ છે કે તેમાં ઇંગ્લિશ, ફ્રેંચ, જર્મન જેવી જુદી જુદી લેંગ્વેજ ગેમ રમતા હોઇએ એવા ઇન્ટરફેસ સાથે શીખી શકીએ છીએ.

તકલીફ એક જ વાતની છે કે એપનો ઇન્ટરફેસ ઇંગ્લિશ રહે છે. એ સમજવામાં મુશ્કેલી પડે તો આપણે તેને હિન્દીમાં ફેરવી શકીએ પરંતુ એ કામ વેબ બ્રાઉઝરમાં જઈને કરવું પડશે. એ પછી એ જ એકાઉન્ટથી એપમાં લોગઇન થઈશું તો તેમાં એપનો હિન્દીમાં ઉપયોગ કરી શકાશે.

એપ બહુ પ્રાથમિક સ્તરથી શરૂઆત કરીને જુદી જુદી નવી ભાષાના જુદાં જુદાં સ્તર સુધી પહોંચવામાં આપણને મદદરૂપ થઈ શકે છે.

સ્કૂલમાં કે પરિવારમાં નાનાં બાળકોને આપણા વિશ્વનાં વિવિધ પાસાં વિશે શીખવવાનું હવે બહુ રસપ્રદ બની ગયું છે. આ માટે ઇન્ટરનેટ પર અને પ્લેસ્ટોરમાં જાત ભાતની વેબસાઇટ્સ અને એપ્સ ઉપલબ્ધ છે. આવી એક એપ છે StudyGe – World Geography Quiz આ એપમાં દુનિયાના વિવિધ દેશનું વિશ્વના નકશા પર લોકેશન, તેમની રાજધાની તથા ધ્વજ વિશે નાની નાની ક્વિઝથી ઘણું જાણી શકાશે.

અલબત્ત, બાળકો સાથે આવી જ્યોગ્રાફી એપ્સનો ઉપયોગ કરતી વખતે એક વાત ખાસ ધ્યાન પર લેવા જેવી છે. ભારતના અભિન્ન અંગ કાશ્મીરનો મુદ્દો  દુર્ભાગ્યે યુનાઇટેડ નેશન્સમાં પહોંચ્યો એ પછી વિશ્વના અન્ય દેશો ભારતનો નકશો આપણા કરતા જુદી રીતે દર્શાવે છે. તેમાં પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મીરનો ભાગ ભારતના હિસ્સા તરીકે દર્શાવવામાં આવતો નથી.

આવી એપ્સમાં બાળકોને તેમના પાઠ્યપુસ્તક કે ભારતના જ એટલાસમાં જોવા મળતા ભારતના નકશા કરતાં જુદો નકશો જોવા મળે ત્યારે તેમને સમજાય એવી રીતે કાશ્મીર સમસ્યાની સમજ આપવાની તક ચૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!